________________
૪૮
કર્મભૂમિઓમાં–પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહમાં વિચરતા વાકાષભનારાચસંઘયણવાળા જિનેશ્વરેની સંખ્યા વધારેમાં વધારે ૧૭૦ની હોય છે, સામાન્ય કેવલીઓની સંખ્યા વધારેમાં વધારે ૯ કોડની હોય છે. અને સાધુઓની સંખ્યા વધારેમાં વધારે નવ હજાર ઝાડ એટલે ૯૦ અબજની હોય છે. વર્તમાન કાળમાં તીર્થકરે ૨૦ છે, કેવલજ્ઞાની મુનિએ ૨ કેડ છે અને શ્રમણે ૨૦૦૦ ક્રોડ એટલે ૨૦ અબજ છે કે જેમનું નિત્ય પ્રાતઃ કાળમાં સ્તવન કરાય છે. ૨.
હે સ્વામી ! જય પામે, જય પામે. શત્રુજ્ય પર રહેલા અષભદેવ ! ઉયંત (ગિરનાર) પર વિરાજમાન હે પ્રભુ નેમિજિન ! સાચેરના શણગારરૂપ હે મહાવીર ! ભરુચમાં રહેલા હે મુનિસુવ્રતસ્વામી! મથુરામાં વિરાજમાન, દુઃખ અને પાપને નાશ કરનાર હે પાર્શ્વનાથ ! આપ જયવંતા વ તથા મહાવિદેહ અને અરવત આદિ ક્ષેત્રોમાં તથા ચાર દિશાઓ ને ચાર વિદિશાઓમાં જે કોઈ તીર્થકરે ભૂતકાળમાં થઈ ગયા હોય; વર્તમાનકાળમાં વિચરતા હોય અને ભવિષ્યમાં હવે પછી થનારા હોય, તે સર્વેને પણ હું વંદું છું. ૩.
ત્રણ લેકમાં રહેલા આઠ કોડ, સત્તાવન લાખ, બસે ને ખ્યાશી (૮,૫૭,૦૦,૨૮૨) શાશ્વત ચિને વંદું છું. ૪.
ત્રણ લેકમાં રહેલા પંદર અબજ, બેંતાળીસ કોડ, અવન લાખ, છત્રીસ હજાર ને એંશી-(૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦). શાશ્વત બિંબને હું પ્રણામ કરું છું. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org