________________
પદ
કરનારા છે, માર્ગને દેખાડનારા છે, શરણને દેનાર છે અને બેધિ બીજની પ્રાપ્તિ કરાવનારા છે. પ.
જેઓ ધર્મને સમજાવનારા છે, ધર્મની દેશના આપનારા છે, ધર્મના સાચા સ્વામી છે, ધર્મરૂપી રથને ચલાવવામાં નિષ્ણાત સારથિ છે અને ચાર ગતિને નાશ કરનારા ધર્મચક્રનું પ્રવર્તન કરનારા ચક્રવતી છે. ૬.
જેઓ હણય નહિ એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરનારા છે તથા છદ્મસ્થપણાથી રહિત છે. ૭.
જેઓ સ્વયં જિન બનેલા છે તથા બીજાઓને પણ જિન બનાવનારા છે; જેઓ સંસાર સમુદ્રને પાર પામી ગયેલા છે અને બીજાઓને પણ પાર પમાડનારા છે. જેઓ પોતે બુદ્ધ છે અને બીજાઓને પણ બોધ પમાડનારા છે, જેઓ મુક્ત થયેલા છે તથા બીજાઓને પણ મુક્ત કરાવનારા છે. ૮.
જેઓ સર્વજ્ઞ અને સર્વદશી છે તથા ઉપદ્રવથી રહિત, સ્થિર, વ્યાધિ અને વેદનાથી રહિત, અનંત, અક્ષય, કર્મજન્ય પીડાઓથી રહિત અને જ્યાં ગયા પછી પાછું સંસારમાં આવવાનું રહેતું નથી, એવાં સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા છે, તે જિનેને-ભય જિતનારાઓને નમસ્કાર હો. ૯.
જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યકાલમાં સિદ્ધ થનારા છે અને જેઓ વર્તમાનકાલમાં અરિહંતરૂપે વર્તમાન છે, તે સર્વેને મન, વચન અને કાયાવડે હું વંદું છું. ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org