Book Title: Sachitra Sarth Samayika Chaityavandan
Author(s): Jain Sahitya Vikas Mandal Vileparle Mumbai
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 50
________________ સાવએ-શ્રાવક. બહુસે-ઘણી વાર. હવઈ–થાય છે. સામાઈયં-સામાયિક. જમહા-જે કારણથી. કુજા કરવું જોઈએ. એએણકારણેણું–એ કારણ વડે. | વિધિ-નક્કી કરેલી પદ્ધતિ. અર્થસંકલના-- સામાયિક વ્રતધારી જ્યાં સુધી અને જેટલી વાર મનમાં નિયમ રાખીને સામાયિક કરે છે, ત્યાં સુધી અને તેટલી વાર તે અશુભ કર્મને નાશ કરે છે. ૧. સામાયિક કર્યો છતે તે શ્રાવક સાધુ જે થાય છે, તેથી સામાયિક વારંવાર કરવું જોઈએ. ૨. આ સામાયિક મેં વિધિપૂર્વક ગ્રહણ કર્યું છે અને વિધિપૂર્વક પૂર્ણ કર્યું છે. તે બંને પ્રકારની ક્રિયામાં, જે કઈ પણ અવિધિ કે ભૂલ થઈ ગઈ હોય, તે સંબંધી મારું પાપ નિલ થાઓ. વળી આ સામાયિકના સમય દરમિયાન દસ મનને, દસ વચનના અને બાર કાયાના એમ કુલ બત્રીસ દોષમાંથી જે કઈ દોષનું સેવન થઈ ગયું હિય, તે સંબંધી મારું પાપ નિષ્ફલ થાઓ. સૂત્રપરિચય - આ સૂત્ર વડે સામાયિક પારવામાં આવે છે અને ફરી પણ સામાયિક કરવાની ભાવના થાય, તે માટે તેમાં સામાયિકના લાભો દર્શાવેલા છે. વળી સામાયિક ૩૨ દે ટાળીને કરવું જોઈએ, તે વાત પણ તેમાં દર્શાવેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98