________________
છે, તે “ભવંદણ કહેવાય છે, અને સવારે તથા સાંજે બાર આવત પૂર્વક જે વંદન કરવામાં આવે છે. તે બારસાવવંદ' કહેવાય છે.
આ સૂત્ર શૈભવંદણ કરતાં બેલાય છે અને ખમાસમણ' શબ્દ ઉપરથી “ખમાસમણ સૂત્ર' તરીકે ઓળખાય છે.
ક્ષમાશ્રમણ પ્રશ્ન—ખમાસમણ શબ્દનો અર્થ શો ? ઉત્તર–હે ક્ષમાસમણુ! અથવા હે ક્ષમાશ્રમણ ! પ્રશ્ન–ક્ષમાસમણું કોને કહેવાય ? ઉત્તર-જે સમણ ક્ષમા વગેરે દશ પ્રકારને યતિધર્મ પાળે તે ક્ષમા
સમણ કહેવાય. પ્રશ્ન–સમણ કોને કહેવાય ? ઉત્તર જે સાધુ બધા જીવો સાથે સમભાવથી વર્તે તે સમણ કહેવાય. પ્રન–શ્રમણ કેને કહેવાય ? ઉત્તર–જે સાધુ પાંચ ઇનેિ કાબૂમાં રાખવા માટે શ્રમ કરે, તે શ્રમણ
કહેવાય; અથવા જે સાધુ આત્મશુદ્ધિ માટે શ્રમ એટલે તપશ્ચર્યા
કરે, તે શ્રમણ કહેવાય. પ્રશ્ન-યતિધર્મના દશ પ્રકારે કયા ? ઉત્તર–(૧) ક્ષમા રાખવી, (૨) મૃદુતા રાખવી, (૩) સરલતા રાખવી, . (૪) પવિત્રતા રાખવી, (૫) સત્ય બોલવું, (૬) સંયમ પાળ,
(૭) તપ કરવું, (૮) ત્યાગવૃત્તિ રાખવી, (૯) પિતાની પાસે
પસેટ રાખવો નહિ અને (૧૦) બ્રહ્મચર્યનું પાલન કરવું. પ્રશ્ન–પંચાંગપ્રણિપાત કોને કહેવાય? ઉત્તર––બે હાથ, બે ઘૂં ટણ અને મસ્તક એ પાંચ અંગે ભેગાં કરીને
જે પ્રણામ કરવામાં આવે તેને પંચગપ્રણિપાત કહેવાય. થેભવંદણુ કરતી વખતે આ પંચાંગપ્રણિપાત કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org