________________
- ૧૫
અથસંકલન–
[ શિષ્ય ગુરુને સુખશાતા પૂછે છે, તે આવી રીતેઃ]
હે ગુરુજી! આપની ઈચ્છા હોય તે પૂછું. રાત્રિ સુખપૂર્વક પસાર થઈ? (અથવા દિવસ સુખપૂર્વક પસાર થયે ? ) આપની તપશ્ચર્યા સુખપૂર્વક થાય છે ? આપનું શરીર પીડા રહિત છે ? વળી, હે ગુરુજી ! આપની સંયમયાત્રાને નિર્વાહ સુખે કરીને થાય છે? હે સ્વામી ! આપને સર્વ પ્રકારે શાતા છે ?
[ ગુરુ કહે છે–દેવ અને ગુરુની કૃપાથી તેમજ છે.” શિષ્ય આ વખતે પોતાની હાદિક ઈચ્છા વ્યક્ત કરે છે. ]
મારે ત્યાંથી આહાર–પાણી વહેરી ધર્મને લાભ આપવા કૃપા કરશે.”
[ ગુરુ એ આમંત્રણને સ્વીકાર કે ઈનકાર ન કરતાં
વર્તમાનગ”—જેવી તે સમયની અનુકૂલતા.
સૂત્રપરિચય–
ગુરુને સુખશાતા પૂછવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે. તેમાં પહેલું એ પૂછવામાં આવે છે કે “ હે ગુરુજી ! રાત્રિ સુખપૂર્વક પસાર થઈ અર્થાત આપે જે રાત્રિ ગાળી તેમાં કોઈ પ્રકારની અશાતા તો નથી થઈ? જે વંદન દિવસના બાર વાગ્યા પછી કરવામાં આવ્યું હેય તે રાત્રિની જગાએ દિવસ બોલાય છે. તેનો અર્થ એ છે કે આપે જે દિવસ ગળ્યો, તેમાં કોઈ પ્રકારની અશાતા તો નથી થઈ ? બીજો પ્રશ્ન એ પૂછવામાં આવે છે કે આપ જે તપશ્ચર્યા કરી રહ્યા છે, તેમાં કોઈ પ્રકારનું વિન તો નથી આવતું ? ત્રીજો પ્રશ્ન એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org