________________
ઉપજાવાયા હેય, ખેદ પમાડાયા હોય, બિવરાવાયા ( વાસ પમાડાયા ) હોય, એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હોય કે જીવનથી છૂટા કરાયા હોય, અને તેથી જે કાંઈ વિરાધના થઈ હય, તે સંબંધી મારું સઘળું દુષ્કૃત મિથ્યા થાઓ. સૂત્રપરિચય
આ સૂત્રનો ઉપયોગ જાપા-આવવાની ક્રિયા કરતાં જીવોની જે વિરાધના થઈ હૈય, તેનું પ્રતિક્રમણ કરવા માટે થાય છે અને તે જ કારણે સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્યવંદન તેમજ દેવવંદન વગેરેમાં આ સૂત્ર બોલાય છે.
ચાલવાની ક્રિયા નીચું જોઈને ખૂબ સાવધાની પૂર્ણાક કરવી જોઈએ અને તેમાં કઈ જીવ ચંપાઈ ન જાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આમ છતાં શરત-ચૂકથી કે ઉપયોગની ખામીને લીધે જતાંઆવતાં કોઈ પણ જીવ ચંપાઈ ગયા હોય અને તેને કઈ પણ પ્રકારે દુઃખ ઉપજાવ્યું હોય તે આ સૂત્ર વડે તેનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. નાનામાં નાની છા-વિરાધનાને પણ દુષ્કત સમજવું અને તે માટે દિલગીર થવું, એ આ સૂત્રનો પ્રવાન સૂર છે. “
મિચ્છા મિ દુક્કડં' એ ત્રણ પદે પ્રતિક્રમણનું બીજ મનાય છે.
ઈરિયાવહી પડિકકમણુના ૧૮૨૪૧૨૦ ભાંગા ગણાય છે. તે આ રીતેઃ છવના ૫૬૩ ભેદે છે, તેની વિરાધના દસ પ્રકારે થાય છે, તેને રાગ-દ્વેષ, ત્રણ કરણ,* ત્રણ યોગ, ત્રણ બાળક અને અરિહંત વગેરે છની સાક્ષીએ ગુણતાં અનુક્રમે ૫૬ ૩ ૪ ૧૦ ૪૨ ૪૩ ૪ ૩ ૪ ૬ =૧૮૨૪૧૨૦ ભેદ વાય છે.
કરવું, કરાવવું અને અનુમોદવું. +મન, વચન અને કાયા 'ભૂત, વર્તમાન અને ભવિષ્ય.
અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ અને આત્મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org