Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
કુમારે શંખ રાજાની આજ્ઞા માગી, કલાવતીને આશ્વાસન દઈ બહેનની શીખ લઈ પિતાને નગરે ચાલ્યો. શક્તિસામર્થ્યવંત સુરતવત્ એ શંખ રાજા તે કલાવતી સાથે મહાદેવ પાર્વતીની જેમ નિરંતર ભેગભગવતે વિચરે છે. એ કલાવતી વિના આસ્થાના સભાસ્થાનક તે ચારક બંદિખાનાનાં સ્થાનક સમાન જાતે હતો, સારભેજન તે નીરસ જાણતો હતો, અશ્વકીડા તે મનની પીડા જાણતો હતે, રાજા અતિ રાગી થશે, અત્ય ત વિષયાસક્ત થયે. તે એક કલાવતીને જ જાણે, બીજી રાણીઓને તે અંતેહરી કહેવા માત્ર જાણે. તે નગરની સર્વ નારી કલાવતીનું સૌભાગ્યપણું દેખીને ધર્મ કરવાને તત્પર થઈ. જે માટે તે સર્વ સ્ત્રીઓ વિચારવા લાગી કે ધર્મ કરવાથી આપણને પણ પરભવે એ ભરતાર વશવર્તી થાય, આપણે એવું સૌભાગ્યપણું પામીએ શીલવતી એવી કલાવતી રાણું અસત્ય ન બેલે, કઈ સાથે કલહ ન કરે, કેઈની ચાડી ન કરે, મત્સર, ઈ, અદેખાઈપણું ન કરે, ભરથી લગારે અહંકાર નથી કરતી, મીઠાબેલી, વિનયવાલી, વિચક્ષણ, સર્વ કેઈને હર્ષ ઉપજાવી કલાવતી પ્રશંસા પામે એવી છે.
એકદા તે કલાવતી રાણી સુખ શય્યામાં સૂતી છે. રાત્રે પાછલી પહેરની થઈ છે. ત્યારે વિકસ્વર એવા કમલની માલામાં વીંટ, ચંદનથી પૂંજ, ખીરસમુદ્રને જલથી ભર્યો એવે સુવર્ણ કલશ સ્વપ્નામાં દીઠે. પ્રભાતનાં વાજિંત્ર વાગતે રાણું જાગતી હતી. અને રાજા પાસે જઈ સ્વપ્નની વાર્તા કહે છે, ત્યારે શંખ રાજાએ કહ્યું કે રાજ્યલમી યુક્ત, કુદ્ધાર કર્તા, કુલદીપક એ તારે સુપુત્ર થશે. એવું સાંભળી રાણી હર્ષ પામી, અતિ ઉલ્લાસું ગર્ભને પાલતી હતી. અતિટાટું, તથા અતિ ઉsણ ન ખાય, અતિ ભૂખ તથા અતિ તરશ સહન કરે નહિં, એવી રીતે ગર્ભને પાલતી, ગર્ભને પુષ્ટિ આપે એવાં ઔષધ ખાય, ગર્ભ રક્ષક મૂલીક બાધે, ગર્ભપક્ષને અર્થે દેવતાનું આરાધન કરે, એમ કરતાં નવ માસ પૂરા થયા. પહેલી સુવાવડ પિતાને ઘેર થાય એવી રીત જાણીને તેના પિતાને ખબર કહેવરાવી. એટલે દત્ત શેઠને ઘેર તેના પિતાના મોકલેલા સેવક આવ્યા. તેમને કલાવતીએ પિતા, માતા, ભાઈની કુશલ વાર્તા પૂછી. ત્યારે સેવકે કહ્યું તમારાં માતા, પિતા, ભાઈ વગેરે સર્વે કુશલ છે તમારે પિતાએ અંગસાર વસ્ત્રાભરણ તમને મેકલ્યાં છે. તથા જડાવ બેરખા, બાજુબંધ પૂર્વે તમને દીધાં ન હતા, તે તમારા ભાઈ જયસેનકુમારે કહ્યા છે. રાજા માટે બે દિવ્ય વસ્ત્ર મૂક્યાં છે. એવું સાંભળી રાણી. દશેઠને ઘેર આવી. પિતાના મુકેલાં વસ્ત્રાભૂષણ લઈ સેવકને આશીષ દઈ તે વસ્ત્રાભર, પહેરી બાજુબંધ બાંધી પિતાને મંદિર આવી તે બેરખા જડાવ પહેરેલા દેખી સખિઓના નેત્રને-આનંદ ઉપજે. સખિઓ આનંદ પામીને કહે છે કે, હે બાઈ ! એવાં બાજુબંધ. કયાંય દીઠાં નથી. એ મોટું આશ્ચર્ય ઉપજાવે એવા છે, એ રાજાએ કરાવ્યા એ છે એવી વાત હાસ્ય વિનોદની કરે છે એવામાં શંખ રાજા પણ ત્યાં આજે. તે હાર્દ વિદ સાંભળી ગેખે બેઠે, તેવામાં કલાવતીને હાથે જડાવબાજુબંધ દીઠા. તેથી તેને