Book Title: Prekshadhyana Adhar ane Swaroop Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 8
________________ અહિંસા, શાંતિ અને આનંદની પ્રસ્થાપનાના મંગલમય લયની સમ્રાપ્તિ થઈ શકે. પ્રેક્ષા-ધ્યાન ભિન્ન ભિન્ન લેકે માટે ભિન્ન ભિન્ન ક્ષેત્રને પ્રભાવિત કરનાર પ્રયોગ સિદ્ધ થઈ શકે છે કારણ કે તેના દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તર ઉપર જુદા જુદા પ્રકારના લાભ પ્રાપ્ત કરી શકાય છે. કોઈપણ ધર્મ, સમ્પ્રદાય, જાતિ વગેરેના ભેદભાવ સિવાય પ્રેક્ષા-ધ્યાનને અભ્યાસ કરી શકાય છે. અલબત્ત, પ્રેક્ષાધ્યાન સહેલાઈથી શીખી શકાય છે, છતાં પણ તે સારી રીતે શીખવા માટે અનુભવી તેમ જ પ્રશિક્ષિત સાધકોની પાસે તેનું પ્રશિક્ષણ લેવું અત્યંત આવશ્યક છે. વ્યાપક સ્તર સુધી લોકે એનાથી પ્રશિક્ષિત થઈ શકે એ માટે પ્રેક્ષાધ્યાન શિબિરનું આયોજન વખતેવખત કરવામાં આવે છે. આ દષ્ટિએ પણ બે સાધના કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે; જેમાંનું એક કેન્દ્ર તુલસી અધ્યાત્મ નીડમ, જન વિશ્વભારતી, લાડનું, (રાજસ્થાન)માં તથા બીજુ કેન્દ્ર અધ્યાત્મ સાધના કેન્દ્ર, મહરૌલી (નવી દિલ્હી)માં છે. પાછળનાં ચારેક વર્ષોમાં આ કેન્દ્રોમાં તેમ જ અન્ય સ્થળોએ થયેલ શિબિરોના માધ્યમથી હજારો સાધકે પ્રેક્ષા–ધ્યાનના અભ્યાસમાં પ્રશિક્ષિત થયા છે, જેમાં વૈજ્ઞાનિક, ડેકટર, એન્જિનીયર, પ્રાધ્યાપક, અધિકારી વગેરે બુદ્ધિજીવી તથા જૈન, સનાતન, શીખ વગેરે જુદા જુદા ધર્મોના અનુયાયીઓ પણ સામેલ થયેલા છે. શિબિર સિવાય પણ હજારોની સંખ્યામાં લેને પ્રેક્ષાધ્યાનને અભ્યાસ કરાવવામાં આવે છે. આ વિધિની સાધના કરનાર અનેક વ્યક્તિઓને જીવન-પરિવર્તનની ભૂમિકા સુધી પહોંચાડવાની ક્ષમતા પ્રાપ્ત થઈ છે. અનેક લેકેએ અહીં શારીરિક સ્વાશ્ય પ્રાપ્ત કર્યું છે તથા સેંકડોની સંખ્યામાં લેકે માનસિક તનાવ તેમ જ અન્ય માનસિક રોગોથી પણ મુક્ત બની શક્યા છે. Jain Education International For Private 5ersonal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64