Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ વર્તમાનને જ જાણ અને વર્તમાનમાં જીવવું તે જ ભાવક્રિયા છે. યંત્રવત્ જીવન જીવવું, કાલ્પનિક જીવન જીવવું અને કલ્પનાકમાં ઉડ્ડયન કરવું તે દ્રવ્યક્રિયા છે.' આપણે વધારે પડતે સમય ભૂતકાળની ગડમથલમાં કે ભવિષ્યની કલ્પનાઓમાં વ્યતીત થાય છે. અતીત પણ વાસ્તવિક નથી અને ભવિષ્ય પણ વાસ્તવિક નથી. વાસ્તવિક તે માત્ર વર્તમાન જ છે. વર્તમાન જેના હાથમાંથી સરી જાય છે તે તેને કદી પકડી શકો નથી. વાસ્તવિકતા તે એ છે કે જે કાંઈ થાય છે તે વર્તમાનમાં જ થાય છે, પરંતુ માનવી તેના પ્રત્યે જાગરૂક રહેતું નથી, ભાવક્રિયાને પહેલે અર્ધ વર્તમાનમાં જીવવું તે છે. ભાવદિયાને બીજો અર્થ જાણીને–સમજીને કરવું. આપણે જે કાંઈ કરીએ છીએ તે સંપૂર્ણ મનથી નથી કરતા. મનના ટુકડા કરી નાંખીએ છીએ. કામ કરીએ છીએ પણ મન ક્યાયે ભટક્યા કરે છે. તે કામની સાથે જોડાયેલું નથી રહેતું–કામ થાય છે પણ અમનસ્કતાથી થાય છે. તે કામ સફળ પણ નથી થતું. કાર્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પિત થયા સિવાય તેનું પરિણામ જરા પણ સારું આવતું નથી. તેમાં શક્તિ પણ વધારે ક્ષીણ થાય છે, અનાવશ્યક શક્તિને વ્યય થાય છે અને કામ પણ પૂર્ણ થતું નથી. એટલે આપણે જે સમયે જે કામ કરીએ તે સમયે આપણું શરીર અને મન બંને ૧. જેમાં ફક્ત શરીરની જ ક્રિયા હેય, તે દ્રવ્યક્રિયા છે. જેમાં શરીર અને ચિત્ત બનેની સંયુક્ત ક્રિયા હેય તે ભાવક્રિયા છે. Jain Education International For Private 55ersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64