Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ અધ્યાત્મ-સાધનાના માધ્યમથી યોગ્ય વિકાસ કરવામાં આવે તે તે શક્તિ આપણી માનસિક તેમજ શારીરિક અનેક વ્યાધિઓ અને તનાવનું સમાધાન કરી શકે છે. આધુનિક બા–ફડબેક પદ્ધતિનાં સાધના પ્રયોગથી વૈજ્ઞાનિકેએ ધ્યાનની ક્ષમતાને વૈજ્ઞાનિક સંદર્ભ આપ્યો છે. માનવની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (એન્ડોક્રાઈન અથવા ડકટલેસ લૅસ) તેમજ તેના સ્વભાવ તથા આચરણ પર પડનાર પ્રગાઢ પ્રભાવની બાબતમાં આધુનિક વિજ્ઞાનક્ષેત્રે જે અધ્યયન થયું છે તેનાથી અત્યાર સુધી તે દિશામાં થયેલા વિકાસમાં એક નવી કડી ઉમેરાઈ છે, જેડાઈ છે. શરીરવિજ્ઞાન તેમ જ મને વિજ્ઞાનના આ નવીન વિકાસના માધ્યમથી આજે આપણે એ જાણું શકયા છીએ કે ભાવનાત્મક ભય, ધૃણુ, ક્રૂરતા અને એવી જ અન્ય પાશવી વૃત્તિઓને મૂળ સ્ત્રોત શું છે ? તેની સાથેસાથ અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર તેમ જ નાડી-તંત્રમાં વિકસિત વિજ્ઞાનથી આપણું ઘણું જ અજ્ઞાન દૂર થયું છે. માનવીના શરીરની અંદર આ બંને તંત્રની એક સંયુક્ત પરંપરા કાર્ય કરી રહી છે તથા પ્રત્યેક વ્યક્તિની માનસિક દશાઓ અને વૃત્તિઓ પર તેને પ્રગાઢ પ્રભાવ પડે છે તેવું પણ જાણવા મળ્યું છે. શરીરવિજ્ઞાન તેમજ મને વિજ્ઞાન દ્વારા આ બધાં જ તના પ્રગટીકરણના સંદર્ભમાં હવે એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે ધ્યાન દ્વારા આંતરિક પ્રણાલિઓ પર પડનાર પ્રભાવને નકારી શકાય તેમ નથી. હવે ધાનને સમસ્યાત્મક કે ગૂઢ તને લેબાસ પહેરાવવાની કે તેને ફક્ત ધાર્મિક ક્રિયા કે અંધ-માન્યતાનું સ્વરૂપ આપવાની પણ આવશ્યકતા રહેતી નથી. પ્રેક્ષા ધ્યાન પદ્ધતિ તે એવી પદ્ધતિ છે, જેનાથી પ્રાચીન દાર્શનિકે દ્વારા પ્રાપ્ત બોધ તેમ જ સાધનાપદ્ધતિને આધુનિક વૈજ્ઞાનિક સંદર્ભોથી પ્રતિપાદિત કરવામાં આવ્યાં છે તથા બનેનાં તુલનાત્મક અધ્યયન તેમ જ વિવેચનના આધારે યુગ-માનસને એ રીતે પ્રેરિત કરી શકાય છે કે જેથી માનવીના પાશવી આવેશ નાશ પામે તેમ જ વિશ્વમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64