Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ ઉપર બતાવવામાં આવ્યું જ છે કે પ્રેક્ષાધ્યાન આત્મા દ્વારા આત્માને જોવાની પદ્ધતિ છે. આત્માને જોવાનું પ્રથમ દ્વાર છે. શ્વાસ. અંતર્યામીનું પ્રથમ દ્વાર “શ્વાસ છે. જ્યારે અંદરની યાત્રા શરૂ થાય છે ત્યારે પ્રથમ પ્રવેશદ્વાર શ્વાસ-દ્વારમાંથી પસાર થવું પડે છે. જ્યારે શ્વાસની સાથે મન અંદર જવા માંડે છે, ત્યારે અંતર્યાત્રા શરૂ થઈ જાય છે. શ્વાસ આત્મા છે. એટલા માટે જ જ્યાં સુધી આપણે પહોંચવા ઈચ્છીએ છીએ ત્યાં સુધી તેના દ્વારા જ પહોંચી શકાય છે. આત્માના દ્વારા જ આત્માને જુઓ-ને અર્થ છે, ચિત્ત દ્વારા શ્વાસનાં સ્પંદનેને જેવાં સમવૃત્તિ શ્વાસ-પ્રેક્ષા જેવી રીતે દીર્ઘ શ્વાસ પ્રેક્ષાધ્યાનનું મહત્ત્વપૂર્ણ અંગ છે, તેવી જ રીતે સમવૃત્તિ શ્વાસપેક્ષા પણ તેનું એક ખૂબ મહત્વપૂર્ણ અંગ છે. ડાબા નસકોરાથી શ્વાસ લઈને જમણા નસકોરાથી તે બહાર કાઢ અને જમણા નસકેરાથી શ્વાસ લઈને ડાબા નસકેરાથી તે બહાર કાઢ-આ છે સમવૃત્તિ શ્વાસપેક્ષા. તેને જે, તેની પ્રેક્ષા કરવી, તેની સાથે ચિત્તને યોગ કરે તે બધી ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. સમવૃત્તિ શ્વાસ-પ્રેક્ષાના માધ્યમથી જ ચેતનાનાં વિશિષ્ટ કેન્દ્રોને પણ જાગૃત કરી શકાય છે. તેને સતત અભ્યાસ અનેક ઉપલબ્ધિઓમાં સહાયક બને છે. Jain Education International છે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64