Book Title: Prekshadhyana Adhar ane Swaroop
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ સંપાદકીય [પ્રથમ આવૃત્તિ] પ્રેક્ષા ધ્યાન અને યુવાચાર્ય મહાપ્રજ્ઞ આ બને નામ આજે તે પરસ્પરનાં પર્યાયરૂપ બની ગયાં છે. લગભગ ચારેક વર્ષ અગાઉ પૂ. આ. તુલસી અને પૂ. યુવાચાર્ય મહાપ્રાજી અમદાવાદની ધરતી ઉપર પધારેલા ત્યારે પ્રત્યેક કક્ષાની અને પ્રત્યેક વયની વ્યક્તિએ તેઓશ્રીની પ્રતિભાનાં ઓજસને અનુભવ કર્યો હતેા. સાધુઓ બધા સાધક નથી હોતા. પૂ. મહાપ્ર૪જી પરમ સાધક છે. પ્રેક્ષાધ્યાનની પદ્ધતિના વ્યાપક પ્રચાર-પ્રસાર દ્વારા એમણે ધર્મ અને વિજ્ઞાનને સમન્વય સાધવા ઉપરાંત માનવીને માનસિક તનાવમાંથી મુક્ત કર્યો છે અને તેના ભીતરની શુભ બાબતોને પાંગરવાની અનુકૂળતા કરી આપી છે એ માટે સમાજ તેઓશ્રીને સદાય ઋણી રહેશે. પૂ. મહાપ્રજ્ઞજી પ્રેરિત પ્રેક્ષાધ્યાનની સર્વજનહિત સંવર્ધક પ્રવૃત્તિને, અમદાવાદ અને ગુજરાતમાં શ્રીમતી કાન્તાબહેન સુરાણું પ્રાયોગિક રૂપે દર સપ્તાહે શિબિરો યોજીને ઉછેરી રહ્યાં છે. તે બીજી તરફ શ્રી શુભકરણ સુરાણું સંનિષ્ઠ પુરુષાર્થ દ્વારા પૂ. મહાપ્રજ્ઞજીનાં આવાં મૂલ્યવાન પુસ્તકોના વધુ ને વધુ ગુજરાતી અનુવાદ કરાવીને ગુજરાતી સમાજ સામે મૂકે છે. આ અર્થમાં આ દંપતીની આ સેવાઓ ચિરસ્મરણીય બની રહેશે. “જીવનવિજ્ઞાન ગ્રંથમાળા'નું આ પ્રથમ પુષ્પ છે, હજુ અન્ય પુસ્તિકાઓ પ્રગટ કરવાને દઢ ઉપક્રમ છે. ગુજરાતી વાચકે અને જિજ્ઞાસુઓની લાગણી અને માગણીથી પ્રેરાઈને ગુજરાતી ભાષામાં તૈયાર કરેલી આ શ્રેણે સહુકોઈને ગમશે જ તેવી ઊંડી શ્રદ્ધા છે. ૨૬, જાન્યુઆરીઃ ૧૯૮૭ –રોહિત શાહ [દ્વિતીય આવૃત્તિ માત્ર સાત મહિનામાં બીજી આવૃત્તિ પ્રગટ કરવી પડે છે, તે બાબત જ આ પુસ્તકની અને પ્રેક્ષા ધ્યાનની ઉપયોગિતાનું મહત્વ સિદ્ધ કરે છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64