Book Title: Pravachana Ratno 1
Author(s): Kanjiswami
Publisher: Vajubhai Ajmera Vardha

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રાસ્તાવિક : દ્વિતીય આવૃત્તિ પ્રસંગે પ્રસ્તુત પુસ્તકની પ્રથમ આવૃત્તિ રાજકોટના પંચકલ્યાણકના પાવન પ્રસંગે પ્રકાશિત થયેલ. તેમાં દર્શાવેલ જ્ઞાનના સ્વ-પર પ્રકાશક સ્વભાવની પૂ. ગુરુદેવશ્રી દ્વારા થયેલ ચોખવટ તથા જ્ઞાન તો સદાકાળ જ્ઞાનનેજ જાણે છે તે તથ્ય તેમજ અનંત સામર્થ્ય સંપન્ન ભગવાન આત્માના અમૂર્તિક આત્મ પ્રદેશોમાં સ્વચ્છત્વના પરિણમનરૂપ સ્વ-૫૨ના પ્રતિભાસને કારણે સ્વ-૫૨ સંબંધીનું જ્ઞાન થવામાં જ્ઞાનની પર્યાયને પરની સાપેક્ષતા કે ૫૨ સન્મુખતાની આવશ્યક્તા રહેતી નથી તે વાસ્તવિક્તાના ખુલાસાથી જ્ઞાનની જાણન પ્રક્રિયાની ઘણી સ્પષ્ટ ચોખવટ થઈ. આધારરૂપે પૂ. ગુરુદેવશ્રીના મંગલ પ્રવચનો વાંચી ઘણા જીવોએ ભારતના અન્ય અન્ય સ્થળોએથી ખુશી વ્યક્ત કરી. ગુરુભક્ત પંડિતજનોના હર્ષયુક્ત પત્રો આવવાથી આ વિષયની સારી ચોખવટ થઈ એમ મને લાગ્યું. આવો પ્રયાસ ફળદાયી નીવડયો. પ્રથમ આવૃત્તિની બધી પ્રતો વહેંચાઈ જતાં આ બીજી આવૃત્તિ પૂ. ગુરુદેવશ્રીના ૧૯મા સમાધિદિને પ્રકાશિત કરતાં પૂજ્યશ્રીને શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું અને એવી આશા રાખું છું કે પૂજ્ય ગુરુદેવશ્રીના જે પ્રવચનો આ પુસ્તકમાં સંકલિત કરવામાં આવેલ છે તે સર્વ નિજ હિતાકાંક્ષી આત્માર્થી જીવોને જ્ઞેય સંબંધીની અનાદિની ભ્રમણામાંથી મુક્ત કરીને સ્વજ્ઞેયને સ્વીકારી ધ્યેયપૂર્વક શેયરૂપ પરિણમન થવામાં ઉપકારી બનશે. દિનાંક: ૨૮-૧૧-૧૯૯૮ પૂજ્ય ગુરુદેવશ્રીનો સમાધિદિન વજુભાઈ અજમેરા રાજકોટ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 238