________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્યરસનો ગ્રંથ
૭
ભલેને ભિખારી રહ્યા! શું તમે ધાન્ય બજારમાં વેરાયેલા દાણાઓને ઉઠાવી ઉઠાવીને ભેગા કરતા ભિખારીઓને નથી જોયા? ને એ રીતે જીવનનિર્વાહ ચલાવતા નથી જોયા? જમીન પર પથરાયેલા વિખરાયેલા અન્ન-કણોને વીણીવીણીને ખાતાં પક્ષીઓને નથી જોયાં? તેમ આપણે પણ જિનશાસનના-રંજનઆગમોનાં વેરાયેલાં તત્ત્વોને વીણીવીણીને ભેગાં કરીએ તો? જેમની પાસે શ્રુતવૈભવ છે, જેમની પાસે બુદ્ધિવૈભવ છે, તેમના ધરનાં આંગણે થોડા-ઘણા શ્રુતજ્ઞાનના દાણા અને બુદ્ધિના કળિયા વેરાયેલા પડ્યા જ હોય! તેને નિર્ભયતાથી વીણો! તે વૈભવશાળીઓ કરુણાવંત છે, આપણને વીણવા દેશે!
ગ્રંથકાર કહે છે : ‘તે વેરાયેલા પ્રવચન-અર્થોને વીણીવીણીને ભેગા કરવા માટે જ હું સર્વજ્ઞશાસનરૂપ નગરમાં પ્રવેશ કરવા ચાહું છું!'
ત્રીજા અને ચોથા શ્લોકનું તાત્પર્ય આ છે : સર્વજ્ઞશાસનને સમજવું, દ્વાદશાંગીના ગહન અર્થોનો અવબોધ પ્રાપ્ત કરવો અતિ કઠિન છે. અલ્પજ્ઞાની અને અલ્પમતિ જીવો માટે જિનભાષિત તત્ત્વોનો પરિચય કરવો અશક્ય છે.
વૈરાગ્યસનો ગ્રંથ
बहुभिर्जिनवचनार्णवपारगतैः कविवृषैर्महामतिभिः ।
पूर्वमनेकाः प्रथिताः प्रशमजननशास्त्र पद्धतयः ॥ ५ ॥
અર્થ : જિનવચનના સાગરનો પાર પામેલા ચૌદપૂર્વધરોએ કે જેઓ શ્રેષ્ઠ કવિ હતા, બુદ્ધિ વૈભવવાળા હતા, તેઓએ મારા પૂર્વે વૈરાગ્યને ઉત્પન્ન કરનારી અનેક રચનાઓ પ્રકાશિત કરી છે.
વિવેત્તન : ગ્રન્થકાર આચાર્યદેવની સામે એવી અનેક ગ્રંથરચનાઓ પડેલી છે કે જે ગ્રંથરચના વૈરાગ્યરસથી મુમુક્ષુ આત્માઓને તરબોળ કરી દે. પ્રશમભાવના શીતલ સરોવરમાં સર્વાંગીણ સ્નાન કરાવી દે.
તે ગ્રંથોની રચના કરનારા મહાપુરુષો તરફ પણ ભગવાન ઉમાસ્વાતિ જુએ છે ! એમના પ્રત્યે એમને હાર્દિક બહુમાન, આંતરિક પ્રીતિ અને અવિહડ શ્રદ્ધા છે. જ્ઞાની જ જ્ઞાનીને સમજી શકે, ઓળખી શકે, તેમનું મૂલ્યાંકન કરી શકે. જે ગ્રંથો તેમની સામે છે, એની રચના કરનારા ચૌદ પૂર્વધર શ્રુતકેવળી ભગવંતો હતા, મહાકાવ્યોનું અદ્ભુત સર્જન કરનારા શ્રેષ્ઠ કવિઓ હતા. બુદ્ધિનો અખૂટ ખજાનો ધરાવનારા મહાપ્રજ્ઞાવંત પુરુષો હતા!
આ એક શ્રમણપરંપરા છે કે જિન-કથિત ભાવોને લઈ નવા-નવા ગ્રન્થોનું
For Private And Personal Use Only