Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 6
________________ G પ્રબુદ્ધજીવન શૂન્યાવકાશને કારણે જ થર્મોસ (Flask)માં ઠંડી વસ્તુ ઠંડી રહે છે અને ગરમ વસ્તુ ગરમ રહે છે. બહારની અંદરમાં કોઇ અસર નહિ તેમ અંદ૨થી બહારમાં કોઇ અસર નહિ. એના જેવી આ વાત શૂન્ય તત્ત્વની શૂન્યતાની છે. શૂન્ય તત્ત્વ તો સ્થૂળ અને સૂક્ષ્મથી પર એવું અરૂપી તત્ત્વ છે. વ્યવહારમાં પણ શૂન્યને કોઇ રકમમાં ઉમેરો કે પછી કોઇ રકમમાંથી બાદ કરો તો તે રકમ તેની તે જ રહે છે અને શૂન્ય પણ શૂન્ય જ રહે છે. આત્માનું સ્વરૂપ પ્રદેશથી પરમ સ્થિર છે. અને ઉપયોગ તેમજ પર્યાયથી અવિનાશી છે. આત્માનું આ જે પરમ શુદ્ધ પરમાત્મ સ્વરૂપ પ્રદેશ સ્થિરત્વતા અને પર્યાય-ઉપયોગ અવિનાશીતાનું છે. તેથી વિપરીત દેહ છે. તે પુદ્ગલનો બનેલ હોવાથી અસ્થિર અને વિનાશી છે, તેને દેહભિન્નતાએ કરીને પ્રાપ્ત કરવાનું છે. આજે આત્માનું સ્વરૂપ છે તે જ કેવળજ્ઞાન-કેવળ ચૈતન્યત્વ છે. જ્યાં ‘પર’ અને ‘જડ’ એવાં દેહાદિ કશાનું નામનિશાન નથી. માત્ર શુદ્ધ ચૈતન્યત્વ જ છે. અબ્રહ્મ અર્થાત્ જડ જ ચેતનને એટલે કે બ્રહ્મને નડે છે, માટે જ છદ્મસ્થ અવસ્થામાં વેદાંત દર્શને ‘ઝયમ્ આત્મા વ્રજ્ઞા' કહેલ છે. જેઓ બ્રહ્મસ્વરૂપ-સિદ્ધસ્વરૂપને પામ્યા છે તેઓને જડ-અબ્રહ્મ નડતા નથી. તેઓને અનૂકૂળ કે પ્રતિકૂળ જડની કોઇ જ અસર થતી નથી, એવી બ્રહ્માવસ્થામાં-કેવળી અવસ્થામાં- પરમાત્માવસ્થામાં રહેલાં માટે વેદાંતમાં 'સર્વ હજુ ફલમ બ્રહ્મ કહેલ છે. દિવ્યજ્ઞાન સ્થૂલ એવાં શરીર, ઇન્દ્રિય અને સૂક્ષ્મ એવાં પ્રાણ, મન અને બુદ્ધિથી પર છે, કારણ કે તે અતીન્દ્રિય જ્ઞાન-દિવ્યજ્ઞાન છે. જ્યારે શરીર ઝૂકે છે–નમે છે. ઇન્દ્રિયો અંતરમુખી થઇ હોય છે, પ્રાણ સમ ચાલે છે, મન શાંત - પ્રશાંત હોય છે અને બુદ્ધિ બુદ્ધ થઇ હોય છે ત્યારે દિવ્યજ્ઞાનનો સંપર્ક થાય છે અને પરમાત્માએ આપેલું જ્ઞાન દિવ્યજ્ઞાન બની જાય છે. સ્થૂલ પુદ્ગલદ્રવ્યના જે ગુણધર્મો છે તેનાથી વિરુદ્ધ ગુણધર્મો શૂન્ય એવાં આત્માના છે. તા. ૧૬-૧-૯૮ શૂન્યત્વ એટલે કાંઇ વસ્તુ અભાવ કે જીવત્વ અભાવ નહિ પરંતુ અસર અભાવ. પાંચે અસ્તિકાય સાથે સિદ્ધ પરમાત્મા એક ક્ષેત્રી વિદ્યમાન હોતે છતાં જે નિર્લેપતા છે તે જ અસર અભાવ શૂન્યત્વ છે. શૂન્યત્વ એટલે શિવત્વ ! મન પોતે પોતાને પકડીને રમે તે ઊંચી સાધના છે. એનાથી અપ્રમત્તતા આવતી જાય છે. મનથી મનને પકડવા વડે કરીને બાહ્ય સાધનો ભૂલાય છે, છૂટતાં જાય છે અને આગળ આગળની સાધનાની ભૂમિકાએ તો સ્વયંનો દેહ પણ ભૂલાઈ જાય છે અને દેહાતીત દશા વર્તે છે. ભેદજ્ઞાનથી માત્ર સ્થૂળ દેહના જ નહિ પરંતુ સૂક્ષ્મદેહ એટલે કે કારણદેહ અને મહાકારણ અર્થાત્ અવિધા-અજ્ઞાનના પણ સાક્ષી બનવાનું છે. ભેદજ્ઞાનથી અંતરમનને જોવાનું છે. જોનારાથી જોવામાં આવતી ચીજ જુદી-ભિન્ન હોય છે. વિનાશી વિકલ્પ અર્થાત્ ઉપયોગ પણ ‘સ્વ’ હોવા છતાં તે ઉત્પાદ-વ્યય યુક્ત હોવાથી એટલે કે ઉત્પન્ન મન માટે લીલા ક૨વાની ભૂમિ, રંગભૂમિ, રંગમંચ સ્થૂલ દેહ છે. મન, દેહને સુખનું સાધન માનીને ચાલે છે. મનને-મોહને રમવાના ૨મકડાં ભોગસુખની, દેહના-ઇન્દ્રિયોના ભોગસુખની સાધન સામગ્રી છે. એટલું જ નહિ તે મનને ગલગલિયાં કરાવનારી, મનના અહંને (સ્ફુરિત) થઇને ચાલી જવાવાળો હોવાથી ‘પર’ છે. એ ક્ષણિક ‘સ્વ’પોષનારી સામગ્રી છે. એટલે સુધી કે લોકેષણાને પણ મનનો મોહ-મનના ગલગલિયાં કહેલ છે. છે. બીજી ક્ષણે ‘પર’ છે. જ્યારે અવિનાશી ઉપયોગ અર્થાત્ કેવળજ્ઞાન નિત્ય ‘સ્વ’ હોવાથી આત્માથી કદી ય છૂટો પડતો નથી. એવાં એ અવિનાશી ઉપયોગ-કેવળજ્ઞાનની પ્રાપ્તિ, વિનાશી ઉપયોગના વિકલ્પના સાક્ષી બનીને અવિનાશી ઉપયોગ કેવળજ્ઞાન તરફ દૃષ્ટિ કરવાથી-લક્ષ્ય રાખવાથી પ્રાપ્ત થાય છે. મોહની અસર સર્વથા જાય એટલે જીવ, શિવ બને છે. અરિહંત – કેવળી ભગવંત બને છે. કેવળજ્ઞાનનું પ્રગટકીરણ છે ત્યારે ય સ્થૂલ એવો દેહ અને વેદનીયની અસ૨ તો રહે જ છે. દેહભાવ, દેહભાન ભલે ચાલ્યું ગયું હોય અને દેહાતીત દશામાં-વિદેહી દશામાં વર્તતા હોય તો પણ કેવળીભગવંતોને દેહ હોય છે અને દેહધર્મ હોય છે, કેવળજ્ઞાન ધ્યાન અને સમાધિથી પર છે. સમાધિમાં મન સમ થાય છે. પણ મન રહે તો છે જ ! જ્યારે કેવળજ્ઞાની ભગવંતને યોગ (મન-વચન-કાયા) રહ્યો પણ ઉપયોગમાંથી મોહ ગયો, પરંતુ જ્યારે વેદનીયની અસર સર્વથા જાય છે અને અદેહી-અશરીરી-નિરંજન-નિરાકાર- અવસ્થાને એટલે કે સિદ્ધત્વને જ્યારે જીવ - આત્મા પ્રાપ્ત કરે છે ત્યારે શૂન્યત્વ આવે છે. જીવ જીવે છે. એમાં શરીર સ્થૂલ છે; ઇન્દ્રિય સ્કૂલ- સૂક્ષ્મ છે; પ્રાણ સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની સાથે છે અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સૂક્ષ્માતિસૂક્ષ્મ છે અર્થાત્ સૂક્ષ્મ-સૂક્ષ્મ છે. મનમાં જ મોહ અને અજ્ઞાન રહેલ છે. મનોયોગ પ્રમાણે આઠેય કર્મોનો બંધ થાય છે. માટે જ પ્રથમ સૂક્ષ્માતિસૂક્ષ્મ શરીર એટલે કે મનને મારવાનું છે, મનને મનાવવાનું છે, મોહને દબાવવાનો છે અને મારી હઠાવવાનો છે. અને અંતે અમન, ઇચ્છારહિત, નિર્મોહી, નિરીહી, વીતરાગી, સર્વજ્ઞ બનવાનું છે . મનને ખતમ કરી અમન થવાનું છે. મોહનીયકર્મનો પ્રથમ શ્રયોપશમ મનને મનાવીને સુધારવાનું છે. અંતે સુધરેલા મનથી, સુમનથી કરવાનો છે અને પછી મોહનો સર્વથા ક્ષય કરવાનો છે. સૂક્ષ્મ મનથી શૂન્ય એવાં આત્મામાં જઇ સ્થિર થવાનું છે. સૂક્ષ્મ સંબંધનો અભાવ થયા બાદ (ઘાતિકર્મોનો નાશ થયા બાદ) સ્થૂલ સંબંધ (દેહાદિ)નો (અઘાતિકર્મીનો) અભાવ થાય છે અને પછી શૂન્યમાં પ્રવેશ થાય છે-સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે. મન સ્થૂલ એવાં દેહમાં રહેલ છે. આત્માના શુદ્ધ દ્રવ્ય, ગુણ, પર્યાય એ આપણું શૂન્ય તત્ત્વ આત્મા, એ સૂક્ષ્મ મનમાં રહેલ છે અને સૂક્ષ્મ આત્માની શૂન્યાવસ્થા છે. જે નિર્લેપ, નિર્વિકારી, નિરંજન, નિરાકાર, નિષ્કષાય, નિર્મળ, નિરીહી અવસ્થા છે, જેને વિશ્વનું કોઇપણ તત્ત્વ, કોઇપણ બનાવ, ક્યારેય પણ, કશે પણ, કશીય અસર પહોંચાડી શકતું નથી. જ્યારે એથી વિપરીત સંસારી જીવ સાંજન, સલેપ, સમલ, સાકાર, આવરણ છે જે જીવની અશુદ્ધતા છે. જીવ જ્યારે નિરાવરણ થાય છે ત્યારે નિરંજન નિર્લેપ, નિર્મલ, નિરાકાર, નિરાવરણ બને છે. ભાવમન એટલે કે જ્ઞાનના વિકલ્પોની સાદિ-સાન્ત ભાવોમાં ચાલી રહેલી પરંપરા. ટુંકમાં મનમાં વર્તતાં રાગ, મોહ, અજ્ઞાન એ જ ભાવમન છે. તીર્થંકર પરમાત્માઓએ તથા કેવળી ભગવંતોએ પોતાના ભાવમનનો, કેવળજ્ઞાન થયેથી નાશ કરેલ છે. એમને જ્યાં સુધી દેહ હોય છે ત્યાં સુધી કેવળ દ્રવ્યમન જ વર્તે છે. ભાવમનનો નાશ થયેથી જીવ નિશ્ચયથી દુઃખરહિત, દુઃખમુક્ત થાય છે. સર્વ દુઃખોનો સર્વથા અન્ન થાય છે. દુ:ખાન્ત થાય છે અને નિતાંત સુખ પામે છે. કેવળજ્ઞાનની, ગુણસ્થાનક આરોહણની, સાધનાની, સ્વરૂપ પ્રાપ્તિની એ પ્રક્રિયા Process છે. આત્માનું સ્વરૂપ કેવળજ્ઞાન એ માત્ર જ્ઞાન અને ઉપયોગરૂપ છે. જ્યારે મતિજ્ઞાન, શાન, ધ્યાન અને વિકલ્પરૂપ ત્રણ પ્રકારે છે. કેવળજ્ઞાનના ધ્યાન વડે મતિજ્ઞાન, કેવળજ્ઞાનમાં પરિણમે છે. ધ્યાન-સમાધિ એ મતિજ્ઞાનને અને કેવળજ્ઞાનને જોડવા રૂપ કડી-મધ્યાવસ્થા છે. ધ્યાન-સમાધિ એ સ્વરૂપ નથી પણ સાધના છે. મતિજ્ઞાનમાં-બુદ્ધિમાં સ્વરૂપ આવશે નહિ, સ્વરૂપ સમજાશે નહિ તો વેદાશે નહિ. મતિજ્ઞાનમાં કેવળજ્ઞાનના સ્વરૂપને જેણે જાણ્યું તેણે બોધિ દર્શન કર્યું કહેવાય. એને બોધ થયો લેખાય. સ્વરૂપને જાણીને, સ્વરૂપને સમજીને, સ્વમાં સ્વજ્ઞાનને વેદીએ તેને ચારિત્ર કહેવાય.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 148