Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 5
________________ તા. ૧૬-૧-૯૮ પ્રબુદ્ધજીવન કેવળજ્ઞાન--સ્વરૂપ ઐશ્વર્ય D પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી (ગતાંકથી ચાલુ-૬) મતિજ્ઞાન કેવળજ્ઞાનથી વિરુદ્ધ દશાવાળું હોવા છતાં મતિજ્ઞાનમાં કેવળજ્ઞાનના વિશેષણોની વિચારણા : આત્મા+જ્ઞાન+નિરાવરણતા–કેવળજ્ઞાન. આત્મા+જ્ઞાન+આવરણતા=મતિજ્ઞાન. મતિજ્ઞાન એટલે જ્ઞાનાવરણીય કર્મ અર્થાત્ પુદ્ગલ-કાર્મણવર્ગણા અને ચૈતન્ય ઉપયોગનું મિશ્રણ. પારમાર્થિક પ્રત્યક્ષજ્ઞાન એક માત્ર કેવળજ્ઞાન જે છે, જે અતીન્દ્રિય સંપૂર્ણજ્ઞાન છે. જ્યારે બાકી બીજાં બધાંય જ્ઞાન ઇન્દ્રિયજનિત હોવાથી પરોક્ષ જ્ઞાન છે, કારણ કે ઇન્દ્રિયો પોતે ૫૨ છે. અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન જો કે દિવ્ય અતીન્દ્રિય જ્ઞાન જ હોવા છતાં સંકલ્પપૂર્વકનું સીમિતજ્ઞાન હોવાથી તે જ્ઞાન પણ સહજ પ્રત્યક્ષ જ્ઞાન નથી. કેવળજ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાન હોવા ઉપરાંત તે સ્વાધીન, અવિકારી, અવિનાશી પૂર્ણ જ્ઞાન છે. જ્યારે મતિજ્ઞાન ઇન્દ્રિયજનિત, વિકારી, વિનાશી અને અપૂર્ણજ્ઞાન છે. એ અવિકલ્પક જ્ઞાન છે. છતાં આવા ઇન્દ્રિયજનિત મતિજ્ઞાનની અલ્પતા-સીમિતતા હોવા છતાં વિશેષ અને વિશેષ જાણવાની અને ભોગ-સુખ આનંદ માણવાની ઇચ્છા અને ખોજ જે સતત ચાલુ જ રહે છે એ જ બતાડે છે-સૂચવે છે કે જીવનું જ્ઞાન અસીમ છે, અનંત છે અને જીવોનો આનંદ પણ અસીમ અનંત → છે. કેવળજ્ઞાનનો જેવો નિર્વિકલ્પ ઉપયોગ છે તેવો આકાર મતિજ્ઞાનના ઉપયોગને નિરંતર આપવો જોઇએ; કારણ કે મતિજ્ઞાન વડે જ કેવળજ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. આમ મતિજ્ઞાનને-મતિજ્ઞાનના ઉપયોગને જે સવિકલ્પ છે તેને નિર્વિકલ્પ ઉપયોગનો ઘાટ આપવો એ કેવળજ્ઞાનની ભવ્ય દિવ્ય પૂજા છે. ધ્યાન એ અવિકલ્પ મતિજ્ઞાનના ઉપયોગને નિર્વિકલ્પ કેવળજ્ઞાનના ઉપયોગનો આકાર આપવાની પ્રક્રિયા છે. દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન દ્વારા આત્માના શુદ્ધ જ્ઞાન અને શાશ્વત આનંદને સત્ય સ્વરૂપે જાણવાનાં છે. અનાદિકાળથી આપણે જ્ઞાનથી કામ લઇએ છીએ. પરંતુ નથી તો જ્ઞાનથી જ્ઞાનને જાણ્યું એટલે કે મતિજ્ઞાનથી કેવળજ્ઞાનને જાણ્યું છે કે જ્ઞાનથી આનંદને માણ્યો છે, અર્થાત્ કેવળજ્ઞાનના લક્ષ્ય આત્મલીન થઇ ધ્યાન દ્વારા આનંદને માણ્યો-અનુભવ્યો છે. આપણા મતિજ્ઞાનથી આપણા કેવળજ્ઞાનને સમજવું એ આપણું ખરું જ્ઞાનધન છે. તેમ કેવળજ્ઞાનને નિરાવરણ કરવા રૂપ સાધના કરવી તે સાચું જીવન છે, અર્થાત્ જીવન જ્ઞાનમય અને ધ્યાનમય હોવું જોઇએ. એ ન ભૂલવું જોઇએ કે મતિજ્ઞાન, કેવળજ્ઞાનને જાણી તો શકે છે પણ । માણી કે અનુભવી શકતું નથી. એ તો કેવળજ્ઞાન જ કેવળજ્ઞાનને વેદી શકે છે-અનુભવી શકે છે. માટે જ મતિજ્ઞાનનાં જે કેવળજ્ઞાનથી વિરુદ્ધ ૐ વિશેષણ છે જેવાં કે ઇન્દ્રિયજનિતજ્ઞાન, વિકારીજ્ઞાન, વિનાશીજ્ઞાન, અલ્પજ્ઞાન, અપૂર્ણજ્ઞાન, સવિકલ્પ જ્ઞાન, ક્રમિક જ્ઞાન, પરાધીન, પરોક્ષજ્ઞાનમાંની ઇન્દ્રિય આધીનતા, પરાધીનતા, વિકારીતા, વિનાશીતા, અલ્પજ્ઞતા, સવિકલ્પકતા, અપૂર્ણતા, ક્રમિકતાને કાઢીશું તો જ જ્ઞાન, દિવ્ય અતીન્દ્રિય જ્ઞાન, સ્વાધીન, પ્રત્યક્ષજ્ઞાન, અવિકારીજ્ઞાન, અવિનાશીજ્ઞાન, સર્વજ્ઞતારૂપ પૂર્ણજ્ઞાન, અક્રમિક જ્ઞાન બનાવી શકીશું. અર્થાત્ કેવળજ્ઞાનું પ્રગટીકરણ કરી શકીશું. મતિજ્ઞાન જાતે અરૂપી હોવા છતાં મતિજ્ઞાનાવરણીય કર્મના સંબંધે ભાત રૂપીની છે. પોત અરૂપીનું છે પણ ભાત રૂપી છે. કેવળીભગવંત કેવળજ્ઞાનને વેદી શકે છે જ્યારે આપણે આપણા મતિજ્ઞાનથી માત્ર કેવળજ્ઞાનના સ્વરૂપને જાણી શકીએ છીએ. ભલે ૫ કેવળજ્ઞાનને વેદી શકતા નહિ હોઇએ તો પણ સંજ્ઞી મનુષ્યભવમાં કેવળજ્ઞાન અરૂપી તત્ત્વનું માનસચિત્ર તૈયાર કરી શકીએ છીએ. જે ધ્યાનના કામમાં આવે છે. જ્ઞાન તો ચૈતન્યના હોવાપણાનું ચિહ્ન છે અને સુખનું સાધન છે. આત્મા લક્ષણથી જેમ જ્ઞાનસ્વરૂપ છે તેમ કેવળજ્ઞાન સ્વયં પરમાત્મ સ્વરૂપ છે. જ્ઞાન પરમ તત્ત્વ છે. જ્ઞાન જ ૫રમાત્મા છે. જીવ કદી પણ જ્ઞાન વગરનો નથી. એટલે કે જડ નથી. તેમ જીવ કદી પણ સુખની ઇચ્છા વિનાનો નથી. માટે જ જ્ઞાનીએ મિથ્યાજ્ઞાનની સામે સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને પૂર્ણજ્ઞાન – કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનું લક્ષ્ય આપ્યું છે. એ જ કરી સત્, અવિનાશી, શાશ્વત, સ્વાધીન, અનંત એવાં આત્મસુખને પ્રમાણે અસત્, વિનાશી, પરાધીન, મિથ્યા સુખ ત્યાગીને તેમાં વિવેક પ્રાપ્ત કરવાનું લક્ષ્ય આપ્યું છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ચાર મૂંગા જ્ઞાન છે. અબોલ, અવાચ્ય જ્ઞાન છે. માત્ર શ્રુતજ્ઞાન જ વાચિક શાન છે-બોલ જ્ઞાન છે. જ્યારે મતિજ્ઞાન એ વિચાર શાન છે. શ્રુતજ્ઞાનમાંથી મતિજ્ઞાનમાં જવાનું છે. અંતે મતિજ્ઞાનને કેવળજ્ઞાનમાં પરિણમવવાનું છે. બોલમાંથી અબોલમાં જવાનું છે. શ્રવણ કરી મનન, ચિંતન, મંથન, ઉહાપોહ, કરી અંતે નિર્વિકલ્પ કેવળજ્ઞાન પામવાનું છે. અર્થાત્ શ્રુતજ્ઞાન વડે મતિજ્ઞાનનો વિકાસ સાધીને વિકસિત મતિજ્ઞાનથી શુકલ ધ્યાન ધરી કેવળજ્ઞાનનું પ્રગટીકરણ કરવાનું છે - કેવળજ્ઞાન અનાવૃત કરવાનું છે. જ્ઞાનાચારની પરાકાષ્ટ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાન છે, જ્યારે જ્ઞાનની પરાકાષ્ટા કેવળજ્ઞાન છે. મતિજ્ઞાનમાં સ્મરણ, વિચારણા, કલ્પના હોય છે, જ્યારે કેવળજ્ઞાનમાં સ્મરણ, વિચારણા, કલ્પના નથી હોતાં. સર્વ કાંઇ સહજ પ્રત્યક્ષ હોય છે. કેવળજ્ઞાન ક્ષેત્રાતીત અને કાળાતીત હોય છે. જ્યારે છદ્મસ્થ મતિ, શ્રુત, અવધિ, દેશ કાળના ભેદવાળાં હોય છે. મનઃપર્યવ એ ચારે ય જ્ઞાન દેશ (ક્ષેત્ર) કાળ પરિચ્છિન્ન હોય છે અર્થાત્ આત્મા સમ સ્વરૂપ છે. કેવળજ્ઞાન સમ છે. બાકીનાં ચારે ય જ્ઞાન વિષમ છે. જેમાં બે ભેદ પડે છે. અર્થાત્ જેનું પર્યાયાંતર – રૂપાંતર થાય તે વિષમ છે. જેટલા ઉપયોગ એટલા ભેદ. સમ એવું કેવળજ્ઞાન ક્યારે છે પ્રાપ્ત થાય ? ચિત્તવૃત્તિ નિરોધ યોગ દ્વારા મતિજ્ઞાનના ઉપયોગને સ્થિર કરવાથી સમ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થાય. 'समत्वम् योग उच्चते' આપણું મતિજ્ઞાન તો વર્તમાનમાં એવું છે કે...કાંઇક વિચારીએ છીએ, કાંઇક ઇચ્છીએ છીએ, કાંઇક સમજીએ છીએ, કાંઇક જાણીએ છીએ, કાયાથી કાંઈક કરવા ઇચ્છીએ છીએ અને કાંઇક કાંઈક કરી શકીએ છીએ. શુદ્ધ જ્ઞાન, બ્રહ્મજ્ઞાન, કેવળજ્ઞાનનું સ્વરૂપ મતિજ્ઞાન જેવું કાંઇક કાંઇક વાળું અલ્પ, અપૂર્ણ, આંશિક નથી. એ તો સર્વ છે-પૂર્ણ છે. એ કાંઇ દેશ તત્ત્વ નથી. એ તો સર્વ તત્ત્વ છે. શુદ્ધ જ્ઞાન-કેવળજ્ઞાનમાં તો એક જ સમયે સર્વકાળના, સર્વક્ષેત્રના, સર્વ પદાર્થોનું તેના સર્વ ગુણ-પર્યાય સહિત પ્રતિબિંબ પડે છે–સર્વ સમકાળ જણાય છે. જેમ આકાશ દ્રવ્યને અગ્નિ કે હિમની, ઉષ્ણતા કે શીતળતા આદિની લેશ માત્ર કોઇ અસર થતી નથી તેમ શુદ્ધાત્માને – ૫૨માત્માને વિશ્વના કોઇ બનાવની લેશ માત્ર અસ૨ થતી નથી. શૂન્ય તત્ત્વ એટલે વસ્તુ-તત્વ અભાવ નહિ પરંતુ શૂન્ય તત્ત્વ એટલે અરૂપીને અરૂપીની કોઇ વિરુદ્ધ અસર નહિ. અરૂપીને રૂપીની કોઇ વિરુદ્ધ અસર નહિ. તેમ રૂપીને પણ અરૂપીની કોઇ વિરુદ્ધ અસર નહિ,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 148