Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
શ્રી આદિ શાંતિ નેમિ પાસ, વીર શાસનપતિ વળી, નમો વર્તમાન અતીત અનાગત ચોવિશે જિન મન રળી; જિનવરની વાણી ગુણની ખાણી, પ્રેમે પ્રાણી સાંભળી, થયા સમકિતધારી ભવ નિવારી, સેવે સુરવર લળી લળી II
( આ નિશાવાળી સ્તુતિ ચાર વાર બોલી શકાય છે.) 10
પર્યુષણની સ્તુતિ પર્વ પજુસણ પુણ્ય પામી, પરિમલ પરમાનંદોજી, અતિ ઓચ્છવ આડંબર સઘળે, ઘર ઘર બહુ આનંદોજી; શાસન અધિપતિ જિનવર વીરે, પર્વતણાં ફલ દાખ્યાંજી, અમારી તણો ઢંઢોરો ફેરી, પાપ કરતા રોક્યાજી ના મૃગનયની સુંદરી સુકુમારી, વચન વદે ટંકશાળીજી, પૂરો પનોતા મનોરથ મારા, નિરુપમ પર્વ નિહાળીજી; વિવિધ ભાતિ પકવાન્ન કરીને, સંઘ સયલ સંતોષોજી, ચૌવિશે જિનવર પૂજીને, પુણ્ય ખજાનો પોષોજી પરા સકલ સૂત્ર શિર મુગટ નગીનો, કલ્પસૂત્ર જગ જાણો જી, વીર પાસ નેમીશ્વર અંતર, આદિ ચરિત્ર વખાણોજી; સ્થવિરાવલી ને સામાચારી, પટ્ટાવલીગુણ ગેહજી, એમ એ સૂત્ર સવિસ્તાર સુણીને, સફલ કરો નર દેહજી 13 એણી પેરે પર્વ પર્યુષણ પાલી, પાપ સર્વે પરિહરીએજી, સંવત્સરી પડિક્કમણું કરતાં, કલ્યાણ કમલા વરીએજી; ગૌમુખ જક્ષ ચશ્કેસરી દેવી, શ્રી માણીભદ્ર અંબાઈજી, શુભ વિજય કવિ શિષ્ય અમરને, દિન દિન કરજો વધાઈજી .
37 Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/68d236a5142e2f45a8cee7c3c01536f77cd520cef10177d7f9daa96eb3561104.jpg)
Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100