Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
મુખડા ઉપર વારું કોટિ કોટિ ચંદ્રમા, વળી તન પર વારું ગ્રહગણનો સમુદાય
નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજપર અંબાડી બેસાડી મ્હોર્ટ સાજ; પસલી ભરશું શ્રીફળ ફોફળ નાગરવેલશું, સુખલડી લેશું નિશાળીયાને કાજ
નંદન નવલા મોટા થાશો ને પરણાવીશું, વહુવર સરખી જોડી લાવશું રાજકુમાર; સરખેસરખા વેવાઈ વેવાણોને પધારવશું, વરવહુ પોંખી લેશું જોઈ જોઈ દેદાર
પીયર સાસર મારા બેહું પખ નંદન ઉજળા, મારી કૂખે આવ્યા તાત પનોતા નંદ; મારે આંગણે વુઠ્યા અમૃત દૂધે મેહુલા, મારે આંગણે ફલીઆ સુરતરુ સુખના કંદ ઈણિ પરે ગાયું માતા ત્રિશલા સુતનું પારણું, જે કોઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ્ય; બીલીમોરા નગરે વર્ણવ્યું વીરનું હાલરડું
જય જય મંગલ હોજો દીપવિજય કવિરાજ
હાલો ૧૪
હાલો ૧૫
હાલો ૧૬
હાલો ૧૭
હાલો ૧૮
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
53
Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100