________________
( માત્રુ પરઠવયા પછી કે વ્યંડિલ ગયા પછી “વોસિરે” બોલવું
(પ્યાલા ધોવાની જરૂરત નથી) ઉપાશ્રયમાં આવી શુદ્ધ વસ્ત્ર પહેરી ઇરિયાવહિયં કરી “ગમણા ગમણે” ની વિધિ કરવી.
-પાણી સંબંધી વિધિ માટલામાં પાણી ભરતા પહેલા તેનું પડિલેહણ કરવું. પાણીનો કાળ જાણી અલગ-અલગ માટલામાં ભરવું. ચોમાસામાં ત્રણ પ્રહરનો કાળ હોય છે. (પ્રાયઃ ૯ કલાક). શીયાળામાં ચાર પ્રહરનો કાળ હોય છે. (પ્રાયઃ ૧૨ કલાક) ઉનાળામાં પાંચ પ્રહરનો કાળ હોય છે. (પ્રાયઃ ૧૫ કલાક) રાત્રે પાણી રાખવા માટે સ્વચ્છ વાસણમાં પાણી કાઢવું અને તેમાં “ચૂનો” છાસની આસ થાય તેટલો નાંખવો ચૂનો નાખ્યા પછી ૭૨ કલાક (૨૪ પ્રહર) પાણી અચિત્ત રહે છે પાણી પીધા પછી ગ્લાસ લૂછીને મૂકવો, જેથી સમૂચ્છિમ મનુષ્ય ઉત્પન્ન ન થાય.
-સાંજે પડિલેહણ વિધિ ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ બહુપડિપુના પોરિસિ ? (ગુરુ-તહત્તિ) ઇચ્છે ખમા. ઇરિયાવહિયં – તસ્સ ઉત્તરી – અન્નત્ય – ૧ લોગસ્સનો, કાઉસ્સગ્ગ – પ્રગટ લોગસ્સ ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન પડિલેહણ કરું ? ઇચ્છે
Jain Education International For Private&3 ersonal Use Only
www.jainelibrary.org