Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 22
________________ જst હરિવજયસૂરિ જયંતી 1 ગીતા જયંતી I અછેટું H દત્ત જયંતી 1 નરસિંહ મહેતા જયંતી શારદામણિદેવી જયંતી ૭૦eo) ૦૪૬ s મા ગ શ ૨ શ્રી હીરવિજયસૂરિ જયંતી [માગશર સુદ નોમ) માગશર સુદ નોમનો દિન એ શ્રી હીરવિજયસૂરિનો જન્મ, દીક્ષા અને આચાર્યપદને દિવસ છે. હીરવિજ્યસૂરિ અકબર બાદશાહના જમાનાના એક સમર્થ જૈનાચાર્ય હતા. અકબર ઉપર હિંદુધર્મની ગાઢ અસર સાથે જેટલે અંશે જીવદયાને ઊંડો સંસ્કાર હતો, તેમાં આ આચાર્યની અસર ઓછી નથી એમ જણાય છે. ગેવિધ પ્રતિબંધક કાયદો, માંસાહાર તરફની ઉપેક્ષા, સર્વધર્મ સમન્વયની ભાવના વગેરે અકબરના રાગુણોમાં અનેક નિમિત્તોએ ભાગ ભજવ્યો હશે, તેમાંના આ આચાર્ય પણ એક નિમિત્ત હતા. આજના જૈનાચાર્યો - પાંચમ, દીક્ષા મારે છે અને તપ ઉત્સવોમાંથી ઊંચા આવી આજના રાષ્ટ્રઘડતરની સુભગપળે શ્રી હીરવિજયસૂરિના જીવનનાં આવાં પગલાંને અનુસરે તો કેવું સારું? ગીતા જયંતી [માગશર સુદ એકાદશી] ગીતાને માતાની ઉપમા આપી છે. અને એની ગોદમાં પોઢીને તત્વરૂપી દૂધ પીવાની ઈચ્છા પ્રગટ કરી છે. ગીતા માતાની ગાદમાં જવા પહેલાં એ માતાની ગોદને વેગ આપણે બનવું જોઈએ. સદાચારી, શ્રદ્ધાળુ, ગુણલક્ષી દષ્ટિવાળો સાધક યોગ્ય ગણાય છે અને તે ગીતા માતાનું દૂધ પી શકે છે. વળી એ દૂધ પચાવવા માટે સાધકની હોજરી પણ તેવી જ મજબૂત જોઈએ. ગીતાનું ગાન ગાનાર શ્રીકૃષ્ણ ગુરુએ અજુન પાસે એ જ વાત કરી હતી કે, “તપ અને ભક્તિ થી ગીતામાતાનું દૂધ પચી શકે છે.” H For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98