Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
દીપાવલી : સોનું વહાલસોયું પર્વ
[આસો વદ અમાસ
પ્રગટે સખી પ્રાંગણ દીપકલી, મુજ સંગ-સુહાગણ આત્મકલી; વિલસે તુલસે વિકસે નવલી, રસ ઊમિભરી રજની ઊજળી
દીપાવલી પ્રકાશ શુદ્ધિમય ઉપાસનાથી જ શોભાયમાન અને સિદ્ધિમાન ભાસે છે ઘર અને મકાનો ધોળાય છે, કળા અને શ્રી ઊભય પૂજાય છે, એ એની આગાહી છે. શુદ્ધિ અને સૌંદર્યનો અમર સહચાર છે. “ખાતાં ચોખાં કરો', વ્યાપારીને સૂર કાને અથડાય છે, અને સાધક ચાંકીને જાગૃત થઈ જાય છે.
અભેદતા ! તારું અમર સંભારણું, છે એકી સાથે ઘર ઘર પ્રગટતી દીપશિખાઓ, ત્યાં નવ કે, વર્ણભેદ, નવ કે, વર્ગભેદ, નવ કો, વેશભેદ, દીપાવલી સોનું વહાલસોયું પર્વ છે.
દિવાળીનું પર્વ એ હિંદની પ્રજાનું અણમેલ પર્વ છે. દિવાળી સાથે. મહાવીર નિર્વાણ અને વીર વિક્રમ બંનેની યાદી જોડાઈ ગઈ છે. તે દિવસોમાં વ્યાપારીઓના ચોપડા ચોખા થાય છે. ઘર સાફસૂફ થાય છે. દીપમાળા પ્રગટે છે. અને ઘેર ઘેર મંગળગીત ગવાય છે. ઉત્સાહમાં ફટાકડા ફોડવાનો રિવાજ છોડી દઈ બાકીની ઉપલી રીતે આ પર્વમાં દબદબાપૂર્વક ચાલુ રહે તેમાં કશું જ ખોટું નથી.
દિવાળી એ મહાવીર નિર્વાણનું સરવૈયું તપાસવાનું અને સાફસૂફી કરવાનું આ દેશનું મહા પર્વ છે. તે દહાડે બાહ્ય સફાઈને સ્થાન આપી ભંગી કે મને પ્રતિષ્ઠા આપીએ. આખા વર્ષમાં ગુણદોષનું તારણ કાઢીએ. દોષોને દૂર કરી ગુણોને સ્થાપીએ અને વધારીએ. આવી રહેલા ત્રીજા વિશ્વયુદ્ધને ખાળવા માટે મહાવીરે અહિંસાની જે જયોતનો વારસો મૂક્યો અને મહાત્માજીએ તેને જે રીતે તેજ કર્યો તે વારસાને ગાંધીવિહોણું હિંદ આગળ ને આગળ ધપાવે તેમાં આપણે સૂર પુરાવીએ !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98