Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
એટલે મહાસાગર. તે પ્રેમી, ચંડકૌશિક જેવા પ્રચંડ વિષધર ઉપર એમણે એ. મંત્ર ફેક્યો અને ભવ્ય માર્ગદર્શન કરાવ્યું.
સંપૂર્ણ આત્મદર્શન પછી એમણે એ સિદ્ધાંતનું વિશ્વવ્યાપી બ્યુગલ બજાવ્યું. જગતને “વો વર્ણ અક્ષ” એ કિચડ સૂત્રમાંથી કાઢી “વો કવચ રક્ષ' રૂપી દિવ્ય ભૂમિકા પર પ્રેરી ગયા. પૃથ્વી, જળ, વાયુના સૂક્ષ્મજીમાં પણ એ પરમપ્રકાશ તેઓ પથરાએલે જેતા. વિશ્વનાં સકળ તો એમને પિતા અને ગુરુ માની પ્રવર્તતાં હોય એવી એમની દશા હતી.
જાણે શાંતરસને મહાસાગર કેમ ઉછળતો ન હોય એવી એમની પ્રતિભા હતી !
રોમે રેમે પ્રેમ ઝરણાં કરતાં
આંખ નિરંતર અભીભીની રહેતી અર્જુન માલી જેવા દુરાચારીને પણ એમણે ઉદ્ધાર કર્યો, ગોશાળલ જેવા મહાઅવિનીત શિષ્યનું પણ ભલું જ ઈચ્છયું. નાતજાતના, દેશના કે વગના અગર લિંગના ભેદ એમણે તેડવા. પ્રાણીમાત્રમાં જ જે ચૌતન્ય છે, તે દષ્ટિએ તમો સહુ એક છે. આ અભુત સુત્ર જીવંત આચરી બતાવ્યું. એટલે અહિંસાએ પરંધમં બન્ય. સત્યલક્ષી જીવનની કિંમત પૂરેપૂરી થઈ.
આના મૂળમાં એવું તપ હતું કે જે તપમાં વાસનાય ઈચ્છાઓના ચૂરેચૂરા નીકળી ગયા હતા. એને લીધે આત્મતેજ ચોમેર વ્યાપ્ત લાગતું. આપણી પ્રાર્થનાની પ્રથમ કડીમાં એવા ભગવાન મહાવીર પોતે પરમપદ પામ્યા અને જગતને પ્રેરી ગયા. તેમને વંદન છે.
“અહિંસાની મૂતિ, પ્રશમરસ સિંધુ અધિપતિ, અમીની ધારાઓ, રગરગ ઝમે પ્રેમઝરણું; તપસ્વી તેજસ્વી, પરમપદ પામી જગતને, તમે પ્રેર્યું વંદું, પર પ્રભુ મહાવીર તમને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98