Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 85
________________ મહાવીર નિર્વાણ દિન સિદ્ધાર્થને નંદન વર્ધમાન, સોપાન સાધક સાધનાતણું ચડી મહાવીર થઈ કૃતાર્થનિર્વાણ પામ્યો પ્રગટી દીપાવલી. દીપાવલી સમારક છે સદાની, સંબોધતી સાધકની સુકાની શ્રદ્ધાન સિદ્ધિપદનું દિવાળી, નવાજતી જ્યતિ નવીનતાની. તિમિર ટાળે સઘળાં દીપાવલી, ડર નિવારે દિલના દીપાવલી, પ્રકાશ પુજે પ્રજળે દીપાવલી, ને સર્વનું પર્વ બને દીપાવલી. રહે રહે થઈ સદા દીપાવલી, છોને પ્રભાતે પલટે દીપાવલી, તોયે અમારા દિલની દીપાવલી, ફીકી ન થાજે કદીયે દીપાવલી, જેમ વેદિક ગ્રંથોમાં ચોવીસ અવતારની ઘટના છે તેમ જૈન સૂત્રોમાં ચોવીસ તીર્થકરોની બીના છે. ગઈ “ચોવીસીમાં છેલ્લા તીર્થકર મહાવીર થઈ ગયા. એમનું મૂળ નામ વર્ધમાન. પિતાનું નામ સિદ્ધાર્થ. માતાનું નામ ત્રિશલાદેવી. એ ગૃહસ્થ થયા અને એમને એક પુત્રીરત્ન થયેલું. બાળપણથી જ તે એટલે વિવેક સમજતા હતા કે “બીજાને જીવાડીને હું જીવું પ્રથમ એ સૂત્ર કુટુંબ ઉપર અજમાવ્યું. પછી સમાજ અને દેશ ઉપર અને છેવટે વિશ્વ ઉપર અજમાવવા સારું એ પૂર્ણ બ્રહ્મચારી થઈ પરમ સાધના માટે પરિચિત પ્રદેશ છે હી અપરિચિત સ્થળે નીકળી પડ્યા. ત્રીસ વર્ષના યુવાન વયે એમણે સર્વસંગ પરિત્યાગ કર્યો, એમને ત્યાગ એ નાની નિઝંરણનું વિશ્વના મહાસાગર સાથે મિલન કરવા જે હતે. સાડબાર વર્ષ અને પંદર દહાડાનો એમનો સાધના કાળ વિધવિધ કસોટી છે. એમણે પ્રખર વિરોધીઓને પણ પ્રેમના નાદુઈ મંત્રથી વશ કર્યા છે. કોઈ પાઠ છે એમ એમની વિચારણામાં હતું જ નહિ. અનાર્ય પ્રદેશમાં પણ એમણે કષ્ટ સહીને પણ પ્રેમની અજબ અસર ઉપજાવી. જંગલનાં ભયંકર ઝેરી જાનવરે તરફ પણ એમણે પ્રેમ સુધારસ દી અને પીધે. કાનમાં ખીલાઓ નાખનારને પણ પ્રેમથી નવડાવ્યા. મહાસેવકોની અતિ ભક્તિને પણ એમણે પચાવી લીધી : અર્થાત ત્યાં રાગી ન થયા. આ રીતે ખરે જ એ અહિંસાની મૂર્તિ હતા. એમની અહિંસા પિલી ન હતી. સક્રિય હતી. પ્રશમરસ એટલે શાંતસ અને સિંધુ અધિપતિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98