Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 82
________________ H નેરતાં H ધનતેરસ 1 કાળી ચૌદસ I દીપાવલી | મહાવીર નિર્વાણ દિન આ સો મા સ નોરતાં [વિજયની પૂર્વ તૈયારી] વિજયાદશમી પહેલાંની નવરાત્રિઓ “નોરતાં” તરીકે જાણીતી છે. નવરાત્ર શબ્દનું દેશ્યરૂપ “નોરતાં” થઈ ગયું છે. આ નવરાત્રિઓમાં પુરુષ અને સ્ત્રીઓ પિતા પોતાનાં કુળદેવીઓનાં પ્રતીક ગઠવીને પ્રદક્ષિણં ફરતાં ફરતાં ગરબા ગરીબીએ ગાય છે. ગુજરાતનાં ઘણાં બાળકોના વાળ હજુ ત્યાં ઉતરાય છે. આ કુળદેવીએ કઈ એક કોમમાં નહિ પણ ગુજરાતનાં બની ગયાં છે. એ બહુચરાઅંબામાતના સંબંધનો છેડે અહીંના આર્ષદ્રષ્ટાઓએ શિવશક્તિ-જગદંબા સુધી મેળવી દીધા છે; એટલે આ રીતે ગુજરાતનાં નરનારીઓ આ રાત્રિઓમાં શક્તિનું આહવાહન કરીને તેની ઉપાસનાના આ દિવસો ભારે ઉત્સાહપૂર્વક ઉજવે છે. સવાલ તે એ છે કે આ નેતાનો ઉત્સાહપૂર્વક ઉત્સવ વર્ષોથી ઊજવવા છતાં ગુજરાત આજે કહી શકશે ખરું કે એણે શક્તિનો સંચય કર્યો છે ? એને સાચી દિશા તરફ વાળવો એ જ આ ઊજવણીનું ખરું માપ છે. આજે તે એ એક બાજુથી શક્તિના પૂજા સૂચક ગીતડાં ગાય છે અને બીજી બાજુ નીતિ અનીતિનો ખ્યાલ કર્યા વિના “પૈસે મારું સર્વસ્વ” કરી રહ્યો છે. ગુજરાતે હવે જાગવું જોઈએ અને સાચી શક્તિનો સંચય કરી એને સુમાર્ગે વાળવી જોઈએ. આ નોરતાંનું પર્વ એ માટે માર્ગદર્શક બનજો. નોરતાં અને વિજ્યાદશમી સત્યાગ્રહ અને સવિનય ભંગનાં ઊંચા સાધનોનો હિંદમાં જીર્ણોદ્ધાર કરાવ્યો બાપુએ. બાપુ આજે હાજર નથી. પરંતુ એમનું આરંભેલું ભગીરથ કામ આપણી સામે છે જ. તેને આપણે વેગ આપીએ. સમાજની કુરૂઢિઓરૂપી રાક્ષસો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98