Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
૭૨
ગાંધી જયંતી બાપુના જન્મદિવસને ગાંધી જયંતિ નહિ પણ રેંટિયાબારસ તરીકે બાપુએ પિતે જ લેખાવી છે. આ દિવસે રેંટિયાના પ્રતીક દ્વારા શ્રમની પ્રતિષ્ઠાને ખાસ મૂલવીએ. તેમ જ રેંટિયાની સાથોસાથ બાપુએ જે રચનાત્મક કાર્યક્રમો દેશ સામે મૂક્યા છે, તેમાંના કોમીઐક્ય, અસ્પૃશ્યતાનિવારણ અને સ્ત્રી ઉન્નતિની ત્રિપુટીને તે ખાસ યાદ કરીએ. ગુજરાતના પરીક્ષિતભાઈ જેવા સેવકોની હરિજનો પ્રત્યેની હૃદયસ્પર્શી અપીલ અને શ્રી નારણદાસકાકા (નારણદાસ ગાંધી) જેવાની રેટિયાની અપીલ અમલી બનાવવાનું આ દિવસોમાં ખાસ વિચારવું ઘટે.
(૧) નાનામાં નાની વાતથી માંડીને છેક મોટામાં મોટી વાત સુધી પિતાને જે સાચું લાગે તેને જ પૂર્ણ વફાદારી.
(૨) ભૂલોની શોધ અને સ્વીકાર.
(૩) સામાજિક કાર્યોમાં સામા પાત્રની સમજને પણ સંપૂર્ણ ન્યાય આપવાની જાગૃતિ.
(૪) સત્યનો આગ્રહ સાથે સાથે કદાગ્રહનો ત્યાગ.
(૫) બાપુ સારાયે સમાજને પોતાનું જ અંગ માનતા અને તેથી સાથી કાર્યકરોની ભૂલને પિતા ઉપર ઓઢી લેતા અને એ રીતે જાગૃતિ લાવવા પ્રયત્ન.
આ પાંચ મુદાઓના જાગૃત આચરણથી એક વખતના માંસાહારી, વિષયાંધ અને ચોરી કરનાર, સામાન્યમાં સામાન્ય માણસ મહાન નેતા અને સારાયે વિશ્વના પ્રેરક બાપુ બની શક્યા. - રિંટિયા બારસને પવિત્ર દિવસે રાષ્ટ્રીય શાળા રાજકોટમાં બાળાસાહેબ ખેરના પ્રમુખપદે મળેલી સભામાં યુગપુરુષના જીવનની સમાલોચના કરતાં મહારાજશ્રીએ જે મુદ્દા તારવ્યા હતા તે અહીંયાં આપ્યા છે.]
એનું જીવનકાર્ય અખંડ તપે, અમ વચ્ચે બાપુ અમર રહે એના જીવનમંત્ર સમે ચરખો, પ્રભુ! ભારતમાં ફરતે જ રહે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98