Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 72
________________ તેઓ જ્યારે રાજકારણમાં પડે છે ત્યારે તેમને વ્યવસાય વધી જાય છે ત્યારે પણ તેઓ બાળપણના પ્રેમાળ સંબંધોને ભૂલતા નથી, ઉદ્ધવજી તે તેમના મિત્ર અને ગૃહસચિવ. એમને તેઓ વ્રજમાં સંદેશો આપીને મોકલે છે. તેઓને એ બધું દશ્ય યાદ આવે છે. અને આંખમાં હર્ષાશ્રુઓ આવી જાય છે. તેઓ દ્વારકા, ગોવાળીય–ગેવાળ અને હસ્તિનાપુરનાં દશ્યોમાં અને ત્યાંનાં દશ્યમાં કેટલું અંતર ભાળે છે? ક્યાં ઉપરનો શિષ્ટાચાર અને કયાં હૃદયની પ્રેમભાવના ! આ તેમની અનાસક્તિનો પુરાવો છે. ગોપીઓના પ્રેમમાં પણ વેરાગ કેટલો? ચિતડું મારું ચારી લીધું રે, વહાલા હેતે જ! હરિ નામ, કૈક કામણિયાં એલી કુબજાએ કીધાં, ભેળા છે ભગવાન એમની નિર્લેપતાના બીજા પ્રસંગો પણ જોઈએ. સુદામા આવે છે. ક્યાં એ ચિંથરધારી ભિક્ષુક અને ક્યાં રાજા શ્રીકૃષ્ણ. છતાં હેતે ભેટે છે. ચરણને પખાળે છે, સાંદિપની ઋષિના આશ્રમનાં સ્મરણો યાદ કરે છે, કે એ નિસ્પૃહ સંબંધ ! સત્યભામા, રુકિમણી જેવી રૂપરાણુઓ વચ્ચે બેઠેલા શ્રીકૃષ્ણ સુદામાના પૌંઆ લે છે. આ ઉપરથી મૂળ તેઓ કેવા હતા ? તેને ખ્યાલ આવશે. રાજકાજના પ્રસંગમાં ઉપરથી તો તેઓ જાણે પ્રપંચમાં ભળતા હોય તેમ દેખાય છે. છતાં અંતરથી કેટલા નિર્લેપ છે તે બેએક ઘટનાઓથી સમજાશે. જ્યારે ભારત ઉપર આફતનાં વાદળાં વરસી રહ્યાં હતાં, દુર્યોધન ગર્વની ટોચે ચડ્યો હતો, ભયંકર યુદ્ધના ભણકારા થતા હતા તે વેળા માનવ સંહારક યુદ્ધ ખાળવા માટે પોતે જાતે પાંડવના દૂત બની હસ્તિનાપુરમાં જાય છે. દુર્યોધને દબદબા ભરેલી તૈયારી કરેલી ત્યારે તેઓ સાફ કહે છેઃ રાજકુમાર ! અત્યારે તું અને હું સંબંધીને નાતે નથી મળતા પણ હું અજુનના દૂત તરીકે એ નાતે તને મળું છું. મારે એ સ્વધર્મ છે કે એ કાર્ય માટે પહેલું કરવું. તેઓ દુર્યોધનના સન્માન અને મેવા તજી વિદુરને ત્યાં ચાલી ચલાવીને જાય છે. કેટલી ત્યાગવૃત્તિ ! કેટલું ફરજનું જાગૃતભાન ! દેશના અને સમાજના નેતાઓને આમાંથી ધડે મળશે. તેમણે પોતાના અંગત સંબંધે અને સંસ્થાના સંબંધે વચ્ચે ક્યાં અને કેવી રીતે વર્તવું ઘટે તે શ્રીકૃષ્ણના જીવનમાંથી તેમને મળી રહેશે. બીજો પ્રસંગ એ છે કે એની વિષ્ટિને ઠોકર મારનાર, હડહડતું અપમાન કરનાર દુર્યોધન પણ જ્યારે શ્રીકૃષ્ણની સહાય માગવા જાય છે, તે સમયે અર્જુન પણ પહોંચે છે. શ્રીકૃષ્ણ હસીને ન્યાય તેળે છે અને કહે છે : અજુન ના છે. એમને પહેલે પસંદગી કરવાનો અધિકાર છે. મારી પાસે બે ચીજ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98