Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
આ આઠ દહાડામાં વ્યક્તિ અને સમાજ બંનેની સમાલોચના થાય એ જ એ મહાપર્વને ઉદ્દેશ છે. પંદરમી ઓગસ્ટથી હિંદ આઝાદ થાય છે. તૂટી ફૂટી પણ આ અહિંસાની જ જવલંત સિદ્ધિ છે. જૈન ધર્મ અહિંસાની પૂજામાં માનતો આવ્યો છે. એટલે એ જવલંત સિદ્ધિને યશ સાચા જૈનને ફાળે જાય તેમાં કશું જ ખોટું નથી. કહેવાતા જૈનવર્ગમાંથી પણ સાચા જનો નીકળ્યા હશે. પણ હવે તે કહેવાતા જૈનોએ સાચા જૈનોને માર્ગે જવું જોઈએ અથવા તે જનના બિરુદને છોડી દેવું જોઈએ. આ બેમાંથી પહેલી પસંદગી કરનારે કેવી રીતે વર્તવું જોઈએ તે અંગેનું સૂચન આજે પર્યુષણ પર્વની સમાલોચનાને ટાણે ખૂબ ઉપયોગી અને માર્ગદર્શક બનશે એ અપેક્ષાએ અહીં એ (સૂચન)
(૧) મિલો અને એવાં જ મહાયંત્રોને સમર્થન ન આપવું કારણ કે એમાં મહાન આરંભ છે અને મહાનહિંસા છે. જેનો જૈન ધર્મમાં ખુલે ખુલ્લો વિરોધ છે.
(૨) ખેતી અને ગોપાલન તરફ વળવું અથવા એટલી હદે ન પહોંચાય તે ખેડૂત, શ્રમજીવી અને ગોપાલકોને નાણું, બુદ્ધિ, લાગવગ તથા ધનની મદદ કરવી. મહારંભમાંથી અલ્પારંભ તરફ જવાને આ એક માત્ર માર્ગ છે. આથી જ દશપાલક સૂત્રમાં હજારો ગાયાના પાલનની સ્પષ્ટ બીના શ્રાવકો માટે આવે છે.
(૩) યંત્રોનો ગુલામ બને તેવાં યંત્રોની ગુલામીમાંથી માણસને છોડાવવો. સંગ્રહ ખાતર સંગ્રહ નહિ પણ સેવા કાજે એને ઉપયોગ કરવો એ જ અમચ્છને પ્રત્યક્ષ ઉપાય છે. શ્રીમંત નાણું પિતાનાં નહિ પણ સમાજનાં છે એમ માનીને તેને કોઈ જૈનથી વ્યાજ ઉપર તે જિવાય જ નહિ; જોઈએ તે કરતાં વધુ મકાન પર હક રખાય નહિ અને ધર્મ કે કેમને નામે ભેદભાવ પિલી શકાય નહિ.
(૪) સ્વપતિ કે સ્વપત્નીમાં પણ મર્યાદા બહાર મૈથુન માર્ગે જવાય નહિ. સંતતિ હદ બહાર વધવા દેવાય નહિ. જે સમાજમાં પતિના અવસાન બાદ પત્ની બીજો પતિ ન કરી શકે તે સમાજમાં પત્નીના અવસાન બાદ પતિ પણ ફરીથી લગ્ન ન કરી શકે.
(૫) પ્રાણિજન્ય દવાઓ વેચાય નહિ તથા માંદગીમાં લેવાય નહિ. વિલાસી ચીજોનો વેપાર થાય નહિ. સંગ્રહ કરવાને બહાને પાતાનું ગામડું છોડાય નહિ અને છેડયું હોય તો પાછું પકડી જ લેવું જોઈએ. અતિથિને આપ્યા વિના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98