Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 68
________________ (૨) હિંદની સ્ત્રી જાતિના ગૌરવને આ મહાન દિવસ છે. સ્ત્રીઓ આજે પિતાના પતિ, પુત્ર, ભાઈ વગેરેને રક્ષાચિહ્ન મોકલે છે. ઇંદ્રાણીએ ઇંદ્રને રાખડી મોકલાવી તેના સંભારણાનો આ દહાડો હોય કે કુંતીમાતાએ પુત્રને મોકલાવેલી રાખડીને આ દિવસ હોય, એની ચર્ચામાં પડવાની જરૂર નથી. બહેનોમાં સામર્થ્ય છે, તેમ કોમળતા પણ છે. સંકલ્પ–બળનો વારસ તો તેમનામાં છે જ. માત્ર એમણે આટલું ભારપૂર્વક સમજવાનું રહે છે કે, હવેનું એમનું ક્ષેત્ર રાંધણિયાની ચાર દીવાલ પૂરતું કે નાનકડા કુટુંબ જેટલું જ નથી, પણ એ રાષ્ટ્ર અને વિશ્વ, સુધી પહોંચે છે. ક્ષેત્રમાં વૃદ્ધિ થાય છે એટલે સ્ત્રીઓએ જાતના અને સમાજના ગુણો વધારવા જ રહ્યા. (૩) આપણાં જહાજે હિંદની સંસ્કારિતાનો વાવટો લઈ એને દૂર દેશાવરમાં પ્રચારતાં. હિંદના વેપારીની સાખ દેશેદેશમાં હતી. પં. જવાહરલાલે આઝાદીની ઉષા ટાણે ગયા વર્ષે રાષ્ટ્રધ્વજને અશોકચક્ર માટે આવી જ આગાહી ઈરછી હતી. દરિયાની સફરથી સાહસ, દેશદેશાંતરના સંબંધ અને અરસપરસ સંદેશા ને સહાય પહોંચે છે. એ બધું જોતાં હવે તે રૂચિને જગાડવાની ખાસ જરૂર છે. દેશવિદેશનું પર્યટન પૈસા ખાતર જ કરનાર માણસ ગમે તેટલાં નાળિયેરેથી જે પણ તે સમુદ્રપૂજન સાર્થક નથી. એ પર્યટન તે સંસ્કારીપણું અને ઉપયોગીપણું પોષવા અને પ્રચારવા માટે જ હોઈ શકે. 38 કૃષ્ણ જયંતી [શ્રાવણ વદ આઠમ આજને દિવસ કૃષ્ણ યંતીને છે. એટલે પ્રથમ જયંતી વિષે થોડું કહું : To conquer જિતવું તે. જે જયનું જીવન જીવી ગયા હોય તેમના વિજયી જીવનને સંભારીને આપણે હવે એ માર્ગે જવાને સંકલ્પ કરીએ તો તે જયંતી ઊજવી સાર્થક ગણાય. જેની જયંતી આપણે ઊજવવા માગીએ છીએ તે કોણ હતા ? તેમને જગતની સાથે પરલૌકિક અને ઐહિક સંબંધ શું છે ? તે પિકી હું આંહીં માત્ર ઐહિક સંબંધની ઘટનાઓ કહેવા માગું છું. એટલે કે દેવી ઘટનાઓથી દૂર રહી વાત કરીશ. મારો નમ્ર મત એ છે કે મહાત્માઓના . જીવનમાં ભાગવતી ભાગ હોય જ છે, પણ ભાગવતી ઘટનાઓ ઉપર અતિશયોક્તિનો સંભવ હોવાથી તેમને આપણે જુદી પાડીએ છીએ. સારાંશ કે કૃષ્ણને જ્યારે પરમાત્મા કપીએ છીએ ત્યારે અંતર પડે છે. વ્યાસજીએ એ અંતર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98