Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 29
________________ ૨૦ સંવાદનો કુટુંબ જીવનમાં જે સંગમ જોવા મળે છે તે જ સંગમ વિશ્વજીવનમાં જોવા મળે તેવા સંતબાલજી મહારાજના મનોરથ છે. એને પ્રગટ કરવા માટેની આ તિથિ અનુકૂળ-ગાનુયોગ છે. આપણે પણ આ દિવસે આપણું નિર્મળ નેહની ભાવનાને પુષ્ટ કરવાનો સંકલ્પ કરીએ તે ઈષ્ટ છે. પૌષધ પૂનમની ઉજવણી જૈન અને બૌદ્ધ પરંપરામાં પૂનમને દિવસે શ્રમણે અને સાધકે પીછે એટલે પૌષધ વ્રત કરે છે. તે દિવસે અધ્યાત્મ તત્વને પુષ્ટ કરવા માટેની સામૂહિક ઉપાસને સમ ગણાય છે. તે દિવસે સાધક વિચારે છે. જીવ માત્રમાં–ચૈતન્ય માત્રમાં વધતે. ઓછે અંશે જ્ઞાનની જ્યોત જલતી હોય છે. આ જ્ઞાનત મારામાં પણ છે આ પ્રકાશ દ્વારા(૧) હું સત્યમય જીવન જીવવા પ્રયત્ન કરીશ. સત્યની શ્રદ્ધા દ્વારા આગળ વધીશ. (૨) સાત્ત્વિક જીવન જીવીશ. અને એવી રીતે જીવતાં જે સંજોગ કે આજીવિકા પ્રાપ્ત થાય તેથી સંતોષ માનીશ. (૩) સૌ જીવને મારા સમાન માની, સૌ સાથે સમભાવ અને આદરપૂર્વક વતીશ. (૪) જીવનનાં પ્રત્યેક કાર્યમાં અને માણસ સાથેના વ્યવહારમાં રૂઢતા-મૂઢતા. તજી વિવેકપૂર્વકનું-જ્ઞાનપૂર્વકનું વર્તન કરીશ. (૫) અધ્યાત્મજીવનને પુષ્ટ કરતા સદૂગુણની અને સુત્રની વૃદ્ધિ કરતો રહીશ. (૬) આત્મા અને સમાજનું શ્રેય થાય તે પ્રકારે મન વચન અને કાયાથી વિશુદ્ધ વ્યવહાર રાખી સર્વ-શુદ્ધિમાં સુરિથર રહીશ. (૭) જીવમાત્ર સાથે અને ખાસ કરીને મનુષ્ય સાથે હું વાત્સલ્યપૂર્ણ વ્યવહાર રાખીશ. મારી સગવડ અને સાધનસામગ્રીમાંથી તેના સુખ નિમિત્તે વિભાવ એટલે કે ભાગ કે દાન આપીશ. (૮) સુવિચાર, સત્યના પ્રયોગ અને સત્યમય જીવનનો પ્રભાવ વધે તેવું જીવન જીવીશ. આ આઠ પ્રકારના આચારનો સંકલ્પ કરે તે સમ્યક દર્શનને પુષ્ટ કરનાર મનાય છે. સંકલ્પ પ્રગટ થાય છે ચારિત્ર દ્વારા, શીલ દ્વારા. શીલ કે ચારિત્રના વિકાસ માટે હિંદુ ધર્મની ત્રણેય મહાન શાખાએ જે કહ્યું છે તે અષ્ટાંગ યોગરૂપે હિંદુ દર્શન હેય, અષ્ટાંગ માર્ગરૂપ બુદ્ધ દર્શન હેાય કે અષ્ટ પ્રવચન માતા રૂપે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98