Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 40
________________ ૩૧ આપણા તહેવારો કંઈક ને કંઈક ધાર્મિકતા ઉપર ઉજવાય છે. વ્યક્તિના જીવનમાં ધર્મને પ્રવેશ કેમ થાય દેવ અને દાનવો એ બે વચ્ચે સનાતન યુદ્ધ ચાલે છે. આંતરિક રીતે જોઈએ તે કુબુદ્ધિ-સદ્દબુદ્ધિનું ઘર્ષણ ચાલે છે તેમાં સબદ્ધિ જીતે છે તે ઇતિહાસ આ હોળીને છે. ફાઈબા હોલિકા પ્રહલાદને બાળવા તૈયારી કરે છે. બાથમાં લઈને ચિતા ઉપર બેસે છે. તે પ્રસંગમાંથી આ અનિષ્ટ ભળી ગયું લાગે છે. રાક્ષસો વિચાર કરતા હોય કે આપણે વિજય થશે અને એમની પાસે તો ગંદી વસ્તુ હોય એટલે ગાળાગાળી કરવી, ગાદી ચીજો નાખવી અને ઉજવણી કરવી. જ્યારે સજજન લોકે પ્રહૂલાદને બચાવવા પ્રાર્થના કરે છે. ઉપવાસ કરે છે. અને ઉજવે છે. લાકડા ચોરવા કોઈને હેરાન કરવા એ તો દાનવી પાસુ છે. આપણે ત્યાં છોકરાં લાકડાં માગે છે, છાણું માગે છે. લોકો આપે છે પણ ન આપે તો હેરાન કરે છે. નાળીએ ચરવા તેને મૂરત માને છે. માગીને લે તે એક જુદી વાત છે ! ધાણી આપે, ખજૂર આપે, બાળકોને આનંદ થાય અને ઉત્સવ સારી રીતે ઉજવાય એ જરૂરી છે. મારવાડ વધારે ઊજવે છે. યુ. પી. એ પણ હુતાશણીના તહેવારને વધુ મહત્ત્વ આપ્યું છે. બનારસમાં પાર્શ્વનાથ થયા તેમ મથુરામાં શ્રીકૃષ્ણ જમ્યા, રામચંદ્રજી અયોધ્યામાં જન્મ્યા. એ મહાપુરુષે ઉત્તરપ્રદેશમાં થયા એટલે ત્યાં વધુ ઉજવાય છે. પણ ત્યાં ગુલાલ, રંગ એવું ઉડાડે છે. પંડિત નહેરુ જેવા પણ એમાં ભાગ લેતા. મતલબ કે તહેવાર ઉજવવા પાછળ આનંદ સાથે ગુણ વિકાસને હેતુ સમાયેલો છે એ ભૂલવું ન ઘટે ! ઉપવાસના બીજા દિવસે પ્રાર્થને પ્રવચનમાં હોળીના તહેવારના સંદર્ભમાં આ પ્રવચન થયું હતું.] આ દિવસોમાં પ્રભુપ્રાર્થનાનું રહસ્ય સમજવું જોઈએ કે આ બધા માનવો અને પ્રાણીઓ ખરેખર તો ઈશ્વરને જ એક દષ્ટિએ અંશ છે. એનો અર્થ એક એ થાય કે ઈશ્વર એ સંપૂર્ણ છે એમાં કોઈ ગુટી છે જ નહીં. સત્તાતા, સર્વદ્રા, સચ્ચિદાનંદ સ્વરૂપમાં મસ્ત રહેનારો છે. પરંતુ એક બીજી બાજુ પણ છે. તે એ કે આસક્તિમાંથી ઊભી થયેલી સ્થિતિ. જ આસક્તિ ના હોત તો કોઈ પ્રશ્ન જ ન હતા. જેન આગમોએ જોયું કે વાસ્તવિકતાને સ્વીકાર કરવો જોઈએ અને પરમ વાસ્તવિકતા છે તેને પણ વિચાર કરો જોઈએ. આસક્તિવાળામાં કામ, ક્રોધ, મોહ, માન, જોડાયેલાં છે. પરમ વસ્તવિકતામાં શુદ્ધ બુદ્ધને અંશ છે તેથી તેને લેપ લાગતું નથી. માનવનું વિશેષ મૂલ્ય એટલા માટે છે કે બંને વાસ્તવિકતાનું મૂલ્ય સમજીને એને આચાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98