Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 65
________________ ગૌરીવ્રત ગોરીવ્રતમાં ગડબડગોટો મહાદેવને આર્યોએ પિતાના ઈષ્ટ દેવ તરીકે અપનાવ્યા અને બ્રાહ્મણોએ સુધ્ધાં તેમને દેવાધિદેવ માન્યા. ત્યારે મહાદેવનું રૌદ્ર સ્વરૂપ ગૌણ થઈ સૌમ્ય સ્વરૂપ વધુ બહાર ' આવ્યું છે. ગૌરી એટલે પાર્વતી. શંકર ભગવાનનાં તે સતી સ્ત્રી છે. એક પતિવ્રત માટે પ્રયત્ન કરનાર સ્ત્રીઓમાં તે આગેવાન છે. શિવજીના મહાન તપશ્ચર્યાકાળ લગી તે ધીરજપૂર્વક ટકી રહે છે. ગૌરીવ્રત એ એવી સતીના સંભારણનું વ્રત છે. આ કુમારિકાઓનું વ્રત છે. કુમારિકાઓ એકાસને બેસીને મોળું મોળું ખાઈને, આ વ્રત કરે છે; પાર્વતીને પૂજે છે અને માગે છે, “ગર્ભમા ! ગેર્યમા! મને કહ્યાગરો પતિ મળે, સ્નેહાળ નણંદ મળે” વગેરે. પણ બીજી બાજુ તેઓ ફૂટવાની, રોવાની, બિભત્સ ગાળ દેવાની જાણે રીતસરની તાલીમ લે છે. ક્યાં ઉચ્ચ કુટુંબની આદર્શ કલ્પના અને ક્યાં આ બિભત્સ કરુણતાની તાલીમ ! આ બન્ને વચ્ચે કેટલે પરસ્પર ઘેર વિરોધ છે? ક્યારથી આ ગડબડગોટો પેઠો હશે તે પ્રભુ જાણે. પણ આજે તે વડીલો અને ડેસીમાઓ સુધ્ધાં એને સહજ માનીને ચલાવી લે છે. - સાણંદમાં આ વર્ષે આ ગડબડગોટે દૂર કરવાનો પ્રયત્ન થયું. તેમાં જે કે સંપૂર્ણ સફળતા ન મળી, પરંતુ બીજ સારાં નંખાયાં છે એમ માનું છું તે બદલ કાશીબેન, મણિબેન અને મીરાબેન તથા તેમના પ્રયત્નને આવકાર આપનાર બાલિકાઓને હું ધન્યવાદ આપું છું. કારણ કે, તે પ્રયત્ન દ્વારા તેમણે કેટલાંક બેનેને ગરબા, વાર્તા અને રમતના કાર્યક્રમ દ્વારા નવસંસ્કરણની દષ્ટિ આપી. ચાતુર્માસ એને જ ભંડાર છે. ઘણુંખરાં પર્વોમાં જુગાર, અનાચાર, ખાઉં ખાઉં, વહેમ વગેરે ગડબડગોટા પેઠા છે. તે પર્વોનું નવસંસ્કરણ કરી ભારતીય સંસ્કૃતિના નિર્મળ નીરને ગંદુ કરનારાં તત્ત્વોને હટાવવાનું કાર્ય સમાજને દેરનારા લોકે અવશ્ય કરે. હુતાશની અને ગો એ બને તહેવારો આવે ત્યારે હું, ચિંતાતુર બનું છું કારણ કે તે દહાડે આપણી બિભત્સ અને હિંસકવૃત્તિઓને ઉઘાડે છેગે રજૂ કરવાનો બેટો રિવાજ હજુ આપણામાં હસ્તી ધરાવે છે. રાજકોટમાં મેં સાણંદ કરતાં આ પ્રમાણુ નજીવું જોયું. છોકરીઓ દોડે ને બદલે દડો” બોલતી હતી અને ફૂટવાને બદલે તાળીઓ પાડતી હતી. જોકે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98