Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 60
________________ સત્યવાનને સજીવનપણું અને લાંબુ આયુષ્ય તે આપ્યું જ, બલકે સાથે સાથે સત્યવાનના પિતાને ચક્ષુ તથા રાજલક્ષ્મી પણ પાછાં અપાવ્યાં. સાવિત્રીને પ્રતાપે એ આખું કુટુંબ સનેહ, સંપત્તિ અને શક્તિ સાથે આત્મજ્ઞાન પણ પામ્યું. ધન્ય છે એ સાવિત્રીને ! ધન્ય છે એ સાવિત્રીને ઘડનારાં માબાપને ! ધન્ય છે એ સાવિત્રી જેવી સતીને ખેંચનાર સત્યવાન પતિને ! અને ધન્યાતિ ધન્ય છે એ દંપતીની કદર બૂઝનાર ઘુમસેન રાજવીને! ' સાવિત્રીના કિસ્સામાંથી કન્યા કેળવણું, વરની પસંદગીમાં કન્યાની સ્વતંત્રતા, સ્વતંત્રતા મળવા છતાં એને સદુપયોગ, પતિ પત્નીને આત્મપ્રણય, સાસુસસરા પ્રત્યે વહુની ફરજ, વહુ પ્રત્યે સાસુસસરાનું વાત્સલ્ય એવાં અનેક તો સાંપડે છે. વટ સાવિત્રી વ્રતને દિવસે જે આ સાર લેવાય તો એક એક ગૃહસ્થાશ્રમી દેવ બની જાય અને સંસારમાં સ્વર્ગ ઊતરે ! સતી સાવિત્રીનું પવિત્ર નામ નારી જગતમાં જાણીતું છે અને સતત જાણીતું રહે એમાં જ હિંદી નારી અને હિંદની શોભા છે. વટસાવિત્રીવ્રતને દિવસ એ યાદીને તાજી કરાવે છે. પવિત્રતા, બ્રહ્મચર્ય, પતિ-પત્ની વચ્ચે અખંડ પ્રેમ આ બધાં તો મર્યલોકમાં રહેલા નાશવંત શરીરમાં પણ અવિનાશી અમરપણુનું ભાન જગવી શકે છે, એ આદર્શ દુનિયાના માનવી જગત માટે કેટલે ભવ્ય અને પ્રેરક છે! સતી સાવિત્રીએ યમને પણ નમાવ્યું છે, કાળની ગતિને સુવળાંક આપ્યો છે. ગૃહસ્થાશ્રમમાં રહેલી એક અબળા આવું પ્રબળ કાર્ય કરી શકે છે. ભગીરથને વખાણવો કે સાવિત્રીને ? એક પવિત્ર ગંગાને સ્વર્ગથી ઉતારી મત્યલોકની ભૂમિને રસાળ અને નિર્મળ બનાવે છે. એક હૃદયના એકાગ્ર બળથી મેત્યલોકના શુષ્ક દિલમાં રસ અને પાવિત્ર્ય સિંચે છે. અન્ન વિના પ્રજાના પ્રાણને ટકાવ નથી ને શીલ અને સદાચાર વિના : પ્રજાના આત્માને ઉદ્ધાર નથી. - યુગયુગ છે એ બન્ને શક્તિઓ !. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98