Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 57
________________ ૪૮ ઢીલા કરશે કે ન અતિ તાણશે. માફકસર રાખશે તે જ મૃત્યગીત સાથે સંવાદન થશે” આ વાક્યને પિતાના વિષે આ તપસ્વીએ પકડી લીધું અને મધ્યમમાર્ગ સ્વીકારી છેવટે તેઓ બેધિસવને પામ્યા. બુદ્ધદેવે જે ઉપદેશ કર્યો તેને ચાર આર્યસમાં સમાવી શકાય. તેનાં નામ આ છે: દુ:ખ, સમુદય, નિરોધ અને માર્ગ દુઃખનું મૂળ તૃષ્ણ છે અને એને નિરોધ થાય તે નિર્વાણ છે. નિર્વાણનો માર્ગ એ જ માર્ગનામનું આર્યસત્ય. માર્ગ નામના આર્યસત્યના આઠ અંતભેદે હોવાથી તેને અષ્ટાંગિક માર્ગ પણ કહેવાય છે. બુદ્ધદેવ અને મહાવીર બને શ્રમણ સંસ્કૃતિના સૂત્રધારે હતા. સમકાલીન હતા. તે વખતના વૈદિક ધર્મનાં વિકૃત અંગે સામેના સમાન ક્રાન્તિકારો હતા. જિન, અહંત વગેરે કેટલાંક વિશેષણો પણ એમને સમાન લાગુ પડતાં હતાં સંધ અને શિષ્યોની પ્રણાલી, કેટલાક નિયમો અને વિહાર સ્થળો એ બન્નેનાં પિતા પોતાની એક વિલક્ષણ વિશેષતા હતી જ. મહાવીરે વિશ્વથી નિર્લેપ રહી વાત્સલ્યને બંધ કરી સ્વ-અનુયાયીઓ સામે વિશ્વાત્મવાદ પ્રવર્તાવ્યો અને બુદ્ધદેવે લેખસંગ્રહ સાધવાનો બેધ કરી વિશ્વકારુણ્યવાદ પ્રવર્તાવ્યું. આજે તે એ બને મહાપુરુષોના કહેવાતા અનુયાયીઓ પિતાનું માર્ગ સંશોધન માગે જ છે– , (વિ. વા. ૧૬-૫–૧૯૪૭) છે બુદ્ધ શરણં ગચ્છામિ છે + બુદ્ધલીલા સારસંગ્રહ તથા “બુદ્ધ-મહાવીરમાંથી વિગતે લીધી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98