Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 37
________________ કેફમાં શિવજી રહેલા તેમ શિવપૂજક પણ રહે. આજે જે કક્કડ લેકે કે શિવપૂજકો ગાંજાઆદિથી મગજમસ્તી લાવે છે તે કુરૂઢિ છે. ખરી વાત તો એ છે કે, શિવજી જેમ સૌમ્ય અને ભેળા હતા, માત્ર કુત્તિ સામે જ રુદ્રા બનતા તેમ સાધકે ખોટી વૃત્તિઓ સામે યુદ્ધ કરીને ખરી આત્મમસ્તી કેળવવી જોઈએ. દરેક દેવની પ્રસાદી દરેક જણથી જમી શકાય, પણ મહાદેવની તો અતિથિ કે પૂરી તપોધન જ લઈ શકે બીજા નહીં એનું શું કારણ? મહાદેવ એ તપસ્વી અને ત્યાગી પુરુષ છે એટલે ત્યાગીની પ્રસાદી ત્યાગી માટે જ હોય એ સ્વાભાવિક છે. ત્યાગીનું કને પચે ? ત્યાગીને જ પચે ને ! અતિથિ પણ નિઃસ્વાથી છે. પૂજારી પણ નિ:સ્વાથી હોવો જોઈએ. એ ત્યાગી કે નિ:સ્વાથી ટળે કે પછી એ પ્રસાદી એનાથી ન જ જીરવી શકાય. (પ્રા. પ્રામાંથી) રાષ્ટ્રમાતા કસ્તૂરબા મહાશિવરાત્રિ એ જેમ શિવની યાદી આપે છે તેમ હિંદની એક મહાનારીના મૃત્યુની પણ યાદી આપે છે. રામાયણમાંથી જેમ સીતા ખેંચી લેવામાં આવે તે કરુણરસનો આત્મા નીકળી જાય છે, તેમ મહાત્માજીની આજ લગીની આંતર અને બાહ્ય કર્તવ્ય સાધનમાંથી કસ્તૂરબાને બાદ કરવામાં આવે તો એ (સાધના) પણ અટૂલી બની જાય છે. હજુ તેઓ લાંબુ જીવ્યાં હતા તે આજની નોઆખલીની નવસાધનામાં સારી પૂતિ થાત; પરંતુ આજે તો એ જીવંત મૂતિ માત્ર કલ્પનામૂતિ થઈ ચૂકી છે. બહુ જ ઓછું અક્ષરજ્ઞાન છતાં કપરા સંયોગોમાં સ્વતંત્ર રીતે નિર્ણય લેનારી બુદ્ધિ જેનામાં જવલંત હતી; શરીરે સ્ત્રી છતાં સ્વભાવે જે મર્દ હતી; જેણે ભરજુવાનીમાં ત્યાગ, તપ તથા ભાવનાની દીપમાળામાં દીવેલની ગરજ સારી; અને જેણે કારાગૃહમાં પ્રાણ હોયે તે ભારતની જગદંબા સમોવડી કસ્તુરબાની મૃત્યુતિથિ ટાણે આજની પ્રત્યેક હિંદનારી કૈક ને કૈક કર્તવ્યની નિવાપાંજલિ ધરે અને એવી પુણ્યશાલિની બની દેશને પુણ્યભૂમિ બનાવે. (વિ. વા. ૧-૭–૪૭) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98