________________
જીવન પણ સમાજમાં સચ્ચાઈ, પ્રેમ, નિર્બળતા અને સરલ સત્ય વ્યવહાર ને કરુણ વધારે એ રીતે પ્રગશીલ રહેવું જોઈએ. સકલ સમાજ સાથે સંતોને આ વત્સલ અનુબંધ સમાજના ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, વ્યવહારિક અને રાજકીય જીવનને પણ સત્ય અને અહિંસાથી પરિપુષ્ટ કરશે અને ઘરમાં જેમ જનેતાનાં પ્રેમનું અનુશાસન ચાલે છે, મા જેમ સર્વને સમાનભાવે રાખતાં અને રહેતાં શીખવે છે, તેમ સંતે પણ સમાજને સમતા અને સમાનતાથી પ્રેમપૂર્ણ વ્યવહાર કરતાં શીખવશે. આવા સંતો જન્મેજને સુધી સકલ જગતની સેવાભક્તિ જચશે. અને એવી ભક્તિમાં જ મુકિતની મોજ માણશે. “સકલ ગતની બની જનતા વત્સલતા સહુમાં રેડ” એવા આદર્શની આહલેક જગાવનાર સંતો એ જ ૩૪ મૈયાની જીવતી જાગતી પ્રત્યક્ષ અને પ્રગટ મૂર્તિ છે. આપણું કાર્ય તે આવા સંતની આજ્ઞા પ્રમાણે જીવી જાણી, તેના અનુજ તરીકે એ જેવો છે છે તેવો આચાર પ્રગટ કરવાનું છે. ઈશ્વરકૃપાએ ભારતને આવા જગવરલ સંતની સતત ભેટ મળ્યા કરી છે. મહાત્મા ગાંધીજીએ વ્યાપક અને વિશાળ ભૂમિકા આવા વાત્સલ્યના પ્રયોગો કરીને ભારતની સંત પરંપરાનું તાદશ રહસ્ય પ્રગટ કર્યું છે. પુરુષ હોવાથી આપણે એને બાપુના નામે ભલે નવાજીએ. પણ તેનું હૃદય અને વાત્સલ્યભરી ક્ષમા જોતાં મનુબેને “બાપુ મારી મા”ની ઉપમા આપી છે તે યથાર્થ છે. ખરેખર ગાંધીજી રાષ્ટ્રના પિતા ઉપરાંત સાધનાક્ષેત્રે તે આપ સૌની માતા સમાં હતા. આવા સંતને જેને કાયના પિયર એટલે જીવમાત્રના માબાપનું ઉત્કૃષ્ટ બીરુદ આપે છે.
સંતબાલજી પણ મહાવીરના કાયના પીયર સમા થવાના આદર્શ અને ગાંધીજીના તે આદર્શને જીવનમાં પ્રગટ કરનાર વ્યવહારને વર્યા છે. જાતઅનુભવે તત્ત્વ અને વ્યવહાર સમન્વયનું એમને જે દર્શન થયું છે તેને તે ધર્મદષ્ટિએ સમાજરચના રૂપે રજૂ કરે છે. એ દર્શનને સમાજના પ્રત્યેક અંગને ધર્મને અનુબંધથી જોડવાને અનુબંધ પ્રયોગ કહે છે. આવો પ્રયોગ વિશ્વપ્રેમને પુષ્ટ કરે છે. આવા પ્રયોગને આરંભ ૧૯૯૫ ના પોષ સુદ પૂનમે થયે એ પણ સુંદર યોગાનુયોગ છે. આપણું પ્રેમને પુષ્ટ કરનાર પૌષધ પૂનમ આપણાં પૌવધ વ્રતરૂપી અનુબંધ યોગને સંત તરફની આદરભકિત દ્વારા પુષ્ટ કરો, પુષ્ટ કરે.
એના કાર્યકર બની બડભાગી બનીએ સંતબાલજી મહારાજનો પ્રયોગ ગુજરાતમાં છે. અને આપણે એમ જ ક્ષેત્રના કાર્યકરો છીએ એ આપણું મહાભાગ્ય છે. પણ આપણે તેના કાર્યકરો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org