Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 12
________________ પૂ. શ્રી જૂઠાભાઈ સરવાણીનું ઊગમસ્થાન છે સત્યપરાયણજી ! ભગીરથે ગંગાનું અવતરણ કરીને જગત પર જે ઉપકાર કર્યો તેવો જ ઉપકાર, કૃપાળુદેવની વચનસરિતાના (શબ્દસરિતાના) અવતરણની શ્રી સત્યપરાયણજીની પરોક્ષ રીતે ઉપકૃતિ ગણાય. આપણને પ્રાપ્ત શરૂઆતના પત્રો અને અન્ય સાહિત્ય પ્રાપ્તિનું શ્રેય શ્રી સત્યપરાયણને ફાળે જાય છે. પરાગ ભલે પુષ્પની હોય, પણ એ પુષ્પને પાંગરવા માટે ડાળની સહાય છે તેમ આપણને મળતી વચનસુરભિનું પ્રદાન કાંઈક અંશે શ્રી સત્યપરાયણનું ગણાય. શ્રી સત્યપરાયણે વાવેલ આમ્રફળનો મધુર સ્વાદ આજે આપણે માણી શકીએ છીએ એ કાંઈ નાનો સૂનો ઉપકાર નથી. કૃપાળુદેવે મોક્ષમાળા તો પ્રથમથી લખેલી જ હતી. તે તો પૂ.શ્રી સત્યપરાયણના દયમાં રમતી હતી, અંતરે જડી દીધી હતી. પૂ.શ્રી સત્યપરાયણ દ્વારા આપણને મળેલા સોનેરી વાક્યો તો જાણે અંતરમાં કોતરાઈ જાય તેવા છે. ૨૧ નંબરના વચનામૃતમાં ૧૦૪ નં. વાક્યમાં “બહુ છકી જાઓ તો પણ મહાવીરની આજ્ઞા તોડશો નહી.” “ગમે તેવી શંકા થાય તોપણ મારા વતી વીરને નિઃશંક ગણજો.” અને બોધવચન નં. ૫ માં ૯૩મું વાક્ય “બાહ્ય કરણી કરતાં અત્યંતર કરણી ઉપર વધારે લક્ષ આપવું.” - કયા કયા વાક્યને યાદ કરીએ ! શબ્દ શબ્દ વાગોળતાં વધારે રસ અને વધારે મર્મ પામીએ તેવી અદ્દભુત તેમાં ચમત્કૃતિ છે. બોધવચનો, પ્રશ્નોત્તર, સજ્જનતા વિષેનો લેખ, હાથનોંધ નં. ૧, સ્વરોદયજ્ઞાનનો ગ્રંથ, સ્વવિચાર ભુવન, વિ. વચનપ્રસાદી આપણે તે શ્રી સત્યપરાયણશ્રીની કૃપાથી ચાખીએ છીએ. કૃપાળુદેવે જેમને ‘પ્રિય ભાઈ ગણ્યા, એવા આપણા સૌના પ્રિયભાઈ શ્રી સત્યપરાયણે આપણને એ અમૂલ્ય વારસામાં ભાગ આપી બંધુતા દાખવી છે. | પરમકૃપાળુ દેવે પૂ.શ્રી ઠાભાઈ પ્રત્યે પત્રો દ્વારા જે બોધની અમૃતધારા વરસાવી તે વર્ષ તથા વચનામૃત પત્ર ક્રમાંક :

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68