________________
પd
પૂ. શ્રી જૂઠાભાઈ
મહભાગ્યની પૂ.શ્રી અંબાલાલભાઈના અંતરમાં પ્રશંસા થવા લાગી. આમ જૂઠાભાઈના પરિચયથી વૈરાગ્યવાળું ચિત્ત થઈ ગયું. તેથી પૂ.શ્રી અંબાલાલભાઈને લગ્નના વરઘોડામાં જવાનું મન ન હતું પણ છગનલાલભાઈએ તેમને તેડવા માણસ મોકલ્યું. તેથી છગનલાલભાઈનું મન રાખવા ગયા. સાંજના ત્રીજીવાર જૂઠાભાઈના સત્સંગ માટે ગયા. જતાં જ શ્રી જૂઠાભાઈએ તેમને પ્રીતિપૂર્વક બોલાવ્યા અને કહ્યું કે તમારી સાથે મારો પૂર્વ ભવનો સંબંધ હોવો જોઈએ. એવું દિલ ખેંચાય છે. તે સાંભળી અંબાલાલભાઈને પણ “દિલ ભર દિલ” એવું સંધાન થઈ ગયું.
દિલ મેળો થયો. દિલ મળ્યા પછી ભેદ કેવો ? પૂ.શ્રી જૂઠાભાઈએ કૃપાળુદેવના ગુણગ્રામ કર્યા અને કુ.દેવના બોધપત્રો વંચાવ્યા. પૂ.શ્રી જૂઠાભાઈએ ખોવાયેલને ખોળી લીધા. પોતે જ સામેથી પત્ર લખી, મિલનની ચાહના જગાડી. એટલે
“પહેલો પિયાલો મારા જૂઠાભાઈએ પાયો, બીજે પિયાલ રંગની રેલી વર્ષી, હરીનો રસ પૂરણ પાયો.”
ખંભાત આવ્યા પછી પૂ.અંબાલાલભાઈએ પૂ.શ્રી જૂઠાભાઈ પ્રત્યે સત્સંગમૈત્રીનો વિરહ અને પૂ.શ્રીની તબિયત વિષેની ચિંતાના પત્રો લખ્યા. વર્ષ-દોઢ વર્ષનો પરિચય રહ્યો. તેમાં ૬-૭ પત્રો પૂ.અંબાલાલભાઈએ લખ્યા તે દ્વારા પ્રેમનો પાયો મજબૂત કર્યો. સપ્રેમને ગાઢા બંધનથી બાંધ્યો એ પ્રેમીની પરમાર્થશાતા પૂછવા બીજી વાર પૂ.અંબાલાલભાઈ અમદાવાદ ગયા અને ખંભાત પધારી દર્શન લાભ આપવા આગ્રહ ભરી વિનંતી કરી કે તેમણે સ્વીકારી હતી જેથી વડોદરેથી વળતાં ખંભાત આવવાનો નિશ્ચય કર્યો હતો. આમ તો બંને દિલથી ભેળા જ હતા છતાં મોઢા મોઢ મળવાની તીવ્ર ઈચ્છા તે ઈશ્વરેચ્છાએ પાર પડી જણાય છે.
– ઈન્જ
૭