Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 57
________________ પછ પૂ. શ્રી જૂઠાભાઈ શ્રી જૂઠાભાઈની શરીર પ્રકૃતિ સં.૧૯૪૫-૪૬ના બે વર્ષમાં રોગ ગ્રસ્ત રહેતી, તે પ્રસંગે તત્ત્વબોધક પત્રો લખી પ. કૃપાળુદેવે તેમને આત્મભાવમાં સ્થિર કર્યા. તે બોધક વચનો તેમને બહુ લાભદાયક નિવડ્યા હતા. જેના પરિણામે મોક્ષમાર્ગને દે એવું સમ્યકત્વ તેમના અંતરમાં પ્રકાશ્ય હતું. તે ભાવો વ.૧૧૭માં પ્રકાશિત થયેલ છે. આવી ઉદાસીન દશા, ભક્તિ પ્રધાનતા-સમ્યક્દશા તેના આત્મામાં પ્રગટી છે. તે ખાત્રી કરાવે છે કે આ કોઈ પૂર્વનો યોગી કુળમાં વસેલો સાધક છે. સંતોના જૂથમાંથી આવેલ નિરંજન પદને બૂઝનારો છે. એથી પ.કૃ.દેવે એવી ગુણરત્નની નવસેરી માળા સત્યપરાયણના હૃદય-દેશમાં આરોપિત કરી દીધી છે. પૂ.શ્રી યશોવિજયજી મહારાજ સ્તવનમાં પ્રભુને સ્તવે છે. ‘નિજગુણ ગૂંથિત તે કરી, કરતિ મોતીની માળા રે, તે મુજ કંઠે આરોપતાં, દીસે ઝાકઝમાળા રે...' આવી અદભૂત અંજલિ આપતાં તેઓશ્રી નોંધે છે કે : “એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું?... ધર્મના પૂર્ણ આલ્હાદમાં આયુષ્ય અચિંતુ પૂર્ણ કર્યું. અરેરે ! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એ પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય ? વ.૧૧૭ પૂ. શ્રી જૂઠાભાઈની સ્વર્ગવાસની તિથિ કૃદેવે બે મહિના અગાઉ પોતાની હાથનોંધમાં નોંધી હતી. પૂ.શ્રી ત્રિભોવનભાઈ (ખંભાતના) તે સમયે મુંબઈ હતા. તે વચનામૃત ૧૧૬ તેમને વંચાવ્યું હતું. પ.કૃ.દેવને પણ સત્યપરાયણના નામ એવાજ ગુણ જોઈ તેમના સ્વર્ગવાસથી ઘણો પરમાર્થખેદ થયો હતો. સત્યપરાયણને કૃપાળુદેવ પોતાના રાહયિક વિશ્રામ ગણતા, એટલે પોતાના વ્યાવહારિક અંગત કાર્યમાં તેમજ પારમાર્થિક જીવનના પૂર્વના રહસ્યો ખોલવાનું સ્થાન સમજતા હતા. તેથી ઘણો શોક થાય છે. વ.૧૧૮માં પૂ.શ્રી અંબાલાલભાઈને લખે છે :

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68