Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal
Catalog link: https://jainqq.org/explore/032182/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પરમ મુમુક્ષુ પૂ.શ્રી જૂઠાભાઈ Na Onalaud પ્રકાશક શ્રી સુબોધક પુસ્તકાલય ખંભાત ഗാഗഗാ Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ નમો “પાસેણે અરિહા પુરિસાદાણિએ” - શ્રી પ.કૃ.દેવ પરમ મુમુક્ષુ પૂ. શ્રી જૂઠાભાઈ (સત્યપરાયણ) -: સંયોજક :.. ભાવપ્રભાશ્રીજી મ.સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨ | પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાન : શ્રી સુબોધક પુસ્તકાલય લોકાપરી, ખંભાત - ૩૮૮૬૨૦. પ્રથમ આવૃત્તિ પ્રત : ૭૫૦ પ્રકાશન : સં. ૨૦૬૪, ફાગણ વદ-૭, તા. ૨૩-૩-૨૦૦૮ કિંમત : રૂા. ૩૦=00 મુદ્રક : અમૃત પ્રિન્ટર્સ દરીયાપુર, અમદાવાદ. ફોન : ૨૨૧૬૯૮૫૨ મો. ૯૮૨૫૦ ૬૪૦૧૬ પૂ. શ્રી જૂઠાભાઈ Page #4 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ વર્ષ ૨૪મું શ્રીમદ્ રાજચંદ્ર 3 વિ.સં. ૧૯૪૭ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ પ્રસ્તુત બે બોલ અમો સુબોધક પુસ્તકાલયના ટ્રસ્ટીબંધુઓએ પ્રભુકૃપાથી પૂ.શ્રી અંબાલાલભાઈનો સમાધિ શતાબ્દિ ભક્તિ ઉત્સવ અમારી શક્તિ અનુસાર સં. ૨૦૬ ૨ના વર્ષમાં ઊજવ્યો. એ મહોત્સવમાં ભગવાન પ્રત્યે, અમોને અને સર્વ મુમુક્ષુઓને ભક્તિભાવમાં અનેરો ઉત્સાહ વેદાયો. એ ઉત્સાહ જોઈને એમ જ લાગે કે પરમકૃપાળુદેવનું યોગબળ જ કામ કરી રહ્યું છે. અમારી સંસ્થા માટે હાલ પરમ ઉપકારક પૂ. ભાવપ્રભાશ્રીજી સાધ્વીજી મહારાજ સાહેબે પ્રભુના વચનામૃતજીનું રસપાન કરાવવાની સાથે સાથે પ્રભુભક્તિના ફળસ્વરૂપે ઉત્સવ દરમ્યાન “આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ.શ્રી અંબાલાલભાઈ” એ પુસ્તકનું આલેખન કરી, અમોને તેનું પ્રકાશન કરવાની તક આપી, અમારા મહત્ ભાગ્યની પ્રતિતી કરાવી. ઉક્ત પુસ્તકના વાંચન, મનનથી પ્રેરાઈને અમદાવાદ-અમૃત પ્રિન્ટર્સના સંચાલક શ્રી હસમુખભાઈ એ. પરીખ સાથે વાત નીકળતાં એક સૂચન થયું કે, પૂ.શ્રી અંબાલાલભાઈના પુસ્તકની માફક, પૂ.શ્રી જૂઠાભાઈ જેવા પરમ મુમુક્ષુના ભક્તજીવનની કંઈ પ્રસાદી સૌ મુમુક્ષુઓને મળે એવું તેમનું ટૂંકું જીવનચરિત્ર પૂ. ભાવપ્રભાશ્રીજી મ.સાહેબ લખે. સર્વ પ્રથમ મુમુક્ષુ-શિષ્ય તો પૂ.શ્રી જૂઠાભાઈ છે. પૂ.શ્રી સૌભાગ્યભાઈ, પૂ.મુનિશ્રી, પૂ.ભાઈશ્રી અને પૂ.શ્રી અંબાલાલભાઈ વિ.ના ઉપકાર વિષે લખાયું છે. હવે એક આ જ મુખ્ય અને ઉચ્ચગતિ પ્રાપ્ત મુમુક્ષુ પુરુષ વિષે લખાવું બાકી છે. તેમના વિષે કાંઈ વિશેષ જાણવા મળતું નથી. એ સૂચનથી પ્રેરાઈને પૂ. ભાવપ્રભાશ્રીજી મ.સાહેબને, ભક્ત પુરુષ પૂ.જૂઠાભાઈ પ્રત્યે વર્તતો ભક્તિ રાગ પ્રગટ્યો. તેમના વિષે યોગ્ય માહિતી લખી રજૂ કરવા વચનામૃતજીના પાન સાથે, અંતરના પાન ઉઘડવા માંડ્યા અને ભક્તિભાવમાંથી ઊઠતા શબ્દો, વાક્યો સાકાર સ્વરૂપ ધારણ કરવા લાગ્યા. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા, અર્ધશતાબ્દિ સ્મારક ગ્રંથ વિ.માં પૂ.શ્રી જૂઠાભાઈ વિષે લખેલ જીવન-ચરિત્ર સહાયક થયાં. પરિણામ સ્વરૂપે પ્રભુ Page #7 -------------------------------------------------------------------------- ________________ S પૂ. શ્રી જૂઠાભાઈ પ્રત્યેની ભક્તિની વિશેષ વાનગી સ્વરૂપે પૂ.શ્રી સત્યપરાયણના જીવનની ભક્તગાથા પુસ્તિકારૂપે પૂ.શ્રી દ્વારા લખવામાં આવી. તે વાંચતા-વિચારતાં અમોને તેનું પ્રકાશન કરવાની ઈચ્છા જાગૃત થઈ. અમારી ઈચ્છામાં પૂ.મ.સાહેબે સૂર પૂરાવી સંમત્તિ દર્શાવી. આ પુસ્તિકા માટે પૂ.શ્રી જૂઠાભાઈએ પરમકૃપાળુદેવ પ્રત્યે લખેલા ભક્તિ પત્રો ક્યાંયથી મળી શક્યા નથી, પણ પ્રભુએ તેના જવાબ રૂપે લખેલા પત્ર-સુધાના માધ્યમથી, પૂ.શ્રી જૂઠાભાઈની કૃપાળુદેવ પ્રત્યે સંલગ્ન વૃત્તિ, અંતરીય જીવનનું જોડાણ, પ્રેમ નિતરતી ભાવના, સ્નેહ સરિતાનું સાગરમાં મિલન, વિ. ગુણાવૃત્તિનું પૂ.શ્રીએ જે દર્શન કરાવ્યું છે તેનું અત્રે આલેખન કરવામાં આવ્યું છે. પૂ.શ્રી જૂઠાભાઈએ પ.કૃ.દેવ પ્રત્યે વીસેક પત્રો પાઠવેલ છે, કારણ કે સંવત ૧૯૪૪ થી ૧૯૪૬ સુધીનો બહુ જ ટૂંકા ગાળાનો પ.ફૂ.દેવ સાથે મર્યાદિત સમાગમ ટૂંકા આયુષ્યને કારણે રહ્યો હતો. વળી પ્રતિકૂળ સંજોગો, નાની વય, વ્યવહારિક પ્રવૃત્તિને કારણે પણ પત્રો થોડા પાઠવી શકાયા હતા. ત્રણ વર્ષમાં પ.કૃ.દેવશ્રીનો પ્રત્યક્ષ સમાગમ ૫ થી ૬ વખત, ઉપરાંત પત્રો દ્વારા પણ સત્તમાગમ પ્રાપ્ત કરી, અપૂર્વ-અલભ્ય એવી સત્સંગની મીઠી, શીતળ છાયા પ્રાપ્ત કરી હતી. અલ્પ સમયમાં પોતાની આત્મિક શક્તિ વડે પુરુષાર્થ ફોરવી ઘણાં કર્મોને હઠાવી દીધા હતાં. પ.કૃ.દેવશ્રીએ વ. ૭માં લખ્યું છે કે “કાર્ય સિધ્ધિ કરીને ચાલ્યો જા” તે રીતે પૂ.શ્રી જૂઠાભાઈ પ્રભુના આશ્રયમાં રહી કાર્ય સિધ્ધિ કરી સંતને શરણે ચાલ્યા ગયા. ફરીથી આ સંસાર ચક્રમાં ન આવવા જાણે પ્રતિજ્ઞા લીધી હતી. આપણે પણ પૂ.શ્રી જૂઠાભાઈના પગલે ચાલી આજ્ઞાભક્તિરૂપ પુરુષાર્થ કરી એજ સ્વસ્થાનને પામીયે. આપણા આ પુરૂષાર્થમાં પૂ.ભાવપ્રભાશ્રીજી મ.સા. પ્રેરણારૂપ છે અને આ શાળાના પ.કૃ.દેવ સ્વયં ખેલૈયા છે એટલે જરૂર અમો સત્સંગીઓને ભવસમુદ્ર પાર કરાવશે. “સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો” - પ.કૃ.દેવશ્રી Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ : મુમુક્ષુના પંથ પરમપદના અગ્રેસર પૂ.શ્રી સોભાગભાઈ : તેઓશ્રી અમારી શાળાના પ્રાણ સમા લાગે છે. તેમણે કૃપા કરી શ્રી પ.કૃ.દેવની વ.૨૫૫ જેવી અદ્ભુત દશાના વચનામૃતો પૂ.અંબાલાલભાઈ જેવા પાત્ર સિવાય કોઈને ન વંચાવવાની પ.કૃ.દેવની આજ્ઞા હતી. તેવી ગુપ્ત ગંભીર આશયભરી વાતો પૂ.સોભાગભાઈ દ્વારા આપણને જાણવા મળી. જો ૬૦ પત્રો ને ૭૦ પત્તા ન મળ્યાં હોત તો અલભ્ય-દુર્લભ-સત્સંગની ઓળખ કેમ થાત ? અને પરમાત્માના અચિંત્ય મહીમાને ગાવા ભાગ્યશાળી ક્યાંથી બની શકત ? એ તો મુમુક્ષુના પરમપિતસ્વીએ મોટું મન રાખી, ઉદાર બની આ મહામૂલી રત્નત્રયીની સંપત્તિ આપી. આપણી સાથે ભેદ રાખ્યા વિના જ્ઞાનીઓની સનાતન કરૂણાવસ્થા કૃપાળુદેવના અંતરાત્મામાં પ્રદેશ પ્રદેશ સ્ફરી રહેલ કરૂણાને પ્રગટ લાવ્યા - કૃપાળુદેવને વિનંતી કરી કરીને, પ્રશ્નો પૂછી પૂછીને સ્ક્રય ખોલાવ્યું. શબ્દ દ્વારા કરૂણાબ્ધિ વહેતો થયો. એ વચનરસ પૂ.અંબાલાલભાઈને પ્રેરણા કરી સંગ્રહ કરાવ્યો, દ્ધયની માટલીમાં ભરાવ્યો અને ધવલ પત્ર પર સુવર્ણ અક્ષરથી અંકીત કરાવ્યો. વળી તેમણે કૃ. દેવને લખ્યું છે કે આપ આહીં-સાયલા-પધારો, અમો બપૈયાની જેમ તલખીએ છીએ. આહીં આપને નિવરતી રેશે એમ વરતશું અને ખંભાતવાસીને આહીં તેડાવશું – બધી સવડ થઈ રેશે. આપને કદીકબે દિ-રેવું હશે તો ૪-દિ-રેશો એમ કરશું. અહા ! ખંભાતવાસીનું કેવું મહભાગ્ય. જ્યાં કૃપાળુદેવ ત્યાં સોભાગ્યભાઈ અને જ્યાં સોભાગ્યભાઈ ત્યાં કૃપાળુદેવ હોય એવું અભેદ સ્વરૂપ, તેનું દર્શન મળ્યું. | ભવોભવના હિતેચ્છુ - રાજના સ્નેહીજને અમને પોતાના ગણ્યા - તેના અલૌકિક નિઃસ્વાર્થ પ્રેમને અમો શું બિરદાવીયે ? શું બદલો વાળીયે ? તેમની ઉપકારશીલતાનો શું આભાર માનીયે ? વળી શ્રી પ.કૃ.દેવ રાજછાયામાં અગાસી ઉપર બિરાજ્યા હતા ત્યારે તેમની પાસે બેસેલ પૂ.શ્રી સોભાગભાઈને તથા પૂ.શ્રી ડુંગરશીભાઈને ગણધર પદવીથી નવાજ્યા હતા. એવા સમર્થધણીના શિષ્ય પણ સમર્થ હતા. વયે Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ વૃધ્ધ છતાં પુરૂષાર્થી-બળવાન હતા. તેમના સત્સંગમાં આવનારને પરમાત્મા તરફ ભક્તિની યુક્તિથી આકર્ષી લેતા. આજે દેહથી તેઓ દૂર દેશમાં રહ્યા છતાં હજુ તે મુમુક્ષુના ઉપકારી, સરળ સ્વભાવી, મહાભાગ્યવંતા સંત સુભાગ્ય સર્વેની સંભાળ લઈ રહ્યા છે એવા પરચા પણ પ્રસંગે મળ્યા છે. આજના ધર્મ પર્વ જેવા પવિત્ર દિવસે પુણ્ય શ્લોક પૂ.શ્રી સૌભાગ્યભાઈના વિશેષ ઉપકારની સ્મૃતિ થાય છે. શ્રી વચનામૃતજી ગ્રંથની પ્રથમાવૃત્તિની પ્રસાદી આપણને મળી છે. તેમાં પૂ.શ્રી સૌભાગ્યભાઈનો મહત્ ઉપકાર સંભારણા રૂપ છે. પૂ.શ્રી સૌભાગ્યભાઈએ પૂ.અંબાલાલભાઈને એકી સાથે સવાસો (૧૨૫) બોધ પત્રો આપ્યા. ત્યાર બાદ વ.૭૭૯, ૭૮૦, ૭૮૧ છેલ્લે આપ્યા અને તેમાં પ.કૃ.દેવે “શ્રી સોભાગને વિચા૨ને અર્થે આ કાગળ લખ્યો છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે.’' એ રીતે પૂ.સૌભાગ્યભાઈ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર બની આપણને તેમના અમૃતકુંભની રસ લહાણી કરી ભાગીદાર બનાવ્યા છે. એ અલૌકિક ઘટના અચ્છેરારૂપ બની છે. એટલે જ પરમકૃપાળુદેવે શ્રી સોભાગ્ય મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી એ શીખામણ દીધી છે. જયારથી પૂ.સૌભાગ્યભાઈને પ.કૃ.દેવનો સમાગમ થયો ત્યારથી અંબાલાલભાઈ સાથે ઓળખાણ થઈ ચૂકી હતી. અંતરની પ્રીતિ પ્રગટી હતી. એટલે પ્રથમવાર ૫.કૃ.દેવ ખંભાત પધાર્યા ત્યારે શ્રી મણિભાઈને સાથે મોકલ્યા હતા. તે પહેલા જણાવ્યું હતું કે અહીંથી તારે અંબાલાલ લાલચંદના ઘેર સાહેબજીની સાથે અમુક મિતિએ જવાનું છે. શ્રી પ.કૃ.દેવે પણ ખંભાત આવતાં પહેલાં અંબાલાલભાઈને લખ્યું છે – ‘હું અહીં સાયલા ચોક્કસ હિતકારીના આગ્રહથી આવ્યો છું.’ આમ પ્રભુના સંબંધથી ખંભાતવાસીને શરૂઆતથી એક પછી એક ધર્મ સ્નેહી, અંતરના સગા, પ્રભુ ભક્તોનું મિલન થતું ગયું અને ભક્તિરંગ જામતો રહ્યો એથી ૫રમાત્માના-મંગલ હ્રદય મંદિરના દ્વાર ખૂલ્યા. હરિને નિરખ્યા - બધાએ મળીને ગાયું - Page #10 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ભજન (રાગ - નંદકુંવર નાનો રે.....) સાહેબો સોહાગી રે, સખી સદ્ગુરૂ મળ્યા રે, મળતામાં મુજ પર કીધી મ્હેર, વચન પ્રકાશ્યું રે, વ્હાલે કરૂણા કરી રે, કહ્યા પછી પ્રીછી સરવે પેર. સાહેબો ૧... હિરજન મારાં આવીયા ને, હસી અમારી દેહ, રોમ રોમ રંગ લાગી રહ્યો, જેમ વાદળ વરસે મેહ. C પ્રેમ રસ પાયો રે, આપ ઓળખાવ્યું રે, ભૂલ ભાંગી ગઈ રે, પલકમાં કીધો પોતાનો દાસ. સાહેબો ૨... આશિર્વાદ દીધો રે, મૂક્યો કાંઈ મસ્તક ઉપર હાથ. સાહેબો ૩... પારસ તે પાયો રે, પ્રભુજીના નામનો રે, નિરાંત નામે નિર્ભય થાય. સાહેબો ૪... શ્રી કબીર સાહેબ ભજનમાં હિરજનના ઉપકારને સંભારે છે. (રાગ - લાગો છો પ્યારા પ્યારા) આ ભવમાં આભાર કેવો માનું હિરજન કેરો, ભૂલું ભજન તો આગળ આવી, સંભારી આપે હિર સાર. હિરજન ૧... હરિજન ૨... એવા સ્તુતિ કરવા યોગ્ય, વાંદવા યોગ્ય-સ્મરણીય મૂર્તિ જેનો કરૂણાળુનમ્ર સ્વભાવ હતો તેની ઉપકૃતિના ગુણાનુવાદ સંભારી આજના મંગલ પ્રસંગે તે પૂજ્યપાદના પદકમળમાં અતિ ભક્તિભાવે નમસ્કાર કરીએ છીએ. તે સ્મરણ કરવા યોગ્ય સત્પુરૂષ અમારા અંતરમાં ચિરસ્મરણીય રહો એ જ શ્રધ્ધા સહ અભ્યર્થના ! લી. ટ્રસ્ટીગણ શ્રી સુબોધક પુસ્તકાલય ખંભાત Page #11 -------------------------------------------------------------------------- ________________ 90 પૂ. શ્રી જૂઠાભાઈ ઋણ સ્વીકૃતિ પરમ ઉપકારી પ.પૂ.શ્રી પરમકૃપાળુદેવના પ્રથમ શિષ્ય અને પરમ પાત્ર એવા શ્રી જૂઠાભાઈ-સત્યપરાયણની તત્ત્વજિજ્ઞાસા અને સત્સંગની પિપાસા જાણીને સ્વયં ભગવાને કરૂણા કરીને પાઠવેલ પત્રનું પોતે રસપાન કર્યું અને (મુમુક્ષુઓને) એની રસલહાણી કરી. એમની પાસેના સત-વચનોની મૂડીના આપણને સહભાગી બનાવ્યા. - તેમણે કૃપાળુદેવના વચનો વાંચ્યાં, વિચાર્યા ને આત્મસાત કર્યા. તેમાં જ આત્મા ઉલ્લાસિત થતો ગયો તેવામાં પોતાની શરીર પ્રકૃતિ વધુ નરમ થવા લાગી. પૂર્વ પુણ્યોદયે પૂ. અંબાલાલભાઈ આવી મળ્યા. આવકાર દઈ દિલ ખોલ્યું – મારો તમારી સાથે પૂર્વનો સંબંધ હોય એવું લાગે છે. તે જ દિવસે પૂ.સત્યપરાયણને ભૂતકાળમાં પૂ.અંબાલાલભાઈને આપેલો કોલ યાદ આવ્યો. તેથી પરસ્પર ધર્મમંત્રીની પ્રીતિ બંધાણી. હવે આયુષ્ય વધારે બચ્યું નથી જાણી પૂ.શ્રી અંબાલાલભાઈને પ્રેમથી પત્રોના ઉતારા કરવા આપ્યા. પાત્ર જોઈને વચનરૂપી રત્નખજાનો ખુલ્લો મૂક્યો. ત્યારથી શ્રી વચનામૃતજી ગ્રંથના ‘શ્રી ગણેશાય' મંડાણા. એ રીતે પ્રથમ પૂ.અંબાલાલભાઈએ પૂ.શ્રી જૂઠાભાઈએ આપેલા પત્રોના જ ઉતારા કર્યા અને એ પ્રથમ આવૃત્તિના પ્રકાશનમાં પૂ.શ્રી સત્યપરાયણનો ઉપકાર મોટો છે. આપણા પ્રત્યે તેમણે પરોક્ષપણે સહાયકપણું કર્યું છે. અહો ! કેવી ચમત્કારી સિધ્ધિ ! શ્રી પરમ કૃપાળુદેવ લખે છે કે “યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિધ્ધિને આપે છે.” આ સિધ્ધિ શ્રી સત્યપરાયણની કૃપાનું ફળ છે. શ્રી સત્યપરાયણજી ‘સત્'નું સેવન કરી, આસ્વાદન કરાવવામાં ખંભાતવાસીને અપ્રગટપણે જ્ઞાનદાન દઈ – ભોમિયા બન્યાં. પૂ.શ્રી અંબાલાલભાઈને શ્રી સત્યપરાયણ ન મળ્યા હોત તો આપણને શ્રી વચનામૃતજી કેવી રીતે પ્રાપ્ત થાત ? અને તે વિના આપણો ભવ કેમ સુધરત ? ખરેખર ! “શ્રી સત્યપરાયણના સન્માર્ગનું સેવન કરીશું તો સુખી થઈશું, પાર પામીશું.” શ્રી વચનામૃતજીની પાયાની ઈંટ છે શ્રી સત્યપરાયણ ! વચનામૃતજીની Page #12 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ સરવાણીનું ઊગમસ્થાન છે સત્યપરાયણજી ! ભગીરથે ગંગાનું અવતરણ કરીને જગત પર જે ઉપકાર કર્યો તેવો જ ઉપકાર, કૃપાળુદેવની વચનસરિતાના (શબ્દસરિતાના) અવતરણની શ્રી સત્યપરાયણજીની પરોક્ષ રીતે ઉપકૃતિ ગણાય. આપણને પ્રાપ્ત શરૂઆતના પત્રો અને અન્ય સાહિત્ય પ્રાપ્તિનું શ્રેય શ્રી સત્યપરાયણને ફાળે જાય છે. પરાગ ભલે પુષ્પની હોય, પણ એ પુષ્પને પાંગરવા માટે ડાળની સહાય છે તેમ આપણને મળતી વચનસુરભિનું પ્રદાન કાંઈક અંશે શ્રી સત્યપરાયણનું ગણાય. શ્રી સત્યપરાયણે વાવેલ આમ્રફળનો મધુર સ્વાદ આજે આપણે માણી શકીએ છીએ એ કાંઈ નાનો સૂનો ઉપકાર નથી. કૃપાળુદેવે મોક્ષમાળા તો પ્રથમથી લખેલી જ હતી. તે તો પૂ.શ્રી સત્યપરાયણના દયમાં રમતી હતી, અંતરે જડી દીધી હતી. પૂ.શ્રી સત્યપરાયણ દ્વારા આપણને મળેલા સોનેરી વાક્યો તો જાણે અંતરમાં કોતરાઈ જાય તેવા છે. ૨૧ નંબરના વચનામૃતમાં ૧૦૪ નં. વાક્યમાં “બહુ છકી જાઓ તો પણ મહાવીરની આજ્ઞા તોડશો નહી.” “ગમે તેવી શંકા થાય તોપણ મારા વતી વીરને નિઃશંક ગણજો.” અને બોધવચન નં. ૫ માં ૯૩મું વાક્ય “બાહ્ય કરણી કરતાં અત્યંતર કરણી ઉપર વધારે લક્ષ આપવું.” - કયા કયા વાક્યને યાદ કરીએ ! શબ્દ શબ્દ વાગોળતાં વધારે રસ અને વધારે મર્મ પામીએ તેવી અદ્દભુત તેમાં ચમત્કૃતિ છે. બોધવચનો, પ્રશ્નોત્તર, સજ્જનતા વિષેનો લેખ, હાથનોંધ નં. ૧, સ્વરોદયજ્ઞાનનો ગ્રંથ, સ્વવિચાર ભુવન, વિ. વચનપ્રસાદી આપણે તે શ્રી સત્યપરાયણશ્રીની કૃપાથી ચાખીએ છીએ. કૃપાળુદેવે જેમને ‘પ્રિય ભાઈ ગણ્યા, એવા આપણા સૌના પ્રિયભાઈ શ્રી સત્યપરાયણે આપણને એ અમૂલ્ય વારસામાં ભાગ આપી બંધુતા દાખવી છે. | પરમકૃપાળુ દેવે પૂ.શ્રી ઠાભાઈ પ્રત્યે પત્રો દ્વારા જે બોધની અમૃતધારા વરસાવી તે વર્ષ તથા વચનામૃત પત્ર ક્રમાંક : Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પૂ. શ્રી જૂઠાભાઈ વિક્રમ સંવત ૧૯૪૪ – વ. ૩૬, ૩૭, ૪૦ વિક્રમ સંવત ૧૯૪૫ - વ. ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૯, પ૩, પ૪, ૫૫, પ૬, ૫૭, , ૬૦, ૬૫, ૬૯, ૭૨, ૭૩, ૭૪, ૭૫, ૭૬, ૮૦, ૮૧ વિક્રમ સંવત ૧૯૪૬ - વ. ૮૪, ૮૫, ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૮, ૧૦૩, ૧૦૪, ૧૧૪ તદુપરાંત વચનામૃત ૫, ૮, ૨૧, ૨૩, ૨૪, ૨૫ પૂ.શ્રી સત્યપરાયણને મોરબી મળવું થયું ત્યારે પ.ક.દેવે આપ્યા હતા. - હવે એ મળેલા વારસાને સાચવીએ, તેના ઉપભોગી થઈએ, તેને વર્તનમાં અંશે પણ લાવીએ એ જ મુમુક્ષુપણાની સાર્થકતા છે. શ્રી કૃપાળુદેવને ઓળખી શકનારા એ સાચા ઝવેરી હતા અને આપણને સાચા ઝવેરી બનવા વચનામૃતરૂપી અજવાળાં આપણા માટે પાથરતા ગયા. શ્રી સત્યપરાયણજીના આ ઋણનો સ્વીકાર કરી, અષાઢ સુદ ૯, એમની પુણ્યતિથિ નિમિત્તે, પ્રેમભક્તિ સમેત, પાદાવિંદમાં નમસ્કાર કરી, તેમને વિનયઅંજલીરૂપે આ લઘુ પુસ્તિકા સાદર અર્પણ કરીએ છીએ. - અમો છીએ આપના શ્રી સ્વંભતીર્થવાસી મુમુક્ષુજનો Page #14 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. પ્રસ્તુત બે બોલ..... ટ્રસ્ટ મંડળ ઋણ સ્વીકૃતિ..... શ્રી સ્તંભતીર્થવાસી મુમુક્ષુજનો પદ - પામશું પામશું પામશું રે, અમે કેવળજ્ઞાન હવે પામશું - વ.૧૫૨નું પદ અનુસંધાન પદ - દેવ દિવાળી મંગળ પ્રાર્થના અનુક્રમણિકા સત્યપરાયણની આત્મચર્યા વિદ્યાભ્યાસ ગૃહસ્થાશ્રમ પ્રવેશ બ્રહ્મદર્શન શ્રી પરમકૃપાળુદેવશ્રીના પૂ.જૂઠાભાઈ પરના અપ્રગટ પત્રો-૧૫ વિરહી ચાતક સત્સંગ નૌકા ૯. ૧૦. અવધાન કાવ્યો ત્રણ ૧૧. બોધસુધા ૧૨. શ્રી સ્નેહના આકર્ષણ — ૧૩ – ૧૩. પૂ.શ્રી જૂઠાભાઈએ પૂ.અંબાલાલભાઈ પર લખેલા ધર્મપત્રો - છ (૬) ૧૪. સમાધિશીત શ્રી સત્યપરાયણ ૧૫. બોધિ - સમાધિ ૧૬. પૂ.શ્રી સત્યપરાયણના દેહાંત સમયની દશા વિષે - મિત્રનો પત્ર ૧૭. વિનય અંજલિગીત ૧૮. પૂ. ભાઈએ કરેલ કરૂણાની સ્તવના Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ _ પૂ. શ્રી જૂઠાભાઈ ૧. પદ (રાગ : સંતને સંતને રે, જા શરણે) વ.૧૫ર પામશું પામશું પામશું રે, અમે કેવળજ્ઞાન હવે પામશું. આજના પ્રભાતથી નિરંજન દેવની, અદ્દભુત અનુગ્રહતા માનશું રે. અમે. ૧ મૂળપદનું અતિશય સ્મરણ થયું, સ્વરૂપ સિદ્ધિએ વિરમશું રે. અમે. ૨ “તુંહિ તુહિ” એકતાન થઈ રહ્યું, - પ્રેમ ખુમારીમાં મહાલશું રે. અમે. ૩ અપૂર્વ આનંદ વર્તી રહેલ છે, સર્વાર્થસિદ્ધિ સ્થાનશું રે. અમે. ૪ હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં, અખંડ નિવાસ મારો જાણ તું રે. અમે. પ મોક્ષ તો કેવળ નિકટ વર્તે છે, પરદ્રવ્ય માત્રને વામશું રે. અમે. ૬ આત્મધૂનના એકતાર પ્રવાહથી, હરિરસમાં રંગ જામશું રે. અમે. ૭ અસ્થિમિંજાને રોમ રોમ માંહી, એક જ રંગમાં રંગશું રે. અમે. ૮ જન્મ ધરવાની નિશ્ચલ પ્રતિજ્ઞા, ફરી સંસારે આત્મ ભાવશું રે. અમે. ૯ પૂર્ણ વીતરાગની ચરણરજ મસ્તકે, નિરંતર હો એમ ધ્યાવશું રે. અમે. ૧૦ - છાજિક૭ Page #16 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ કોઈથી ભિન્નભાવ નથી રહ્યો અમને, હરિ સર્વત્ર સ્પષ્ટ ભાળશું રે. અમે. ૧૧ દેશ અમારો શ્રી હરિ કહેવાય છે, જાત અમારી શ્રી હરિના ઘરની, નામ હરિ રૂપ, હરિ ધામનું રે, પ્રેમીજનોને બોલાવશું રે, અમે કેવળજ્ઞાન હવે પામશું રે. અમે. ૧૨ સત્યપરાયણ અંતરે રહ્યું છે, રાજ સ્વરૂપ એકતાન શું રે, અમે કેવળજ્ઞાન હવે પામશું રે. અમે. ૧૩ - ભાવપ્રભાશ્રી દેવ દિવાળી રાગ :- તમે મન મૂકીને વરસ્યા - આવ્યું આવ્યું અનુપમ નાવ આ તો આવી દેવ દિવાળી રે, શિવસુખ વરવાને શુભ મંગળ દેવ દિવાળી રે, પ્રભુ જન્મોત્સવ ઊજવાળી રે. શિવસુખ શુભ મંગળ..... (૧) દેવ માતાથી દેવ જનમીયા, રવિ રવજીનંદન છે, અજ્ઞાન તિમિર નિકંદન છે, તેથી કહી દિવ્ય દિવાળી રે. શિવસુખ શુભ મંગળ..... (૨) Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પૂ. શ્રી જૂઠાભાઈ રાજચંદ્ર પ્રભુ નામ સ્થાપીયું, રવિ શશી ગુણ પ્રભાવી, સમ્યફ રત્નત્રયને ભાવિ, વીતરાગ માર્ગ રખવાળી રે. શિવસુખ | શુભ મંગળ..... (૩). “રા” ઉચ્ચારે રાગ ટળે, વળી દ્વેષ ટળે “જ” શબ્દથી, થતી “ચંદ્ર” વદે શીતળતા, શાસન જયોત પ્રભાવી ૨. શિવસુખ શુભ મંગળ..... (૪) આ કળિકાળે વીતરાગ શાસન, દુર્લભ બોધિ પામીયું, વિરાધકવૃત્તિનું બળ જામ્યું, જન્મથી દુષમતા ટાળી રે. શિવસુખ શુભ મંગળ..... (૫) દુર્લભ બોધિને બોધિત કરવા, વિરાધકતા ટળવા, બળ દુષમપણાનું દળવા, પ્રગટ્યા પ્રભુ પ્રભાવશાળી રે. શિવસુખ શુભ મંગળ..... (૬) આજ દિવસ શુભ સર્વ જનોને, મંગળ મુમુક્ષુ મનને, પામો સમ્યકત્વ રતનને, રાજ મુદ્રા દ્ધયે નિહાળી રે. શિવસુખ | શુભ મંગળ..... (૭) શુકરાજ ચરણે મણીએ લીધી, આશ્રયભક્તિ સાચી રે, જો કે તેવી શક્તિ નહીં પણ ભક્તિ મુજને વહાલી રે. શિવસુખ શુભ મંગળ..... (2) - પૂ. બાપુજી શેઠ Page #18 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ 99 ૨. મંગળ પ્રાર્થના ૧. શ્રી પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર. વ. ૩૭ ૨. “રૂપાતીત વ્યતીતમલ, પૂર્ણાનંદી ઈશ; ચિદાનંદ તાકું નમત, વિનય સહિત નિજ શિસ.” વ. ૨૨ ૩. “નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની, ભવ બંધનના ફંદ, કરણ ખંડન સુખદાની.” વ. ૧ ૪. મહાદેવ્યા કુક્ષીરત્નમ્, શબ્દજીત વરાત્મજમ્ શ્રી રાજચંદ્ર માં વંદે, તત્વ લોચન દાયકમ્. ૫. આતમરૂપ નિહાળવા, જિન બિંબ અનુપ નિધાન; આતમ દરિશન આરીસો, રાજચંદ્ર ભગવાન. ૬. રાજમુદ્રા રાજસારીખી, ભેદ નહીં લવ લેશ; દર્શન પૂજા ભક્તિથી, ટાળે ભવય કલેશ. ૭. || ૩ૐ નમઃ સચ્ચિદાનંદાય // વ. ૧ ૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ૩. ભક્તાવતાર શ્રી સત્યપરાયણની આત્મચર્યાનું પ્રશસ્ત ભાવે કિંચીત્ નિદિધ્યાસન કરીએ : ગુજરાતના પાટનગર સમા અમદાવાદ શહેરમાં દશાશ્રીમાળી જૈનના પ્રસિદ્ધ કુટુંબોમાં શેઠશ્રી મલીચંદ જેચંદનું કુટુંબ એક નામાંકિત કુટુંબ ગણાતું. મલીચંદ શેઠના ધર્મદ્રઢ સુપુત્ર શેઠ શ્રી ઊજમશીભાઈને ત્રણ પુત્રો હતા. (૧) શ્રી જેસિંગભાઈ (૨) શ્રી જૂઠાભાઈ અને (૩) શ્રી ગોકુળભાઈ એમ ત્રણેય વયનાનુસાર હતા. તેમના દાદા મલીચંદ જેચંદની પેઢીને પરમકૃપાળુ દેવ પુણ્ય પ્રભાવક વિશેષણ લગાડતા. ત્રણ પુત્રોમાંના આ ચરિત્ર નાયક વચેટ બંધુશ્રી “સત્ય પરાયણ” - પૂ. શ્રી જૂઠાભાઈનો જન્મ વિક્રમ સંવત ૧૯૨૩ના કારતક સુદી બીજના રોજ થયો હતો. જૂઠાભાઈના પિતાશ્રીનું નામ - ઊજમશીભાઈ અને માતાનું નામ જમનાબાઈ હતું. તેઓ બાળપણામાં નિખાલસ પ્રકૃતિના, નમ્ર, ગુણગરવા હતા. બુદ્ધિમાં અત્યંત વિચક્ષણ અને દરેક હકીકતને, વાતોને, તેના સ્વરૂપને આદિથી અંત સુધી સ્ટેજમાં જાણી લે તેવા કુશળ હતા. તેમની આંખમાં મૃદુતાની ચમક હતી. મુખાકૃતિ પર જ્ઞાનની તેજસ્વિતા પથરાયેલી દેખાતી. તેઓ બાળ સુલભ રમતગમતના શોખીન ન હતા પરંતુ સંસાર રમતની સોગઠા બાજી ઉપાડી લેવાની ઈચ્છાવાળા હતા. વાણીને અમૃતરૂપ રાખી શકતા. હૃદયમાં ગાંભીર્યતાની ઝલક હતી. ઉંમરમાં લઘુ છતાં વિચારોમાં પ્રૌઢતા, દક્ષતા હતી. સ્વભાવે સરળ છતાં દઢ મનોબળવાળા હતા. સત્યવાદી, નીતિમાન અને પરમાર્થના ટેકધારી હતા. મુખ પરનું લાવણ્ય પરમાત્મ-દર્શનનું રંગી-સંગી ભાસતું. તેમની સાથે મળનારને (અંબાલાલભાઈ જેવાને) પરમાર્થની મીઠી ગોષ્ઠી માણવી ગમતી. તેમની પાસે ભગવત્ કથા-ભક્તિનો નિર્દોષ આનંદ લેવા મુમુક્ષુ આત્માઓ ઉમંગી થતા. Page #20 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ૧૯ -6 ૪. વિદ્યાભ્યાસ તેમનો ગુજરાતી અભ્યાસ પાંચ ધોરણ અને અંગ્રેજી ચાર ધોરણ | સુધીનો હતો. ત્યારનું શિક્ષણનું ધોરણ ઊંચું એટલે ઈંગ્લીશમાં વાતચીત કરી શકે. સાત વર્ષની ઉંમરથી ચૌદ વર્ષની ઉંમર સુધી અભ્યાસ કર્યો. તેઓ વયમાં પ.કૃ.દેવથી એક વર્ષ મોટા હતા. તેમનો જન્મ સ્થાનકવાસી જૈન વણિક કુળમાં થયો હતો. પરંતુ તેમનું નાની વયથી લક્ષ ભક્તિ ઉપાસનામાં હતું. પરમાત્માની ભક્તિના સંસ્કાર સાથે લઈને આવ્યા હતા. તેથી મતભેદના દૂરાગ્રહથી તેઓ દૂર રહેતા. રૂઢી ધર્મને આગ્રહરૂપે ગ્રહણ કર્યો ન હતો. માત્ર સ્વયં સ્કૂરણાથી સત-ચિત-આનંદ સ્વરૂપ પરમાત્માની ભક્તિ જ તેમને પ્રિય હતી, સહજ સ્વભાવરૂપ હતી, તેથી તેમના જ ઘરમાં સાથે રહેલા તેમની સમાન વયના એક વૈષ્ણવધર્મના બંધુની સાથે તેમને ધર્મબંધુ તરીકેની મૈત્રી થઈ અને તેના પરિણામે વૈષ્ણવ સંપ્રદાયના ઈષ્ટદેવની (રામની) ભજન મંડળીમાં જતા અને ભજન ગાતા. આ પ્રસંગ સગાઓથી ગુપ્ત રાખતા. શિયાળામાં પણ ઠંડા પાણીમાં સ્નાન કરતા. મોડી રાત સુધી જાગવાથી તબિયત બગડી. શરદી, તાવ લાગુ પડ્યો, કુટુંબિઓને ખબર પડી એટલે ઠપકો આપ્યો અને આપણા જૈન ધર્મમાં ઘણું સારું જાણવાનું છે, જૈન ધર્મ ઊંચો છે, તેના જેવો દયાપૂર્ણ ધર્મ એકેય નથી એમ સત્ય સમજાવીને ત્યાંથી પાછા વાળ્યા અને તે સમયના વિદ્વાન ગણાતા આર્યાજી દિવાળીબાઈ મહાસતીજીના પ્રસંગમાં છીપા પોળના ઉપાશ્રયે જતા આવતા કર્યા. પણ તેથી જૂઠાભાઈનું દિલ કુળધર્મમાં ભાવથી ક્યાંય લાગ્યું નહીં. જેમ પૂ.શ્રી.મોહનવિજયજી મ.સાહેબે સ્તવનમાં જણાવ્યું છે કે, “દેવ ઘણાં દુનિયા માંય છે, પણ દિલ મેળો નહિ થાય’ સાહીબા.” પિતાજીએ ત્રણે પુત્રોને ભણાવી ગણાવી ધંધે ચઢાવ્યા અને પરલોક સિધાવ્યા. કૃપાળુદેવ તેમના ઘેર સં.૧૯૪૩માં પધાર્યા ત્યારે તેમના પિતાશ્રી હયાત નહીં. પિતાજીને કાપડનો ધંધો હતો. માણેકચોકમાં તેમની પેઢી હતી. પૈસા પાત્ર અને સુખી કુટુંબના એ પુણ્યવંતા નબીરા હતા. મોટાભાઈ જેસીંગભાઈ શેઠ વહીવટી કામ સઘળું સંભાળતા. સત્યપરાયણ તો Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨ ) પૂ. શ્રી જૂઠાભાઈ મોકળા મનથી ઉદાસીન રહી સત્ય સાધનામાં ગરકાવ રહેતા. પેઢીએ જતાબેસતા પણ તેમને સંસારના કાર્યોનો કે જુવાનીનો રંગ ચઢ્યો ન હતો, એટલે પૈસાની કે જીવનની કશી ચિંતા ન રાખતા. પરભવ સુધરે અને આ જીવનું ભવરણમાં આવન-જાવન કેમ મટે ? એવી ચિંતાથી ચિંતિત રહેતા. આ ભવે જ આ દેહે જ આત્મહિત કરી લેવું, ગમે તે ભોગે, એવો એમનો નિશ્ચય હતો. જે ઊગતી જુવાનીમાં રંગરાગ સૂઝે તેને બદલે તે વયમાં તત્ત્વની ઝંખના જાગ્રત થઈ હતી. ૫. ગૃહસ્થાશ્રમ પ્રવેશ સંવત ૧૯૩૯ આસપાસ પંદર કે સોળમે વરસે કલોલના સ્વધર્મી મગનલાલભાઈના સુપુત્રી ઉગરીબહેન સાથે વડીલે સગપણ કર્યું હતું. વિરક્ત હૃદય હોવાથી પરણવા માટે પરાણે ઘોડા પર બેસાડ્યા હતા એમ સાંભળ્યું છે. શૃંગાર રસના ઉપેક્ષિત અને વૈરાગ્ય રંગથી તેઓ શોભિત હતા, એટલે ગૃહસ્થાશ્રમમાં તેમનું ચિત્ત ચોંટતું નહીં. તેઓ તો બાહ્યભાવે વર્તતા અને નિર્લેપ રહેતા. ઉગરીબહેન પણ પૂર્વભવથી ભક્તિના સંસ્કાર સાથે લઈને આવ્યા હતાં, જેથી શ્રી જૂઠાભાઈને અનુકૂળ રહેતા. વ્રત નિયમ પાળતા. દયા-દાનની રૂડી ભાવના બંનેને હતી. ખાન-પાનના શોખ અને શ્રીમંત છતાં વૈભવ વિલાસની વૃત્તિ વિલય પામી હતી. સંવત ૧૯૪૫માં છીપા પોળના ઘરે કૃપાળુદેવ પધાર્યા ત્યારે પુણ્યાત્મા ઉગરીબહેન પણ હાજર હતાં. લગ્ન જીવનને પાંચ વર્ષ થયાં હતાં. કૃપાળુદેવના પરિચયમાં આવતાં પ.કૃ.દેવની અભુત જ્ઞાનચર્યા તેમના જોવામાં આવી, તેમનાથી પ્રભાવિત થયાં અને ત્યારથી જ કોઈ સત્પરૂષના અનુગ્રહથી કૃપાળુદેવના આશ્રિત થઈ ગયાં હતાં. તેમની વાણીથી તેઓ ભક્તિ રંગમાં રંગાયા. પહેલાંના જમાનામાં બહેનોથી બહાર પડાતું ન હતું એટલે ઉગરીબહેને કૃ. દેવને અંતરંગમાં સદ્દગુરૂ તરીકે ધાર્યા હતા. જૂઠાભાઈના સ્વર્ગવાસ બાદ ઉગરીબહેન કૃપાળુદેવને ધર્મ પત્ર પણ લખતા. તેમાંના એક પત્રનો જવાબ પ.કૃ.દેવશ્રીએ વચનામૃત ૨૬૨માં Page #22 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ૨૧ આપેલ છે. ઉગરીબહેનના ભાઈ શ્રી કુંવરજીભાઈ મગનલાલ કૃપાળુદેવના પરિચિત હતા. તેથી સંવત ૧૯૪૭માં પ્રભુ કલોલ પધાર્યા હતા. ઉગરીબહેને પૂર્વભવમાં જૈન ધર્મ સેવ્યો હતો એટલે મનથી ઘણું ઘણું અનુમોદન, એ સત્ય ધર્મના આરાધકનું ગુણ કીર્તન કર્યું હતું, અને વીતરાગ ધર્મની પ્રભુ પ્રત્યે માગણી કરી હતી. તેના પ્રતાપે તેમને કૃપાળુદેવનો સત્યોગ અને અપૂર્વ સત્સંગ મળ્યો હતો. અને તે સત્સંગના યોગે સં.૧૯૫૭ સુધી સત્સંગ રાખી, શ્રી સુરેંદ્રનગરમાં પ્રભુસેવા ઉપાસી હતી. બાઈ માણસ છતાં વ્યવહારિક વિકટસંયોગોમાં પણ પરમાર્થભાવના જૂઠાભાઈના વિયોગ પછી દઢ રાખી શક્યા તે તો શ્રી પ.કૃ.ની જ અપાર દયાને પામીને ! ઉગરીબહેન *જેસિંગભાઈ શેઠને કહેતા, “હું તો અંબાલાલભાઈ તથા પૂ.ભાઈશ્રી વિગેરેના સત્સંગમાં તો જઈશ જ. અને ભવિષ્યમાં તમે પણ આ મા આવશો.” પુણ્યાત્મા ઉગરીબહેનને દેહ છોડવાના સમયની ખબર પડી ગઈ હતી, જ્ઞાન થઈ ગયું હતું અને છેવટ સુધી વીતરાગ ધર્મ આરાધ્યો હતો અને સદ્ગુરૂનું શરણું રાખ્યું હતું. જૂઠાભાઈનું કુટુંબ ઉચ્ચભાવનાવાળું હતું. ત્રણેય ભાઈઓએ નીતિ અને તેની ઉપર ક્યારેય પગ દીધો ન હતો. સઘળાં કુટુંબમાં સંપની વૃદ્ધિ જણાતી, ભાઈઓ-ભાઈઓમાં તેમજ પિતરાઈઓમાં પરસ્પર પ્રીતિ જાળવતા હતા. સાત વ્યસનની ટેવ કોઈને ન હતી. જેસિંગભાઈ શેઠના ત્રણ કાકાઓ શ્રી લહેરાભાઈ વિ. પ.કૃ.દેવના પરિચયમાં પણ આવેલા હતા તેમની સાથે સહિયારી પેઢી હતી. છતાંય તેઓમાં સ્વાર્થ પરાયણતા ન હતી. પરમકૃપાળુની પરમ કૃપાથી અને જૂઠાભાઈના સંસ્કારથી પલ્લવિત થયેલ કુટુંબમાં જેસિંગભાઈ શેઠે તે સંસ્કાર કાયમ રાખ્યા અને અગાસ આશ્રમમાં પૂ.પ્રભુશ્રીજીની નિશ્રામાં પોતાનું આજીવન સમર્પિત કર્યુ હતું અને શ્રી પ.કૃ.દેવની આરસ-મુદ્રા જે હાલ ભોંયરામાં પ્રસ્થાપિત છે તે મુદ્રા શેઠશ્રી જેસિંગભાઈએ ખૂબજ ભક્તિભાવથી અને અંતરના ઉમળકાથી ભરાવી હતી. *નોંધ : શ્રી અગાસ આશ્રમમાં રહી શ્રી નારંગીબહેન (જેસિંગભાઈ શેઠના પુત્રવધૂ) સાથે સત્સંગવાર્તા કરતાં તેમના મુખેથી સાંભળેલી આ વાત છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પૂ. શ્રી જૂઠાભાઈ ૬. વિ.સં. ૧૯૪૪માં પ્રથમ બ્રહ્મદર્શન શ્રી સત્યપરાયણને પૂર્વભવની માર્ગસાધનાના પરિશ્રમથી પરમપુરૂષના સત્સંગની રટના-સ્મૃતિ અવ્યક્તપણે થતી. પરમ કૃપાળુદેવ મળતાં તે સ્મૃતિ તાજી થઈ. સત્યપરાયણની ચિત્તભૂમિ તો વૈરાગ્યવાસિત અને દયાથી આર્દ્ર હતી. પરોપકાર, ક્ષમા, શીલ, સંતોષથી શુદ્ધ થયેલી હતી. દોષો-દુર્ગુણોનો કચરો કાઢી નાંખેલો હતો. તેથી બીજ વાવણી માટે ખેડેલી ભૂમિની જેમ ચિત્તભૂમિ તૈયાર હતી. “વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.’” આવા ઉત્તમ પાત્રરૂપ તેઓ હતા. ૧. ૪૦ તેવામાં પૂર્વે વાવેલા બીજને અંકુર ફૂટવાનો સમય પાક્યો. જન્મ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં આવ્યા. મહાભાગ્યના દ્વાર ઉઘડ્યા. સિદ્ધ ભગવાનના ધામના જાણે સંદેશા મળ્યા. સાક્ષાત્ પરમાત્માના પાવન પગલાં ધીરે ધીરે સંભળાવા લાગ્યા. તેમના નયનો દૂર ક્ષિતિજમાં કોઈ પ્રિયતમ સાથીને શોધતા હતા. એક તરફ જૂઠાભાઈની પ્યાસ અને આ બાજુ કૃપાળુદેવને પણ પૂર્વના નિકટના સ્નેહ સંબંધના એંધાણ મળી ગયા હતા. તેમના નિર્મળ જ્ઞાનમાં જૂઠાભાઈ પ્રતિબિંબિત હતા. સંવત ૧૯૪૪માં ‘મોક્ષમાળા’ છપાવવા માટે પ.કૃ.દેવ ફરી અમદાવાદ પધાર્યા ત્યારે પ્રથમ શેઠ શ્રી પાનાચંદ ઝવેરચંદને ત્યાં જ ઉતર્યા હતા પછી ટંકશાળમાં શેઠ પન્નાલાલ ઉમાભાઈને ત્યાં અઢી માસ રહ્યા હતા. ધર્મનિષ્ઠ ઉમાભાઈના પત્ની ચંચળબહેનને જ્ઞાનમાં ઓળખી લઈ કોઈની પ્રેરણા વગર સ્વયં પૂર્વ સ્મૃતિની ખાત્રી કરવા પ.કૃ.દેવ તેમને ત્યાં પધાર્યા હતા. ત્યાંથી પછી વનેચંદ દફતરીએ લખી આપેલ ભલામણ પત્ર લઈ શ્રી જેસિંગભાઈના ઘેર મળવા પધાર્યા હતા તે વખતે પૂ. જૂઠાભાઈને પ્રથમ દર્શન પરમાત્માના થયાં. Page #24 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ત્યારબાદ શેઠશ્રી જેસિંગભાઈ તથા શ્રી જૂઠાભાઈ શેઠ પન્નાલાલને ત્યાં ઘણી વખત રાત્રે જતા. શ્રી જેસિંગભાઈએ ૫.કૃ.ને જમવાનું આમંત્રણ કર્યું હતું તેથી બીજે દિવસે તેમને ત્યાં જમવા પધાર્યા હતા. તે જ વખતે પૂ.જૂઠાભાઈને અમૃત ભોજન આપ્યું. કૃપાળુદેવ તેમના મનની વાતો જાણીને પ્રગટ કહેતા. તે સાંભળીને જૂઠાભાઈને તથા બીજાઓને આશ્ચર્ય લાગતું. જૂઠાભાઈએ તો તેમને સદ્ગુરુ ધારી જ લીધા હતા. બાકી જેસિંગભાઈ-આ વિદ્વાન કવિ અને મોટા માણસ છે એટલું જાણી શકેલા પણ આત્મકલ્યાણની ઈચ્છા તેમને જાગેલી નહીં. તેથી યથાર્થ ઓળખાણ થયું નહીં, શ્રદ્ધા બેઠી નહીં. ૧૯૪૪માં શેઠશ્રી દલપતભાઈના વંડે પરમ કૃપાળુદેવે અષ્ટાવધાન કર્યા હતા. તે જોઈ જૂઠાભાઈને ઘણો પ્રભાવ વેદાયો. - આ વખતે શ્રી જૂઠાભાઈ સાથે શ્રી પ.કૃપાળુદેવ તેમની દુકાને ઘણી વખત જતા અને બેસતા. એ જ અરસામાં શેઠ દલપતભાઈનો પુસ્તક ભંડાર જોવા કૃપાળુદેવ જૂઠાભાઈની સાથે પધારેલા તે વિષે શ્રી જૂઠાભાઈએ જેસિંગભાઈને વાત કરેલ કે “શ્રીમદ્ પુસ્તકોના પાના માત્ર ફેરવી જતા, અને શાસ્ત્રનું રહસ્ય સમજી જતા. હું એક પછી એક ગ્રંથ બતાવતો અને તેઓ તરત પાછું આપી દેતા, એમ ઘણાય ગ્રંથો જોયા.” પૂ.શ્રી જૂઠાભાઈને જયારે પ.કૃ.દેવના પ્રથમ દર્શન થયાં ત્યારે પ.કૃ.દેવના ચરણે સાષ્ટાંગ દંડવત્ કર્યા. સત્યપરાયણે મીંટ માંડીને સ્નેહનજર ભરીને નીરખ્યા અને તે નિરંજન દેવની મનોરમ મૂર્તિ નયનમાં અવતારી લીધી. નયન દ્વારા અંતરની ઊંડી ગુફામાં છુપાવી દીધી. એ નયનરમ્ય, ચિત્ત ઠારક છબી, આત્મપ્રદેશે વણી લીધી. મનમોહન સાથે મેળ મળ્યો મન રંગે રે, રંગે રે મન રંગે, મોટા શું મન મેળ મેળવતાં ચિંતા ઝાળ પ્રજાળ, અટ્ટાણું સુત જેમ સુખ પામ્યા, મોટા માન વધારે રે.” - મેળ. ૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ પ્રથમ દર્શને સાષ્ટાંગ નમસ્કાર કરી રહેલા પૂ. શ્રી જૂઠાભાઈ પ્રથમ દર્શન શેઠશ્રી મલિચંદ જેચંદની પેઢી, માણેકચોક, અમદાવાદ. Page #26 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ૨૫ “સગુરુ અંજન નેત્ર, વિમળતા, પૂર્ણાનંદ હજુરે, મોક્ષ મહેલ ચડવા નિસરણી, સંકટ કષ્ટ નિવારે રે.” - મેળ. ૨ | દર્શન થતાં એકતારી કરી તે ભગવંતના આત્મતેજમાં ભળી ગયા. તેની જાત પલટી દીધી, દિશા બદલાઈ ગઈ. ધ્યાનરૂપે તે અતુલ, અતિશય, મહિમાના, મંદિર સરખા દિવ્ય પ્રકાશનું દર્શન થવા લાગ્યું. “સદ્ગુરૂદેવજીએ કૃપા કરી ત્યારે આપ થયાં રે પ્રકાશ, દાસ ધીરો કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તુંહી તુંહી.” જગત દિવાકર શ્રી નમિશ્વર સ્વામિ જો, તુજ મુખ દીઠે, નાઠી ભૂલ અનાદિની રે. જો.” “રાગ ભયો દિલમેં - આ યોગે, રહે છિપાયા ના, છાના છૂના; ઘડી ઘડી, સાંભરે સાંઈ સલૂના. પદ્મપ્રભ જિન દિલસે ન વીસરે.” “નંદનવન જયું સુરકું વલ્લભ, હું મેરે મન તૂહી સુહાયો; ઓરતો ચિત્તળે ઉતારના, ઐસે સ્વામી સુપાસસે દિલ લગા.” - પૂ. યશોવિજયજી મ.સા. ૭. પરમ કૃપાળુદેવના પૂ.શ્રી જૂઠાભાઈ પ્રત્યેના અપ્રગટ પત્રો-૧૫ શ્રી પરમ કૃ. દેવના સાક્ષાત ભગવત સ્વરૂપે દર્શન થયા બાદ પૂજ્યશ્રી જૂઠાભાઈને એ તારક ચરણના સત્સંગની ભૂખ ઉઘડી અને તેથી ક.દેવને એવા ભાવાર્થથી લખ્યું કે આપે તો મને પવિત્ર દર્શન આપ્યું. ‘જિન શાસન પંક્તિ તે ઠવી, મુજ આપ્યું સમકીત થાળ; હવે ભાણા ખડ ખડ કુણ ખમે, શીવ મોદક પિરસો રસાળ હો.” 1 - પૂ. યશોવિજયજી મ. હવે તો સત્સંગ એ જ સર્વ સુખનું મૂળ લાગે છે. શરીરનો રોગ તો એના સ્વભાવે છે, પણ આત્માનો (ભાવ) રોગ મટાડવા પરમ હિતૈષી ઔષધ આપનો સત્સમાગમ મને આપો. એ ઔષધથી જ જીવનમાં જીવતાં રહેવાય Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ - પૂ. શ્રી જૂઠાભાઈ અમદાવાદમાં વરસતા વરસાદમાં પૂ.શ્રી કુ.દેવ ચંચળબેનના - ઘેરથી પૂ. શ્રી જૂઠાભાઈના ઘેર જવા નીકળી રહ્યા છે. વરસતા વરસાદમાં પ.કૃ.દેવ ભીંજાયા વગર શ્રી જૂઠાભાઈના ઘરે આવી રહ્યા છે. | શ્રી જૂઠાભાઈ આશ્ચર્ય પામ્યા કે વરસતા વરસાદમાં કોરા કપડાં ! Page #28 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ૨9 પૂ. શ્રી જૂઠાભાઈ પરમકૃપાળુદેવને દલપતભાઈનો જ્ઞાન ભંડાર જોવા લઈ આવ્યા છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પૂ. શ્રી જૂઠાભાઈ એવું છે. એ તારક નાવમાં બેસી મારે હવે ભવપાર જવાની ઈચ્છા છે. એટલે વિનંતી પત્રો લખી પ..દેવને પોતાને ઘેર પધારવા આમંત્રણ આપે છે. પ્રભુ આમંત્રણ ન સ્વિકારી શકે તો મુંબઈ કૃ.દેવ પાસે જવા આજ્ઞા મંગાવે છે, તેના જવાબમાં નીચેનો પત્ર લખાયો છે. અપ્રગટ પત્રો - ૧૫ (પરમકૃપાળુદેવના હસ્તાક્ષરમાંથી) ૧. કા.વ.૧૦ સોમ સં. ૧૯૪૪. મુંબઈથી ચિ. ‘તમારૂં શુભ પત્ર મને મળ્યું હતું પરંતુ બાહ્યોપાધિને લીધે વખત મળતો નથી, એકાદ દિવસમાં બનશે તો પત્ર લખીશ, નહીં તો દોઢ અઠવાડિયા સુધી પત્તા સિવાય લખી શકું તેમ નથી. અહીંના હવા-પાણી અનુકૂળ આવે તેમ જણાતું હોય અને તમારાં કુટુંબિઓની પણ અનુકૂળતા હોય તો આવવામાં અડચણ નથી. મારો અહીં હજુ વધતી મુદત માટે વાસ છે. આરોગ્યતાના ખબર લખતા રહેશો. સમાધિમાં રહેશો. | ચિ. કુંવરજીને પ્ર.વિ.-રા.ના પ્ર. અમદાવાદ, શાહ ચિમનલાલ મહાસુખ, છીપાપોળ, જૂઠાભાઈને આપશો. ૨. મુંબઈથી અમદાવાદ સં.૧૯૪૪ | ચિ. તમારું પત્ર આજરોજે મળ્યું. બનતા સુધી ત્યાં ઉતરીશ. ન ઉતરી શકું તો તેને માટે ખેદ નહીં કરશો. અહીં હવે લગભગ બે-ચાર દાડા થશે. ધર્મધ્યાન વિવેક સમેત કરતા રહેશો. વિગત વિશેષ લખવાનું તમે દર્શાવ્યું છે તો વખત મેળવી તેમ કરશો. વિનયચંદભાઈને મળ્યા હશો. તેઓને મારા પ્રણામ. ૩. વવાણિયા, ૨૫ ઓગષ્ટ સને ૧૮૮૮ તમને ઘણાં પત્ર લખ્યાં પરંતુ જ્યારે ઉત્તર નથી ત્યારે હું ધારું છું કે Page #30 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ૨૯ તંદુરસ્તીની વ્યવસ્થામાં કંઈ ભંગ થયો હશે કે કંઈ એવું ઉપાધિજન્ય કારણ હશે. માટે વિગતબંધી પત્ર લખશો. વળતી ટપાલે ઉત્તર. ૪. ભાદરવા વદી ૧૩ બુધ સં. ૧૯૪૪ - મુંબઈથી કાલે પત્ર મલ્યો. સર્વ હકીકતથી વાકેફ થયો. હમણાં બહુ કરી ત્યાં રોકાવાની તો અનુકૂળતા આવે તેમ નથી. પ્રસંગ બનવા ઉપર સઘળી હકીકત લખીશ. ચિત્રપટ માટે હમણાં મુલતવશો. જે વિજ્ઞપ્તિ કરી છે તે ખાતે હું શું લખું ? તમે ક્યાં જાણતા નથી. (પ.કૃ.દેવના ચિત્રપટ માટે વિનંતી ચાલુ રાખી તેથી શ્રી પ.કૃ.દેવે ૧૯ વર્ષની વયનો ચિત્રપટ તેમને મોકલી આપ્યો. જુઓ વ. ૪૬) ૫. કારતક સુદ ૬ શુક્ર સં. ૧૯૪૫ - વવાણિયા અતિ ભાવભૂષિત પતૃ મલ્યું. કાર્ય પ્રસંગથી વિલંબ થયો તો હરત નહીં. અઠવાડીયામાં એકવાર તો સહજ સમાચાર લખવા ધ્યાનમાં રાખશો એમ આશા છે. કારતક સુદ પૂનમ પહેલાં એ ભણીથી મુંબઈ જતી વેળા ત્યાં રોકાવું કે કેમ ? એકાદ ગ્રંથ પ્રસિદ્ધ કરવા વિચાર હોય તો તે યોગ્ય છે કે કેમ ? તે દર્શાવશો. વિશેષ ભાવિ પર છે. હું સંપૂર્ણ આનંદમાં છું. ૬ . મોરબીથી અમદાવાદ કા.સુ.૧૨ સં. ૧૯૪૫ “સુજ્ઞ ભાઈ ! આનંદી પત્ર મને મળ્યો છે હું બનતા સુધી અહીંથી શુક્રવારની સવારની ટ્રેઈનમાં રવાને થઈ તેજ દિવસે સાંજે ત્યાં આવી પહોંચીશ. ત્યાં બહુ કરીને ચારેક રોજ રોકાઈ શકીશ.” - લી.રા.ના.પ્રણામ મોક્ષમાળાની પ્રતો રવાને કરી દીધી હશે? અહીં આગળ તેની બહુ અગત્ય છે છતાં વિલંબ થયાનું કંઈ કારણ હશે. એમ સમજી મંગાવનારાઓને ધીરજ આપી છે. પર્યુષણ મહાપર્વ આવ્યાં છે. ધર્મધ્યાન કરવા મહાસતીજી આગળ પ્રબળ સભા એકઠી થતી હશે? તેથી મોક્ષમાળાનો ઉપયોગ કરાવવા Page #31 -------------------------------------------------------------------------- ________________ 30 માટે સૂચવન, વિશેષ શું કહું ? ૭. વવાણીયા મહા વદ ૭ સં. ૧૯૪૫ પૂ. શ્રી જૂઠાભાઈ વિ. રા. તમારો ચારેક દાડા પહેલાં પત્ર એક મળ્યો હતો. બીજો પત્ર લખવાની વાટથી તમે મને પત્ર લખતાં અટકાવ્યો છે. તમારી આરોગ્યતાના ખચીત કરી લખશો. આરોગ્યતા ત્યાં રહેવાથી ખામીવાળી રહેશે. લખો તો મહાસતીજી આગળ મારાં સમીપ રહેવા માટે જેસિંગભાઈને વિનંતી કરૂં. મારા સમાગમમાં નિરંતર રહેવાની જે તમારી ચાહના છે તે કોઈપણ વાટેથી થોડા કાળમાં મારૂં ચાલતા સુધી પાર પાડી શકીશ. ખરું જ્ઞાની ગમ્ય. - લી. રાયચંદના પ્રણામ ૮. સં. ૧૯૪૫ અમદાવાદ - મોરબીથી - જેઠ વદ “મોરબીથી પરમ દિવસ સવારે તમારો પત્ર વવાણીયા બંદરે મળ્યો હતો. આજે સવારે અત્રે મળ્યો. મારૂં રાજનગરમાં આગમન બનતા સુધી ચારેક રોજ પછી થશે કારણ રા.રા.રેવાશંકર જગજીવન પણ સાથે આવી શકશે. જેસિંગભાઈ કાલ સાયંકાળે મોરબી આવ્યા છે. મને મળ્યા હતા.” - વિ. રા. વચન પ્રમાણે કૃ. દેવ જેઠ વદ ૧૨ અમદાવાદ પધાર્યા છે અને પંદર દિવસ સ્થિરતા કરી છે, જૂઠાભાઈની આશા પૂર્ણ કરી છે. ૧.૬૬ ૯. સં. ૧૯૪૫ના વૈશાખમાં શ્રી જૂઠાભાઈ ઘણા બિમાર પડ્યા. ભગંદરનું ઓપરેશન કરાવ્યું, તે વિશે કૃ.દેવને પૂછાવ્યું હતું તેનો જવાબ : દાક્તરો, ગુમડા જેવા - ‘ભગંદર’ દરદ પર બહુ ઉપયોગી થાય છે. તેથી જ્ઞાની દ્રષ્ય તો ઠીક જ થશે. ઉત્તરમાં શુભ સમાચાર લખશો. ચિ.મનસુખ (રવજીભાઈ) ચોથા ધોરણમાં પાસ થવાથી ઈંગ્લીશ અભ્યાસ કરાવવા પિતાજીનો પૂર્ણ વિચાર છે તો અમદાવાદની હાઈસ્કુલમાં એક વર્ષમાં કેટલા ધોરણ ચલવી શકતા હશે ? તે શોધ કરાવી લખશો. Page #32 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ 39 ૧૦. ગુમડાની હરકત નિવૃત્ત થઈ હોય કિંવા અહીં ભણી આવવા માટે કાંઈપણ રીતે અબાધ્ય હોય તો આ ભણી આવવા માટે અવશ્ય તજવીજ કરી જય મેળવો. મારા સમાગમથી જ્ઞાની દૃશ્ય તો તમને... યોગ્યતા... આનંદ અને સત્સંગ મળશે. મને પણ પાછળના બે મળશે. (સત્સંગ-આનંદમળશે.) ૧૧. સંવત ૧૯૪૫ - વવાણીયાથી સુજ્ઞ ચિ. “તમારા તરફથી આવેલું એક પત્ત તથા એક પત્ર પહોંચ્યા છે. પેટી સંબંધી, પુસ્તક સંબંધી અને અન્ય તમારી વિનય પ્રણી પત્ત વાંચી સંતોષ પામ્યો છઉં.” ( ૧૨. “મારા તરફથી ત્રણ-ચાર પત્રો લખાયાની તમારા તરફથી પહોંચ કે ઉત્તર નથી તેનું કારણ હું ધારૂ છઉં કે દુકાનથી તમને તે પત્રો મળેલા ન હોવા જોઈએ. ટપાલ વેળા હંમેશાં લક્ષ આપશો તો તેમ બનશે નહીં. ‘પરતંત્રતા માટે ખેદ છે, પરંતુ હમણાં તો નિરૂપાયતા છે.' સાથેનો પત્ર ટંકશાળમાં પહોંચાડશોજી.” વ. ૭૪ રાજયના.વ.આ. ૧૩. ભાદરવા વદ ૪ શુક્ર સંવત ૧૯૪૫ મુંબઈથી અમદાવાદ, જૂઠાભાઈ પ્રત્યે “તમારૂ પત્ર મળ્યું. તમે લખો છો તે સત્યરૂપ છે, પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ તે પ્રતિકૂળરૂપ છે, એ વગેરે એમના પક્ષના વિચારો મને અનુભવગમ્ય છે. તેઓ સ્વાર્થના તત્ત્વને બહુ અવળી રીતે સમજ્યા છે. સત્ય વિવેક માટે તેમનું લક્ષ પૂર્વ કર્મને લીધે ઓછું છે, અને તેથી તમને, તેઓ કે હું હાલ સુખનું કારણ થઈ શકીએ તેમ નથી. “મારા પર શુધ્ધ રાગ સમભાવથી રાખો, વિશેષતા ન કરો. ધર્મધ્યાન ને વ્યવહાર બન્ને સાચવો.” આગળ પર જ્ઞાની દષ્ટ હશે તે થઈ રહેશે. અહીં હમણાં મારો સ્થાયિ ભાવ વ. ૭૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ૧૪. સુજ્ઞ જૂઠાભાઈ સં. ૧૯૪૬ - મુંબઈ - મહા તમારૂં શુભ પત્ર આઠેક દિવસ પહેલાં પ્રાપ્ત થયું હતું. મોક્ષમાળાની પેટી પણ મળી છે. બાહ્ય ઉપાધિને લીધે પહોંચ લખી શકાઈ નહોતી. તમારી આરોગ્યતા લખશો. ખંભાતવાળા ભાઈઓ હોય તો પ્રણામ કહેશો, નહીં તો પત્ર લખતા હો'તો પ્રણામ લખશો.... નિગ્રંથ ગુરૂને સેવો. ત્વરાથી ઉત્તર. લી.રા.ના.પ્રણામ ૧૫. સને ૧૮૮૯ સં.૧૯૪૬ ફા.વદ ૧૨ સોમ. મુંબઈ ચિ. “તાર મળ્યો (સાયંકાળે) ઘણો જ પરતંત્ર છઉં. અતિશય જરૂર લાગે અને ન ચાલે એમ જ હોય તો જણાવો એટલે ગમે તેમ કરી એક રાત આવી જઉં.' - રાયચંદના પ્રણામ પૂ.જૂઠાભાઈને સંસારના બંધન બંધનરૂપ વેદાય છે. એ અલખ દેશના પંખી શ્રીરાજ ચરણમાં મુક્ત વિહારી બનવા ઈચ્છે છે. તે દિવસની રાહ જુએ છે પણ પૂર્તિત કર્મોદયે વિરહ વેઠવો પડે છે. વ્યવહારની પ્રતિકૂળતાથી કૃદેવના પત્રો પણ તેમને મળતા નથી. સમય વીત્યો જાય છે. એ પરતંત્રતા જોઈ જતી નથી, સહી જતી નથી. તેથી પરમસ્નેહીને ઓલંભા દે છે. વીતરાગ શું રે રાગ તે એક પખો કીજે કવણ પ્રકારોજી, હોડી હોડે રે બિહુ રસ રીઝથી મનના મનોરથ સીઝેજી. - ધરજો ધર્મ સનેહ ૮. વિરહી ચાતક પૂજ્યશ્રી જૂઠાભાઈનું જીવન વિરહી ચાતક જેવું હતું. “પિયુ પિયુ કરી તુમને જપું રે, હું ચાતક તુમે મેહ” એવી રીતે કૃપાળુદેવને યાદ કરતા હતા. “અણદીઠે અલજો ઘણો, દીઠે તે તૃપ્તિ ન હોય” એવા શબ્દોમાં એના વિરહની ઝાંખી થાય છે. તેની તીવ્ર આકાંક્ષા પ્રભુ સાથે જ રહેવાની હતી તે એવી કે પરમાત્માની અલખ લીલાને ભજવાની. તે હરીરસ અખંડપણે આસ્વાદવાની, Page #34 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ પરમ પિયુષને તૃપ્ત થઈને પીવાની, તનમાં તાલાવેલી હતી, તેનો તલસાટ હતો. પરંતુ કાળની અને કર્મની કઠીનતાથી એ રસ ન મળતો, એટલે તેનું બ્દય ધડકતું, તલસાટ વધી જતો, એક અર્ધક્ષણ પણ અળગા રહી ન શકતા. પ્રભુ મુખને નિહાળ્યા વિના બાળક જેમ તે ઊણા દૂણા બની જતા અને વારંવાર શ્વાસ ચાલે તેની સાથે સ્વામિની સ્મૃતિ મનમાં રમતી કે હે વ્હાલા પ્રભુ ! મને તમે તલસાવો મા, હું ક્યાં સુધી રાહ જોયા કરું ? દર્શન ઘો. - હરીના લાલ કોઈ મને કહેશો? કે એ હરી ક્યારે મારા દ્વારે આવશે? કોઈ એ મારગનો પંથી મારા મન ગમતી વાતના સમાચાર આપશે ? હે મેઘરાજ ! તમે તો આવતા નથી અને તમારા કોઈ સંદેશા મળતા નથી, ખોટો દિલાસો અને આશા આપીને તમે લલચાવો છો કેમ? આ બેઉ નયણા શ્રાવણની નદીની જેમ જલધાર વરસાવે છે, દર્શનની રઢ લઈ બેઠા છે, કહ્યું માનતા નથી - ‘ક્ષણ એક મુજને ન વીસરે તુમ ગુણ પરમ અનંત’ – નયન આગળ જ રહેજો, મને દાસને ભૂલી ન જશો. આ માયારૂપ ભવસાગરમાં ડૂબી જઉં છું, માટે વેગે કરી મારી વ્હારે ધાજો. તમે તો નાગનું ઝેર ઉતારી અમૃત કર્યું છે, તો મને મિલન પછી પરિહરી ના દેશો. હું તો રાજ, તારો છું ! ને તું મારો છે ! ભીનો પરમ મહારસે, મારો નાથ નગીનો, તું ધન, તું મન, તન તુંહી, સસનેહી સ્વામી, મારું મન અધીરૂ બની રહ્યું છે. ઓ જીવ જીવન ! તમને કેવી રીતે આવી મળું? દરીશન ઘો તો આનંદ એવો થાય કે પળ પળ તમારૂં અનુપમ રૂપ નિહાળી સુખાનંદ પામું. આપ તો મારા જનમ જનમના સાથી છો. રાત દિવસ તમને કેમ વિસરી શકું ? બે હાથ જોડીને વિનંતી કરું છું કે હે દયાળુ ! જયારથી તમે છોડીને ચાલ્યા ગયા ત્યારથી ક્યાંય ચેન પડતું નથી. તમારા વચન સાંભળતા મીઠાં લાગે છે, તેનો વિરહ પડ્યો, મારા દુ:ખના મટાડનારા અને સુખના દેનારા ક્યારે મળશો? મારા રાજનગરે આવો; આપની નિર્વિકાર મુખડાની સુંદર-સુરતને શું વખાણું ? તમે તો પૂર્વજનમની પ્રીત છોડી કે શું? હું સંસાર વનમાં ભટકી ભટકી ભૂલો પડ્યો છું. ખાન-પાન, ભાન-સાન તમારા વિના ખોયું છે, મારૂં મન તો રાજ-હી-રાજ-રાજ રટે છે અને ભક્ત સાદ કરી પોકારે છે, Page #35 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ પ.કૃ.દેવ પૂ.શ્રી જૂઠાભાઈના ઘેર જમવા બેઠા છે અને પૂ. શ્રી જૂઠાભાઈ પીરસી રહ્યા છે. મોરબીમાં શ્રી રેવાશંકરભાઈના ઘેર શ્રી પ.કુ.દેવને મળવા પૂ. શ્રી જૂઠાભાઈ જાય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ૩૫ ગોપી જનના રે પ્રાણ, તે તો પ્રભુજીની પાસે, આરે રહ્યા છે તે તો, સુના શરીર. ગોપી જનના રે પ્રાણ .... ‘મિન મરે જ્યારે નવ મળે નીર.” ગોપી જનના રે પ્રાણ હવે થાકીને ભક્ત હૃય જોષીડાને બોલાવે છે. પ્રેમ ઘેલી મીરાં ગાય છે કાગદ કોણ લઈ જાય રે, જોષીડા જોશ જુઓને કે-દાડે મળશે મુને કાન રે, જોષીડા જોશ જુઓને ૧ દુ:ખડાની મારી હું તો દૂબળી થઈ છું, પીડામાં થઈ છું પીળી પાન રે... જોષીડા પ્રીત કરીને વ્હાલે, પાંગળા કીધા, વિરહ વિધ્યા છે મારા પ્રાણ રે... જોષીડા ૩ અંતરનાદ :દિલની જે વાતો હો કુણને દાખવું જી; ક્ષણ એક આવી હો પંડે સાંભળોજી, સાહીબ સુણજો હો મારી વિનતી જી. ૯. સત્સંગ નૌકા પૂજ્યશ્રી સત્યપરાયણને એ નૌકાવિહારનો લ્હાવો સં.૧૯૪૪ થી ૧૯૪૬ સુધીના ૩ વર્ષ મળ્યો હતો. એ નૌકા વિહારથી શ્રી રાજ ખેવૈયાની જોડાજોડ છ-સાત વખત અપૂર્વ રસલ્હાણ માણી હતી. એનો આત્મજોગ ગ્રહી જુગાજુગ જીવનાર બન્યા હતા. ૧. સં.૧૯૪૪ના ચૈત્રમાં મોક્ષમાળાના કામ માટે અમદાવાદ મુકામે શેઠ પન્નાલાલના માતુશ્રી ચંચળબેનને ઘેર ટંકશાળમાં બે-અઢી મહીના કૃપાળુદેવ રહ્યા હતા ત્યારે પૂ.શ્રી જૂઠાભાઈને વધુ વખત મળવાનું થયું હતું અને તે અરસામાં પૂ.શ્રી જૂઠાભાઈ – શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડે કુ.દેવે અવધાન કર્યા તે જોવા ગયા હતા. Page #37 -------------------------------------------------------------------------- ________________ 39 પૂ. શ્રી જૂઠાભાઈ મોરબીમાં શ્રી પ.કૃ.દેવ તત્ત્વજ્ઞાનના ઉતારા શ્રી જૂઠાભાઈ પાસે કરાવે છે. ૨. સં.૧૯૪૫ના કાર્તિકમાં ૫.કૃ.દેવ અમદાવાદ પધાર્યા ત્યારે શ્રી જૂઠાભાઈ સાથે તેમના છીપાપોળના મકાને તેમના મેડા ઉપ૨ ૧૫ દિવસ રહ્યા હતા. તે વખતના તેમના હર્ષની સીમા શી ? અનિર્વચનીય સુખાનંદ હેલીમાં ગરકાવ બનીને પ્રીત પટંતરનો મધુર ધ્વનિ ઉઠ્યો. આખો હેમાળો ખૂંદીને સદ્ગુરૂ આવીયા રે જી, ત્યાંથી લાવ્યા જડીબુટ્ટી અમને પાઈ ઘુંટી ઘુંટી, નેણે નવલા આંજણ મેં અંજાવીયા રે જી, એણે આવીને અહાલેક જગાવીયા રે જી. ૩. તેજ સાલના ફાગણ માસમાં શ્રી જૂઠાભાઈ મોરબી આવ્યા ત્યારે એક મહીનો રહી પ.ફૂ.દેવના સત્સંગને અનન્યભાવે ઉપાસી સમ્યગ્ દર્શનનો લાભ લીધો હતો. કાકા રંગજીભાઈ સાથે હતા, પણ તેઓ વ્યાપારનું કામ પતાવતા અને જૂઠાભાઈ કૃ.દેવની સાન્નિધ્યમાં રહેતા. ત્યાં તત્વજ્ઞાન વિગેરેના કેટલાક ઉતારા ભાઈ જૂઠાભાઈના હસ્તાક્ષરથી શ્રી પ.ફૂ.દેવે લખાવ્યાં હતાં. ત્યાર પછી પ.કૃ.દેવ મુંબઈથી વવાણીયા જતાં અમદાવાદ પધારતા હતા. Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ 39 ૪. સં.૧૯૪પના જેઠ માસમાં ૫.કૃ.દેવ અમદાવાદ શ્રી સત્યપરાયણને ત્યાં પધાર્યા અને થોડા દિવસ રહી એટલે કે ૭ દિવસ રહી અપૂર્વ લાભ આપ્યો ત્યારે શ્રી રેવાશંકરભાઈ પણ તેમની સાથે હતા. તેનું કારણ પૂ.જૂઠાભાઈની શરીર પ્રકૃતિ નરમ હતી તે હતું. ૧૯૪૫ જેઠ સુદ-૧૦ વ.૬૫ “તમારો અતિશય આગ્રહ છે અને ન હોય તો પણ એક ધર્મનિષ્ઠ આત્માને જો કંઈ મારાથી શાંતિ થતી હોય તો એક પુન્ય સમજી આવવું જોઈએ અને જ્ઞાની દષ્ટ હશે તો હું જરૂર ગણ્યા દિવસમાં આવું છું. વિશેષ સમાગમે.” આ પછી કૃ.દેવ જેઠ વદ છકે અમદાવાદ પધાર્યા છે. વ.૬૬ અમદાવાદથી શ્રી મનસુખરામ સૂર્યરામને પત્ર લખે છે. ૫. સં. ૧૯૪૫માં ભરૂચ પૂજ્યશ્રી જૂઠાભાઈ સત્સંગ અર્થે શ્રાવણ સુદ ૩ રવિ સં. ૧૯૪૫માં ૭ દિવસ કૃ.દેવ સાથે રહ્યા હતા. વ. ૭૧ ૬. સં.૧૯૪૬માં શ્રી પ.કૃ.દેવને બે દિવસ તાર કરી બોલાવ્યા હતા. તેથી પ.કૃ.દેવ અષાઢ સુદ આઠમની રાત્રે આવી પહોંચ્યા હતા અને એક રાત શ્રી સત્યપરાયણની સાથે એકાંતમાં રહ્યા હતા અને શુભલેશ્યાથી સત્યપરાયણને આત્મવીર્ય સ્કુરાવી અનંત સમાધિ સુખ પ્રદાન કર્યું હતું. એ અનુપમ નાવથી પૂ.શ્રી સત્યપરાયણ સંસાર પાર ઉતર્યા. સત્સંગતકી જહાજ ગુરૂરાજ ચલાવે, બેઠે કલ્પના ત્યાજ, તાકું પાર લગાવે. – પૂ.શ્રી રત્નરાજ નોંધ :- કલોલવાળા શ્રી કુંવરજીભાઈ કહેતા હતા કે સં.૧૯૪૪ના ચોમાસામાં રાત્રે વરસાદ વરસતો હતો ત્યારે શ્રી .પ.કૃ.દેવ ચંચળબેનના ઘેર હતા. પાસે છત્રી હતી નહીં, ઘોડાગાડી ન હતી ને શ્રી જૂઠાભાઈના ઘરના બારણા વાસેલા હતા, રાત્રે બાર વાગ્યે તેઓશ્રી વગર ભીંજાયે-કોરા કપડે-શ્રી જૂઠાભાઈના મકાનમાં પધારેલ હતા. એક વખત કહેતા કે પ.કૃ.શ્રીના ખોળામાં માથું નાંખી શ્રી જૂઠાભાઈ રોયા હતા. તે વખતે તેઓશ્રી બોલ્યા કે ‘આ’ સ્ત્રી સ્વભાવ છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ૧૦. અમદાવાદ મધ્યે રચેલ અવધાન કાવ્યો કવિત - (કવિ વિષે) અહો પરમેશ લેશ, ઉદેશ-સે વિશ્વકીયો, ખરેખાત ખૂબી તામેં, બહુરી બનાઈ હૈ, મહા મહિપતિ અતિ, ઈતમે તે ગતિ કીની, મુજ જૈસે પામરકી, મતિ મુરઝાઈ હૈ અંબર અવનિ અરૂ, અલ્પાર અટવીમેં આનંદ આનંદ હી કી, અવધિ ઉપાઈ હૈ યામેં અફસોસી, અવલોકનમેં એક આઈ કાર્યકું તે કવિયો કે, દીનતા દીખાઈ હૈ મિત્ર પ્રતિ ઈદ્ર વિજય છંદ પ્રેમ પટંતર અંતર છે જ, નિરંતર મંતર મંતર મોહક, મોહક છો પુરૂષોત્તમ ઉત્તમ, છો તમ હારક ને તમ દ્રોહક, દ્રોહક દીલ વિના હક પ્રણામ કરે, મનથી શુભ સોહક, સોહક મિત્ર પવિત્ર તણા, સુચરિત્ર વિચિત્ર અતિ અઘ દ્રોહક. કવિત - (કવિ વિષે) રાજ સનમાન અરૂ, સુખકો નિદાન સબ, શઠ ધનવાન હિંદુ, દિયોને દમામ હૈ; મુકામ કે ઠામ ધામ, કવિયોકે કહા દિયો, દામ હિકે નામ-મેં સો, દિયો રામ રામ હૈ // Page #40 -------------------------------------------------------------------------- ________________ - પૂ. શ્રી જૂઠાભાઈ કહાં જાનુ કહા તેરો, કોવિદો-ને ગુનો કિયો, તાકી ખરી ખબર સો, મોકું તો હરામ હૈ; અહો અવિનાશી ઐસે, અયોગ ઉપાયો કહા, બુધ્ધિ દીની તાકે કહા, રિધ્ધિકો ના નામ હૈ // ૧૧. બોધ-સુધા કૃપાળુદેવ પ્રત્યે ગુણાનુરાગ સાથે શ્રી જૂઠાભાઈને અંગોપાંગની યોગઅવસ્થા, મીઠી વાણી અને દિવ્યરૂપ પ્રત્યે મોહિની હતી તેથી વ્યથા પામતા હતા. શરીર પર તેની અસર થતી તેના જવાબમાં કૃપાળુદેવ લખે છે – વ.૪પ “જૂઠાભાઈની સ્થિતિ વિદિત થઈ..... જો ન ચાલે તો પ્રશસ્ત રાગ રાખો....” - લી.રા.ના.પ્રણામ વ.૪૬ “ઉત્તરમાં આ સંક્ષેપ છે કે જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધો.. મારાથી દૂર રહેવામાં તમારી આરોગ્યતા હાનિ પામે તેમ ન થવું જોઈએ. સર્વ આનંદમય જ થશે. અત્યારે એ જ.” - લી.રાયચંદના પ્રણામ ત્રણ જગતને તારવા સમર્થ ભગવાન ભક્તને કેવી મોટાઈ આપે છે તે આશ્ચર્ય છે. જગતનો નિયંતા પરમાત્મા ભક્તના પ્રેમને આધીન પ્રસન્ન થઈ ભક્તને પોતાનો કરી લે છે પ્રભુ આખા અઢળક ઢળી જાય છે. પ.કૃ.દેવે મોક્ષમાળાની પ્રતો અને બીજો કાંઈ જરૂરી સામાન જૂઠાભાઈ પાસે મંગાવેલ તે સ્ટેશન પર મોકલવા લખ્યું હતું, મુંબઈ જતાં લેતાં જશું પણ તે કામ જૂઠાભાઈથી ન બન્યું તેનો ખેદ જૂઠાભાઈને ઘણો થયો તેના જવાબમાં લખે છે – વ.૪૯ – ગઈકાલે સવારે તમારો પત્ર મળ્યો. કોઈપણ રીતે ખેદ કરશો નહીં. એમ થનાર હતું તો એમ થયું એ કંઈ વિશેષ કામ ન હતું. Page #41 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ આત્માની એ દશાને જેમ બને તેમ અટકાવી યોગ્યતાને આધીન થઈ તે સર્વેના મનનું સમાધાન કરી, આ સંગતને ઈચ્છો.... તન, મન, વચન અને આત્મસ્થિતિને જાળવશો. ધર્મધ્યાન ધ્યાવન કરવા ભલામણ છે.” વ.૫૩ ચિ. - “જે જે તમારી અભિલાષાઓ છે તેને સમ્યક્ટ્રકારે નિયમમાં આણો અને ફળીભૂત થાય તેવું પ્રયત્ન કરો. એ મારી ઈચ્છના છે. શોચ ન કરો, યોગ્ય થઈ રહેશે, સત્સંગ શોધો, સપુરૂષની ભક્તિ કરો.” - વ.પ૯ “તમારી દેહ સંબંધી સ્થિતિ શોચનીય જાણી વ્યવહારની અપેક્ષાએ ખેદ થાય છે. મારા પર અતિશય ભાવના રાખી વર્તવાની તમારી ઈચ્છાને હું રોકી શકતો નથી, પણ તેવી ભાવના ભાવતાં તમારા દેહને યત્કિંચિત્ હાનિ થાય તેમ ન કરો. નિરંતર સમાધિભાવમાં રહો. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. દેહ-દર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહો. સમીપ જ છું, એમ ગણી શોક ઘટાડો, જરૂર ઘટાડો. આરોગ્યતા વધશે; જિંદગીની સંભાળ રાખો..... તે પુરૂષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારો... જ્ઞાની દશ્ય તો થોડો વખત વિયોગ રહી સંયોગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે.” શ્રી સત્યપરાયણ સાથેના પરમકૃપાળુદેવના પત્ર વ્યવહારમાં શ્રી સત્યપરાયણની ધર્મજિજ્ઞાસા, સની અભિલાષા જણાઈ આવે છે એટલે જ પરમ કૃપાળુદેવે તેમને ‘પ્રિય ભાઈ સત્યાભિલાષી” એ સંબોધનથી બોધન કર્યું છે – તમારી તત્ત્વ જિજ્ઞાસા માટે “સંતોષ થયો.” એ જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે શ્રી પ.કૃ.દેવે તેમના ઉચ્ચ અધિકાર અનુસાર સત્યપરાયણ પ્રત્યે જ્ઞાન પ્રવાહ ઉદારતાથી રેલાવ્યો છે. કૃપાળુદેવ તો આત્માનુભવી હતા. તેમને જગતના સમસ્ત જીવો પર સમાન કરૂણા જ હતી. પરંતુ આ સત્યપરાયણ તો માર્ગના આરાધક અને ધર્મની પાત્રતા પામેલ “માત્ર મોક્ષ અભિલાષ'ની લગનવાળા હતા તેથી સત્યપરાયણની સતુ સન્મુખતા હોવાને લીધે તેમના આત્મામાં, હૃદયની ભીતરમાં પ.કૃ.દેવના પ્રભાવની નહીં ભૂંસાય એવી Page #42 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ બળવાન છાપ પડી હતી. જન્માંતરે પણ એ પ્રભાવ અંતરમાંથી મંદ થાય તેમ ન હતું. તેમને વેદન થતું કે આ તો સાક્ષાત્ ધર્મમૂર્તિ છે ! સાક્ષાત્ ઉપશમ રસનો કંદ ને શાંત રસનો સાગર છે શું !! પૂજ્યશ્રી સત્યપરાયણને કૃપાનાથ સાથે નજીકના જ પૂર્વભવમાં – ‘તિબેટના રાજકુમાર હતા ત્યારે કૌટુંબિક સંબંધ હોવાના નિર્દેશે પ્રથમ પરિચય થતાં જ સત્યપરાયણનો આત્મા શ્રીમદ્ રાજચંદ્ર દેવ તરફ અનન્ય પ્રેમભક્તિભાવે ઢળી રહ્યો. નવો જન્મ, નવજીવન, નવીન ગતિ લાધી તેથી તેમનું નામ જૂઠાભાઈ બદલી પ.કૃ.દેવે સત્યપરાયણ નામાભિધાન કર્યું હતું. તેના ફળરૂપે તેમને દેહાત્માના ભિન્નપણાનો, મ્યાન અને તરવારવત્ વિવેક થઈ શક્યો હતો. ‘સતું' તત્ત્વનો સાક્ષાત્કાર થઈ શક્યો હતો. એ રહસ્યને પુષ્ટિ આપતાં શ્રી પ.કૃ.દેવ - પ્રથમ પત્ર મુંબઈથી લખે છે – વ.૩૬ “પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વર્તે છે. એમ જ મતભેદથી અનંતકાળે, અનંત જન્મ પણ આત્મા ધર્મ ન પામ્યો. માટે સત્પરૂષો તેને ઈચ્છતા નથી; પણ સ્વરૂપ શ્રેણિને ઈચ્છે છે.” આ પુરૂષ આત્મત્વ પ્રાપ્ત છે એમ જૂઠાભાઈ જાણે છે તેથી મતભેદનું વેદન જણાવી સ્વરૂપ-શ્રેણી ભણી વાળે છે. શ્રી સત્યપરાયણને આ પરમપુરૂષ ચૈતન્યમૂર્તિને મળતાં નિજ સ્વરૂપ ઉપલબ્ધિ-ચૈતન્યની પ્રાપ્તિની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ તેથી પ્રભુને પ્રશ્ન પૂછે છે - આનંદઘનજીના શબ્દમાં – શ્રી મુનિસુવ્રત પુનરાય, એક મુજ વિનતિ નિસુણો, આતમ તત્વ કયું જાણું જગતગુરૂ, એહ વિચાર મુજ કહીયો, આતમ તત્વ જાણ્યા વિણ નિર્મળ, ચિત્ત સમાધિ નવી લહીયો. મુનિ.૧ વળતું જગગુરૂ એણી પરે ભાખે, પક્ષપાત સબ ઠંડી, રાગ દ્વેષ મોહ પખ વર્જિત, આતમ શું રઢ મંડી.' મુનિ. ૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પૂ. શ્રી જૂઠાભાઈ શ્રી સત્યપરાયણનું જીવન કૃપાળુદેવના સત્સંગમાં આવવાથી નિર્મળતાને વર્યું. સંપ્રદાયના લોકો અને કુટુંબિઓ એમ માનવા લાગ્યા કે જૂઠાભાઈ તેમને જ્ઞાની સદ્ગુરૂ માને છે અને આપણો ધર્મ મૂકી દીધો. કવિરાજે તેમને નિશ્ચયનો ધર્મ સમજાવી વ્યવહાર ધર્મ ઉત્થાપી દીધો. કવિરાજ શાસ્ત્ર શું જાણતા હોય ? ત્યાગ તો લીધો નથી. સંપ્રદાયના સાધુ વિચારવા લાગ્યા કે અમારા શિષ્ય થાય તો અમે તેમને ભણાવી-ગણાવી પટ્ટાધિકારી બનાવીએ. આ વાતથી જૂઠાભાઈને ખેદ થયો હતો. તેથી કૃ.દેવ તેમને સમભાવ રાખવા શિક્ષા દે છે : - અને લખે છે કે, “અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે તે મને ધ્યાનમાં સ્મૃત છે પણ વિસ્તૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજો, મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો, તેઓને માટે કંઈ શોક-હર્ષ કરશો નહીં.’’ “પાર્શ્વનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરૂષના ચરણકમળમાં તલ્લીન થયેલો દીનશિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. આત્મભાવમાં સઘળું રાખજો.... પરમ શાંતિ પદને ઈચ્છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે માટે નિશ્ચિંત રહો.’’ અત્યારે અમારી પાર્શ્વનાથ પ્રભુ જેવી વીતરાગ સમદશા છે. જેમ પાર્શ્વ પ્રભુને પરમભક્તિથી સ્તુતિ કરનાર ધરશેંદ્ર પ્રત્યે રાગ ન હતો અને પરમ દ્વેષથી ઉપસર્ગ કરનાર કમઠ પ્રત્યે દ્વેષ ન હતો તેમ અમને તમારા પર રાગ નથી અને વિરોધ દર્શાવનાર પ્રત્યે દ્વેષ પણ નથી. અમે પાર્શ્વનાથ સમાન દશાવાન છીએ. વ. ૪૦માં આગળ એજ વાતનું અનુસંધાન મળે છે. શ્રી પ.કૃ.દેવે સં. ૧૯૪૪માં પ્રતિમા સિધ્ધિનો લઘુગ્રંથ લખ્યો. તેમાં પ્રતિમાનું દર્શન પૂજન કરવાનું શાસ્ત્ર વિધાન બતાવ્યું. આગમ પ્રમાણ વિ. પાંચ પ્રમાણો આપ્યા. છેવટે અનુભવ પ્રમાણથી સિધ્ધિ બતાવી દીધી છે, તે માન્ય Page #44 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ૪3 કરી શ્રદ્ધા રાખી અનુભવમાં લેવા પ્રેરણા કરી છે. ભગવાન વીરની આ આજ્ઞા છે માટે મતભેદ ટાળી આજ્ઞા આરાધન વડે સુલભબોધિ થવાનું સૂચન માત્ર નિષ્કામ કરૂણાના કારણે કર્યું છે. તેમ પ્રરૂપણા અને પ્રવર્તન ભગવાનના માર્ગ રક્ષકો રાખે એવી ભલામણ કહી પોતાના સ્વાનુભવી તત્ત્વ વિચારોને સત્યતાપૂર્વકની પ્રસિદ્ધિ આપવા ખાતર આ પુસ્તકને પૂર્ણ લખ્યું. ત્યાર બાદ સ્થાનકવાસી સંપ્રદાયના શ્રાવકને વાંચી જોવા અને બાદ છપાવવા માટે આપ્યું. પરંતુ તે ઉપરથી સ્વધર્મી જૈનો કૃપાળુદેવ પ્રત્યે કટાક્ષ દ્રષ્ટિ રાખવા લાગ્યા અને કોઈ હિસાબે આ પુસ્તક પ્રસિધ્ધ ન જ થવું જોઈએ એવી વિષમતા ફેલાઈ. પ્રથમ કોઈ પાત્રના હાથમાંથી અનધિકારીના હાથમાં ગયું હોય તેથી વ. ૪૦માં જે મળ્યું તે આગળ પાછળનો ભાગ છપાયો છે અને વચ્ચેનો શાસ્ત્ર પ્રમાણનો પાઠવાળો ભાગ ગુમ થયો હોય તેમ લાગે છે. કારણ કે છેવટની ભલામણમાં ક.દેવ લખે છે – “હવે એ વિષયને સંક્ષેપમાં પૂર્ણ કર્યો.” સં. ૧૯૪૫ જૂઠાભાઈને પ્રભુના સમાગમનો વિરહ સહન થતો નથી. કૃપાળુદેવ તેને સત્સંગના વિયોગમાં ધીરજ રાખવા અને શોક રહિત રહેવા ભલામણ કરે છે. નિરંતર સપુરૂષની કૃપા દૃષ્ટિને ઈચ્છો અને શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે તે સ્વીકારશો, મુરબ્બીઓને ખુશીમાં રાખો.” વ. ૪૧ જગતમાં નિરાગીન્દ્ર, વિનયતા અને સત્પરૂષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદીકાળથી રખડ્યો. સર્વ વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો.” વ. ૪૨ જેસિંગભાઈ, રંગજીભાઈ વિગેરે વડીલોના કહ્યા પ્રમાણે જૂઠાભાઈ ખાન-પાનમાં ધ્યાન આપતા નથી તેથી લખ્યું છે કે “તમે દેહ માટે સંભાળ રાખશો.” વ. ૩૭ બિંદુમાં સિંધુરૂપ શ્રી મોક્ષમાળા-શ્રી જિનેશ્વર ભગવંતના પ્રરૂપેલા મૂળતત્ત્વો બાળજીવો સમજી શકે એવી શૈલીથી પ્રગટ થઈ છે. મહાસતીજી ઈ૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ પાસે પૂ.જૂઠાભાઈ તે વાંચી સંભળાવે છે તે મનન કરવા પ્રેરણા આપે છે. - “મહાસતીજી મોક્ષમાળા શ્રવણ કરે છે તે બહુ સુખ અને લાભદાયક છે તેઓને મારી વતી વિનંતી કરશો કે એ પુસ્તક યથાર્થ શ્રવણ કરે, મનન કરે. જિનેશ્વરના માર્ગથી એમાં એકેય વચન વિશેષ નાંખવા પ્રયત્ન કર્યું નથી. વ. ૬૯ તમારા આત્મબોધ માટે થઈને પ્રસન્નતા થાય છે. અહીં આત્મચર્યા શ્રેષ્ઠ ચાલે છે. સત્સંગની બળવત્તરતા છે.” વ. ૭૦ | શ્રી પ.કૃ.દેવ પર શ્રી સત્યપરાયણે અંતરીય વેદનના ૩૬ પત્રો લખ્યા. તેના આ જવાબો છે. કૃ.દેવ પ્રત્યેની સત્સંગપ્યાસ, વિરહની ઝુરણા દરેકમાં તરી આવે છે. દરેક વચનામૃતમાં કૃ.દેવ જૂઠાભાઈને આરોગ્યતા વિષે પૂછે છે, સત્સંગના વિયોગ વિષે આશ્વાસન આપે છે. “હું સમીપ જ છું.” વિ. એ ભક્તિની દિશાના અજાણ આપણે - અહાહા ! આ એના ભક્તજીવનનું હાર્દ શું જાણી શકીયે ! એના અંતર્ગત ઉદાત્ત ભાવોનો, પ્રેમની પરાકાષ્ટાનો ખ્યાલ માયામાં મૂંઝાયેલ આ જીવ શું કરી શકે ? એ તો એના ભગવાન જાણે ને એ જાણે ! કાં એની જાતનો અનુભવી સમજી શકે. આપણે એ દ્વારા કંઈ પ્રેરણા પામી જાગૃત થઈ – તે પંથે વળીએ. પૂ.શ્રી સત્યપરાયણને ૧૯૪પમાં ભગંદરનું ઓપરેશન કરાવ્યા પછી રુઝ આવી નહીં. તબિયત સુધારા પર આવી નહીં. તાવ રહેતો, ખોરાક લેવાતો નહીં, તેથી અશક્તિ પણ દિન-પ્રતિદિન વધતી જતી હતી, એટલે કૃપાળુદેવના સત્સંગમાં જઈ શકતા નહીં. પરંતુ શ્રી સદગુરુ ભગવાને તેમને બોધ બીજ પ્રાપ્ત કરાવ્યું હતું. (વ. ૯૧) પવિત્ર દર્શન કરાવ્યું હતું, તેથી સધર્મરૂપ સમાધિ અંતરે વર્તતી હતી. દેહથી ભિન્ન આત્મામાં નિમગ્ન રહેતા. વેદનીય કર્મને સમતાથી વેદી ખપાવી દેતા, કારણ એમને તો અનંત ભવનું સાટું એક ભવમાં વાળવું હતું. તેથી તરણતારણનાથના ઉપકારનું સ્મરણ રાત-દિવસ કરતા. કૃપાનાથ પણ સત્યપરાયણને પરોક્ષ સત્સંગ કરાવતા Page #46 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ny અને શુધ્ધ ભાવની શ્રેણીને વધારતા. તે દ્વારા મોક્ષનો પ્રત્યક્ષ અનુભવ તેમને થતો. મોક્ષમાર્ગને દે એવું અવગાઢ સમ્યક્ત-ચૈતન્યનો અખંડ લક્ષ તેમને વર્તતો હતો. વ. ૮૪માં પ્રતિજ્ઞાપૂર્વક પોતાના મુક્તપણાની પ્રતીતિ કરાવે છે. ભાઈ ! આટલું તારે અવશ્ય કરવા જેવું છે. ૧. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુઃખી - તે સંભારી લે? ૨. દુઃખ લાગશે જ. - તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્ય અત્યંતર રહિત થવું. ૩. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે. એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. ૬. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે ભવિષ્ય સમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવું. ૭. તે આયુષ્યનો માનસિક આત્મોપયોગ તો નિર્વેદમાં રાખ. ૮. જીવન બહુ ટૂંકું છે. ઉપાધિ બહુ છે અને ત્યાગ થઈ શકે તેમ નથી તો નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ. ૧. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. ૨. સંસારને બંધન માનવું. વ. ૮૫ પ્રશસ્ત પુરૂષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો. વ. ૯૧ તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અત્યંતર દુઃખ નથી - અંતરંગ મોહિની નથી. સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ શુકલ, શીતળ, અમૃતમય દર્શનશાન, સમ્યક જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે ! છે, તે, કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી.” “છે તે” ઈજા ૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પૂ. શ્રી જૂઠાભાઈ વ. ૯૪ આપણે જેમ બને તેમ એક જ પદના ઈચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ, તે આ કે “બંધાયેલાને છોડવો” એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું, એ સર્વમાન્ય છે. વ. ૯૫ “સર્વ ગુણાંશ તે સમ્યકત્વ” વ. ૯૮ “તમારું પતું આજે મળ્યું. કોઈ પ્રકારે તેમાં શોક કરવા જેવું કંઈ નથી. તમને શરીરે શાતા થાઓ એમ ઈચ્છું છું. તમારો આત્મા સભાવને પામો એ જ પ્રયાચના છે. મારી આરોગ્યતા સારી છે. મને સમાધિભાવ પ્રશસ્ત રહે છે. એ માટે પણ નિશ્ચિત રહેશો. એક વીતરાગ દેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યા રહેશો.” આ સોનેરી સૂત્ર આપી કૃપાળુદેવે છેવટનું ધ્યેય દર્શાવી દીધું. જેના રોમે રોમે વીતરાગતાપ્રશસ્ત સમાધિભાવ- રમે છે એવા ભગવાન ભક્તને પોતા સમાન બનાવવા ઈચ્છે છે. ટૂંકા વાક્યમાં અપૂર્વ દર્શન. અહો ! અહો ! વ. ૧૦૪ તમારું પત્ર ગઈ કાલે મળ્યું. ખંભાતવાળા ભાઈ મારી પાસે આવે છે. તેઓ કોઈ રીતે મતાગ્રહી હોય એવું મને હજુ સુધી તેઓએ દેખાડ્યું નથી. જીવ ધર્મજિજ્ઞાસુ જણાય છે. તમારી જિજ્ઞાસા માટે હું નિરૂપાય છું. વ્યવહાર ક્રમ તોડીને હું કંઈ નહીં લખી શકું. તમારી આત્મચર્યા શુધ્ધ રહે તેમ પ્રવર્તજો. વ. ૧૧૪ “તમારા પ્રશસ્ત ભાવ માટે આનંદ થાય છે. ઉત્તરોત્તર એ ભાવ તમને સફળદાયક થાઓ.” (આ રીતે કૃ.દેવ આશીર્વાદ આપે છે.) જૂઠાભાઈનો અતિપ્રશસ્ત રાગ - તેને કેવળ જ્ઞાનની નજીક લઈ ગયો. Page #48 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ૪૭ પૂ. શ્રી જૂઠાભાઈ પૂ. શ્રી અંબાલાલભાઈ સાથે પ.કૃ.દેવના ગુણગ્રામની વાતો કરે છે. પૂ.શ્રી જૂઠાભાઈ પૂ.શ્રી અંબાલાલભાઈને પત્રો લખી રહ્યા છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પૂ. શ્રી જૂઠાભાઈ “ઉત્તમ નિયમાનુસાર અને ધર્મધ્યાન પ્રશસ્ત વર્તન કરજો; એ મારી વારંવાર મુખ્ય ભલામણ છે. શુધ્ધ ભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા એ એક આનંદ કથા છે.” આ વાક્યથી શ્રી સત્યપરાયણની સમ્યક્દર્શનની છાપ મળે છે. તે શુધ્ધભાવ કહો કે આત્મભાવ કહો. સંવત ૧૯૪૫માં મોરબીમાં એક મહિનો શ્રી સત્યપરાયણ રહ્યા ત્યારે સમ્યક્દર્શન એટલે નિજ સ્વરૂપનું ભાન કૃપાળુદેવે કરાવ્યું. તે આત્મજ્ઞાનના બળે આકરી વેદનીયમાં અભૂત સમતા તેમણે રાખી જાણી. પ્રભુએ તે જોઈ તે વ. ૧૧૭માં કૃદેવે દર્શાવ્યું છે. ૧ ૨. શ્રી સ્નેહના આકર્ષણ કંઈક જૂના પ્રેમ તંતુના અજબ આકર્ષણ પૂ.શ્રી જૂઠાભાઈએ કર્યા. એ પ્રેમ તંતુથી પૂ.શ્રી અંબાલાલભાઈને ખેંચ્યા અને એ જ સ્નેહ તંતુએ પરમાત્માની સાથે પૂ.અંબાલાલભાઈને સંબંધિત કરી જોડી દીધા. ખંભાતના પૂ.અંબાલાલભાઈ, પૂ. ત્રિભોવનભાઈ અને અમદાવાદના છગનલાલભાઈ જ્ઞાતિબંધુ થાય. તેથી પૂ.અંબાલાલભાઈને છગનભાઈ સાથે સંવત ૧૯૪પથી પત્રવ્યવહાર ચાલતો હતો. પત્રમાં ધર્મસંબંધી તેઓ ચર્ચા, વાર્તા પરસ્પર લખતા. તેમાંથી કેટલાક પત્રો છગનલાલભાઈએ જૂઠાભાઈને વંચાવ્યા. તે વાંચી પૂ.જૂઠાભાઈએ અંબાલાલભાઈને પ્રશ્નના આકારમાં ધર્મપત્ર લખ્યો. ધર્મ એટલે શું ? તે કોની પાસેથી પ્રાપ્ત થાય ? મહાવીર પ્રભુ કઈ વાટેથી તર્યા ? આ બધું વિચારવા જેવું છે. આવો મનનીય પત્ર વાંચી પૂ.અંબાલાલભાઈ ઊંડા વિચારમાં પડી ગયા. જૂઠાભાઈએ પોતે જ અંબાલાલભાઈને સામેથી સ્નેહના આકર્ષણથી ખેંચ્યા. અંબાલાલભાઈ બોલી ઊઠ્યા કે આ પુરૂષ કોઈ મોક્ષગામી વિચક્ષણ પુરૂષ છે. તેમનો સંગ હવે જરૂર કરવો. તેમની પાસેથી આપણને કંઈ અપૂર્વ-નહીં સાંભળેલી તત્ત્વની વાતો Page #50 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ જાણવા મળે એવું છે. એવી આકાંક્ષા ઉત્પન્ન થઈ. જૂઠાભાઈએ પત્ર લખી એક ચિનગારી પેટાવી. બસ, એ જ દિવસથી ઉન્નતિના પગરણ મંડાયા. ફળ પાક્યું. રસ ચાખવાની સુભગ પળ આવી. એ જિજ્ઞાસાના બળે છગનલાલભાઈને ત્યાં પૂ.અંબાલાલભાઈ લગ્ન પ્રસંગે જતાં પૂ.શ્રી જૂઠાભાઈને ત્વરાથી મળ્યા, સ્નેહ ઉભરાયો. આમ વાતમાં ને વાતમાં ખૂબીપૂર્વક પૂ.શ્રી જૂઠાભાઈએ એના દયમાં રમતા “રાજધણી” બતાવી દીધા. ગોપી પ્રેમ જગાડી દીધો. - પૂ.અંબાલાલભાઈએ ગાંઠ વાળી – આપણો બધાનો એક જ સ્વામી, એક જ નાથ. એ ધણીને મનમાં વરી લીધો. હવે એને છોડીશું નહીં. તેનું ઠેકાણું બતાવો. છૂપા કાં રાખો. કૃપાળુદેવની મુંબઈની રેવાશંકરભાઈની પેઢીનું સરનામું પૂ.શ્રી જૂઠાભાઈએ, પૂ.શ્રી અંબાલાલભાઈને આપ્યું. પછી તો મનડું ઝાલ્યું ન રહ્યું. પૂ.શ્રી જૂઠાભાઈએ પોતાના સ્નેહીજનને કહી દીધું – (૧) ગુરૂ વચનના અમૃત પ્યાલા ભરી ભરીને પી લે, જુગ જુગનો તરસ્યો તું મનવા, આજે તૃપ્તિ કરી લે. અગમ પિયાલા પીયો મતવાલા, ફિર વખત નહી આને ગા. | (૩) ભેદુ મળે તો વાતો કીજિયે એ ગુપ્ત રસ Êયમાં સંઘરેલો તેને ઝીલનાર પૂ.અંબાલાલભાઈ મળ્યા ને જન્માંતરના ભેદ ખૂલ્યા. જૂઠાભાઈની સરળતાએ બંનેના ચિત્ત હરણ કર્યા. કેટલીક ધર્મ સંબંધી વાતચીત થઈ. ત્યાંથી જવા મન છૂટું પડતું ન હતું. અધૂરી વાતો હવે પછી કરીશું. એમ કહી રજા લીધી. લગ્ન પ્રસંગ પછી ફરીથી જૂઠાભાઈ પાસે ગયા. તેમણે કહ્યું કે આવો ધર્મનો પ્રતિબંધ હું ક્યાં કરું ? હું તો સપુરૂષનો દાસ છું. આ વચન સાંભળતાં પૂ.અંબાલાલભાઈના દયમાં ચોંટ લાગી કે અહો ! આનું કેવું નિર્માનીપણું – લઘુત્વપણું છે. આનો કેવો પુણ્યોદય કે સત્પરૂષ મળ્યા. આપણે ક્યાં છીએ ? એ રીતે પૂ.શ્રી જૂઠાભાઈના - ઈજી ૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ પd પૂ. શ્રી જૂઠાભાઈ મહભાગ્યની પૂ.શ્રી અંબાલાલભાઈના અંતરમાં પ્રશંસા થવા લાગી. આમ જૂઠાભાઈના પરિચયથી વૈરાગ્યવાળું ચિત્ત થઈ ગયું. તેથી પૂ.શ્રી અંબાલાલભાઈને લગ્નના વરઘોડામાં જવાનું મન ન હતું પણ છગનલાલભાઈએ તેમને તેડવા માણસ મોકલ્યું. તેથી છગનલાલભાઈનું મન રાખવા ગયા. સાંજના ત્રીજીવાર જૂઠાભાઈના સત્સંગ માટે ગયા. જતાં જ શ્રી જૂઠાભાઈએ તેમને પ્રીતિપૂર્વક બોલાવ્યા અને કહ્યું કે તમારી સાથે મારો પૂર્વ ભવનો સંબંધ હોવો જોઈએ. એવું દિલ ખેંચાય છે. તે સાંભળી અંબાલાલભાઈને પણ “દિલ ભર દિલ” એવું સંધાન થઈ ગયું. દિલ મેળો થયો. દિલ મળ્યા પછી ભેદ કેવો ? પૂ.શ્રી જૂઠાભાઈએ કૃપાળુદેવના ગુણગ્રામ કર્યા અને કુ.દેવના બોધપત્રો વંચાવ્યા. પૂ.શ્રી જૂઠાભાઈએ ખોવાયેલને ખોળી લીધા. પોતે જ સામેથી પત્ર લખી, મિલનની ચાહના જગાડી. એટલે “પહેલો પિયાલો મારા જૂઠાભાઈએ પાયો, બીજે પિયાલ રંગની રેલી વર્ષી, હરીનો રસ પૂરણ પાયો.” ખંભાત આવ્યા પછી પૂ.અંબાલાલભાઈએ પૂ.શ્રી જૂઠાભાઈ પ્રત્યે સત્સંગમૈત્રીનો વિરહ અને પૂ.શ્રીની તબિયત વિષેની ચિંતાના પત્રો લખ્યા. વર્ષ-દોઢ વર્ષનો પરિચય રહ્યો. તેમાં ૬-૭ પત્રો પૂ.અંબાલાલભાઈએ લખ્યા તે દ્વારા પ્રેમનો પાયો મજબૂત કર્યો. સપ્રેમને ગાઢા બંધનથી બાંધ્યો એ પ્રેમીની પરમાર્થશાતા પૂછવા બીજી વાર પૂ.અંબાલાલભાઈ અમદાવાદ ગયા અને ખંભાત પધારી દર્શન લાભ આપવા આગ્રહ ભરી વિનંતી કરી કે તેમણે સ્વીકારી હતી જેથી વડોદરેથી વળતાં ખંભાત આવવાનો નિશ્ચય કર્યો હતો. આમ તો બંને દિલથી ભેળા જ હતા છતાં મોઢા મોઢ મળવાની તીવ્ર ઈચ્છા તે ઈશ્વરેચ્છાએ પાર પડી જણાય છે. – ઈન્જ ૭ Page #52 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ પ૧ ૧૩. પૂ.શ્રી જૂઠાભાઈએ પૂ.અંબાલાલભાઈ પર લખેલ ધર્મ પત્રો ૧. ૧૯૪૫ ભા. સુ. ૧૪ કલોલથી રા. રા. અંબાલાલ લાલચંદ તમારી કુશળતાના સમાચાર છગનલાલ અત્રે આવતા તેઓની પાસેથી સાંભળી આનંદ પામ્યો છું. મારી શારીરિક અસ્વસ્થ સ્થિતિને લીધે અમૂક મુદતથી હું અત્રે આવ્યો છું. બનતા સુધી આસો સુદ બીજ ઉપર ઘર તરફ જવા વિચાર છે. આપની મુલાકાત લેવાનું છગનલાલ સાથે ઠરાવ કર્યો છે. ભવિષ્ય બળવત્તર છે. જ્ઞાની દ્રશ્ય તો સર્વે સારું જ થશે. | લી. સેવક જૂઠા ઉજમશીના પ્રણામ. ૨. અહો ! જે આપણું અનુપમેય હિત થવાનું તેનો જ વિયોગ પૂર્વિત કર્મોદયે કરાવ્યો છે. તે કર્મને નિવારવા પ્રયત્ની થઈશું તો સર્વ કર્મથી રહિત થઈશું અને અવશ્ય આપણું તે ઘર આનંદમય, અનંત સુખમય પ્રાપ્ત થશે. જે અપૂર્વભાવની પ્રાપ્તિ તે સત્સંગ છે. તે વિના બીજું કાંઈ નથી અને એ જ સમાગમ પરમ કલ્યાણ આપે તેમ છે. | બંધન-બંધન-બંધન, અબંધનયુક્ત એવા જે પવિત્ર મહાત્મા તે જયવાન વર્તી અને તેમને ત્રિકાળ નમસ્કાર હો. જે બોધ લેવો છે તેતો તે પુરૂષ પાસેથી મળવો છે ત્યાં આ પામર શું લખે ? માટે આપણે સર્વે બંધુઓ તેમ ઈચ્છો કે થોડો કાળ તે કલ્પદ્રુમની છાયા નીચે જઈને રહીએ એવો કોઈ વખત આવો બાકી જેમ જોગપણું પ્રાપ્ત થાય તેમ કરવા આપણે સર્વે બંધુઓ પરાયણ રહીએ એ શ્રેયસ્કર છે. સર્વે કરી ચૂક્યા છીએ એટલે હવે સાધન કોઈ બાકી રહ્યા નથી. રહ્યા હોય તો કહો. પ્રભુ પાર્શ્વનું એકાગ્રમનથી લક્ષ રાખો. ૩. આ અન્ય માનેલી અનંત વિકારરૂપ પર પરિણતી તે તેઓની તેમને સોંપાય તો ઠીક, જેથી કરી અનંત સુખમય ચિદ્રુપ મહાત્માના દર્શન થાય. Page #53 -------------------------------------------------------------------------- ________________ પર પૂ. શ્રી જૂઠાભાઈ વ્યવહારમાં ગમે તેમ ધર્મને માનવો પણ નિશ્ચયથી વસ્તુ ધર્મમાં પ્રવેશ કરવો આ એક જ વાત છે અને મહતું જ્ઞાનીઓએ પણ તે વાટેથી આત્મહિત કર્યું. વર્તમાનમાં પણ હળુકર્મી તેમજ કરે છે, અનાગત કાળે પણ તેજ વાટેથી તરશે. સુયગડાંગજીના બીજા ભૃત સ્કંધમાં એમ સૂચવ્યું છે કે જ્ઞાની પુરૂષ - છબસ્થને મૌન રહેવું શ્રેય છે તો પછી મતમતાંતરમાં શું દોડવું ? એમાં દોડીશું તો પછી ક્યારે વિસર્જન થયેલા આત્માને સ્મૃતિમાં લાવશું? ક્યારે આપણે આ સંસારની ઉપાધિથી વિરક્ત થઈશું? અન્ય પ્રસંગ ક્યારે છોડીશું ? અને સત્ય વસ્તુના ઉપયોગમાં ક્યારે લીન થઈશું? જે વાટેથી ઋષભદેવ તર્યા, જે વાટેથી મહાવીર, મૃગાપુત્ર ઈત્યાદિ તર્યા તે વાટ ક્યારે લાધશે ? અને આ અલ્પજ્ઞ સમ્યક્ જ્ઞાન, સમ્યગૂ દર્શન, સમ્યક ચારિત્રના સ્વરૂપમાં ક્યારે રમશે? બંધાયેલાને ક્યારે છોડશે? તે દિવસ અતિ ઉત્તમ મનાશે. બાકી તો ધૂળ ઉપર લીંપણ જેવો આ પરવસ્તુનો આનંદ છે. ૪. પ્રિય ભાઈ, કુશળતાનું કાર્ડ પહોંચ્યું છે. શારીરિક સ્થિતિ સુધરતી આવે છે. ધારેલી મુરાદ પાર પડવાનું પ્રસંગ નજદીક આવે છે. પરસ્પર મેળાપ હર્ષનું કારણ છે. પ્રિય અને પવિત્ર પ્રેમીનાં દર્શનની ઝાંખીનો લાભ લેવા આ લખનારનું હૃદય આકર્ષાય છે. તો પણ ભવિષ્ય બળવત્તર છે. - શાંતિ રાખો, ફીકર નહીં સારૂં જ થશે. માગશર માસમાં આપ પધાર્યા ત્યારે હું ઘેર નહીં હોઉં, કાં તો દુકાને નહીં હોઉં. હું અલ્પમતિ અજાણ છું આપ સમજુ ને સ્વતંત્રતાધીન છો, હું પરતંત્ર છું તેમજ સંસાર સાગરમાં ડૂબતો અવિવેકી માણસ છું. આથી પ્રીતિ કે શું? તેની કદર સમજતો નથી. ક્ષમા ઈચ્છું છું કે પત્ર તુરતાતુરત નથી લખી શકતો. એમાં કેટલુંક મને વૃત્તિનું નિમિત્ત છે, બાકી કંઈ નથી. “કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો છ– Page #54 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ નહીં; ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે.” આ પુરૂષના દર્શનાતુરના પ્રણામ. વ. ૨૧/૫ ૫. પ્રિય, પોષ વદ ૧૧, ૧૯૪૬ અમદાવાદથી દીલગીર છું. સવિસ્તર હકીકતનું એકપત્ર મેં આપને લખેલ છે તેને આજ આઠ-નવ દિવસ થયાં. આપના બે કાર્ડ પહોંચ્યા તેથી એમ જણાયું કે તે પત્ર આપને પહોંચ્યું નથી તેનું શું કારણ ? લાચારીએ આ કાર્ડ સંતોષને માટે લખું છું. હવે વિગતવાર પત્ર લખવા માંડુ છું. નિશ્ચિત રહો. પત્ર કિંચિત ઉપયોગી હતું. શરીર સારું છે. દર્શન-પવિત્ર દર્શન, તારો વિયોગ, આ આત્માની અનંતશક્તિ દબાણી છે. તે પવિત્ર દર્શન વિના શું પ્રફુલ્લિત થાય ? મળવા ઈચ્છા છે, પાર પડો. એજ. મુંબઈ સાહેબજી પાસે આપ અને પૂ.ત્રિભોવનભાઈ જવું ધારો છો કે કેમ ? લખશો. પત્ર ન પહોંચવા માટે સહજ ખેદ પામ્યો છું. હું પત્રના જવાબની રાહ જોઉં છું ત્યાં તમારા બીજા કાર્ડમાં પણ પત્રની માગણી થઈ. આથી નિઃસંદેહ એમ સમજાયું કે પત્ર ગેરવલે પડ્યું, તો હવે લાચાર. લી. સેવક જુઠાના પ્રણામ. ૬. નિરાગી મહાત્માઓને નમસ્કાર પુન્યપ્રભાવીક સુજ્ઞબંધુશ્રી શ્રી ખંભાત બંદર. આસો સુદ ૬ બુધ, સં. ૧૯૪૫ કલોલથી અત્રેથી કડી થઈ ભોંયણી સુધી ગયેલ જેથી તમારી તરફથી આવેલો પત્ર મળતાં બે દિવસનો વિલંબ થયો તેથી પ્રત્યુત્તર લખી શકાયો નથી. તો ક્ષમા યાચી લખું છું. મારી શારીરિક સ્થિતિને માટે ખુલાસો તું માંગે છે તે પત્ર દ્વારા આપવા અશક્ય છઉં. અહીંની દવા લાગુ નથી. સહવાસની અધીરજ અન્યોન્યને છે. એટલે આ સ્થળે તેનું વિવેચન કરવું યોગ્ય નથી... છતાં Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પૂ. શ્રી જૂઠાભાઈ પૂ.શ્રી પ.કૃ.દેવે શ્રી જૂઠાભાઈ સાથે આખી રાત વાતો કરી સમાધિ મરણનો અદ્ભુત બોધ આપ્યો. Page #56 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ “કુદરત તારો પ્રબળ અન્યાય છે કે અમારો કાળ અમારી ધારેલી નીતિએ વ્યતીત કરાવતી નથી.” ઘણું કરીને વડોદરે થઈ વળતાં મારું ખંભાત આવવાનું બને તોપણ સાથે જ વડોદરા આવવાનું વિચારે તો ત્વરાએ દર્શનદાન મળ્યું સમજ અને પછી સાથેજ ખંભાત જવા સુગમ પડે અને વડોદરામાં ગાળેલા દિવસનો વિયોગ ન જણાતાં આનંદના કારણરૂપ થાય. તો એટલી અરજ કે સંસારી ઉપાધિથી નિવૃત્તવાની પૂરતી અનુકૂળતા હોય તો આવવા વિચારવું. દેશકાળ પાત્ર ભાવ જોઈ કરવું સુજ્ઞશ્રીને શું લખવું? | દર્શનાતુરની ઈચ્છા ઘણી. એક સહવાસ માટે વ્યાકુળ હોય તો પણ કુટુંબમાં કોઈ ખેદ ન પામે તેમ હોય તો સત્વર લખું તે દિવસે વડોદરે સમીપ થવાનું કરજો અને આ એક નજીવી અરજ સ્વીકારો. શતાવધાની કવિ રાજ્યશ્રી તરફથી વિદિતમાં આવેલા ૧. ભાવનાબોધ ૨. શ્રી મોક્ષમાળા બે પુસ્તક તમારી સમીપ છે તે સિવાય અન્ય મારા જાણવામાં નથી. જૂજ ભાગ હું પાસે હશે. તે બનતા સુધી સાથે લાવીશ. અન્ય કારણ ભિન્નત્વ રાખવાનું નથી. વિશેષ સમાગમ બની રહેશે. અધીરજ ન રાખો. ભાવિ પ્રબળ છે. આવેશ વાંચી પ્રેમને ગાઢા બંધનથી રાખો અને જલ્દી સમાગમની ઈચ્છા કરો. ૧૪. સમાધિશીત - શ્રી સત્યપરાયણ સંવત ૧૯૪૬ના અષાઢ સુદ ૯ના સવારે સાડા દસ વાગ્યે પૂ.શ્રી જૂઠાભાઈનો – સત્યપરાયણનો દેહાંત થયો તે પહેલાં એટલે સં.૧૯૪૪ની સાલથી શ્રી પ.કૃ.દેવનો સત્સમાગમ થયો ત્યારથી સં.૧૯૪૬ સુધીની પૂ.શ્રી સત્યપરાયણની આત્મદશા એટલી તો ઉન્નત થતી રહી કે સમીપ મુક્તિગામી જીવની જે દશા હોવી જોઈએ, તેવા ગુણ-લક્ષણ તેમને વિષે સંક્રાંત થયેલા, આત્માને વિષે પરિણત થયેલા પ્રત્યેક જોનારને જણાતાં હતાં. ૫.કુ.દેવે એમની સત્ પરાયણતાની અને એમના આત્માની ઉન્નત દશાની સુંદર શબ્દોમાં સાક્ષી પૂરી છે. છ૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ પછ પૂ. શ્રી જૂઠાભાઈ શ્રી જૂઠાભાઈની શરીર પ્રકૃતિ સં.૧૯૪૫-૪૬ના બે વર્ષમાં રોગ ગ્રસ્ત રહેતી, તે પ્રસંગે તત્ત્વબોધક પત્રો લખી પ. કૃપાળુદેવે તેમને આત્મભાવમાં સ્થિર કર્યા. તે બોધક વચનો તેમને બહુ લાભદાયક નિવડ્યા હતા. જેના પરિણામે મોક્ષમાર્ગને દે એવું સમ્યકત્વ તેમના અંતરમાં પ્રકાશ્ય હતું. તે ભાવો વ.૧૧૭માં પ્રકાશિત થયેલ છે. આવી ઉદાસીન દશા, ભક્તિ પ્રધાનતા-સમ્યક્દશા તેના આત્મામાં પ્રગટી છે. તે ખાત્રી કરાવે છે કે આ કોઈ પૂર્વનો યોગી કુળમાં વસેલો સાધક છે. સંતોના જૂથમાંથી આવેલ નિરંજન પદને બૂઝનારો છે. એથી પ.કૃ.દેવે એવી ગુણરત્નની નવસેરી માળા સત્યપરાયણના હૃદય-દેશમાં આરોપિત કરી દીધી છે. પૂ.શ્રી યશોવિજયજી મહારાજ સ્તવનમાં પ્રભુને સ્તવે છે. ‘નિજગુણ ગૂંથિત તે કરી, કરતિ મોતીની માળા રે, તે મુજ કંઠે આરોપતાં, દીસે ઝાકઝમાળા રે...' આવી અદભૂત અંજલિ આપતાં તેઓશ્રી નોંધે છે કે : “એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું?... ધર્મના પૂર્ણ આલ્હાદમાં આયુષ્ય અચિંતુ પૂર્ણ કર્યું. અરેરે ! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એ પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય ? વ.૧૧૭ પૂ. શ્રી જૂઠાભાઈની સ્વર્ગવાસની તિથિ કૃદેવે બે મહિના અગાઉ પોતાની હાથનોંધમાં નોંધી હતી. પૂ.શ્રી ત્રિભોવનભાઈ (ખંભાતના) તે સમયે મુંબઈ હતા. તે વચનામૃત ૧૧૬ તેમને વંચાવ્યું હતું. પ.કૃ.દેવને પણ સત્યપરાયણના નામ એવાજ ગુણ જોઈ તેમના સ્વર્ગવાસથી ઘણો પરમાર્થખેદ થયો હતો. સત્યપરાયણને કૃપાળુદેવ પોતાના રાહયિક વિશ્રામ ગણતા, એટલે પોતાના વ્યાવહારિક અંગત કાર્યમાં તેમજ પારમાર્થિક જીવનના પૂર્વના રહસ્યો ખોલવાનું સ્થાન સમજતા હતા. તેથી ઘણો શોક થાય છે. વ.૧૧૮માં પૂ.શ્રી અંબાલાલભાઈને લખે છે : Page #58 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ “ચિ. સત્યપરાયણના સ્વર્ગવાસસૂચક શબ્દો ભયંકર છે.... આ આત્માનો આ જીવનનો રાહસ્તિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ ખેંચી લીધો. જ્ઞાનદૃષ્ટિથી શોકનો અવકાશ નથી મનાતો; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે, વધારે નથી લખી શકતો.” - પરમગુરુના બોધથી અને ભક્તિપ્રધાન માર્ગની ઉપાસનાના બળે જીવને મોક્ષસંબંધી બધા સાધન અલ્પકાળે અને અલ્પપ્રયાસે સિદ્ધ થાય છે. અનંત કાળે જે કાર્ય સિધ્ધિ પોતાના સ્વચ્છેદે અથાગ પરિશ્રમ કરવા છતાં ન થઈ તે સદ્ગુરુ કૃપાએ સહજમાં થાય છે. અનંતભવને છેદી એકાવતારી પણું પ્રાપ્ત થાય એવી સદ્ગુરુના માહાભ્યની સાર્થકતા પૂજ્યશ્રી સત્યપરાયણનું જીવન ચરિત્ર દર્શાવી રહ્યું છે. એવું એકાવતારીપણું આ પંચમકાળમાં શ્રી રાજના અનુગ્રહથી પ્રાપ્ત કરી પ્રભુનું અમૃત વચન સિદ્ધ કર્યું. વણી લીધું. વીતરાગ વાણી આત્મ પ્રદેશે કેવી સોંસરી ઉતરી ગઈ હશે ! કે એકએક વચન તેમણે ચરિતાર્થ કર્યું. “દેહાદિનો અભાવ થવો, મૂછનો નાશ થવો તે જ મુક્તિ. એકભવ જેને બાકી રહ્યો હોય તેને દેહની એટલી બધી ચિંતા ન જોઈએ. અજ્ઞાન ગયા પછી એકવિ કાંઈ વિસાતમાં નથી.” | વ.પા.નં.૭૧૯ પૂ.શ્રી જૂઠાભાઈએ દેહની ચિંતા ન રાખી પણ અનંત ગણી ચિંતા આત્માની રાખી અને તે આત્મા શ્રી પરમકૃપાળુદેવને સોંપી દીધો. આવું ભક્તિનું પ્રાધાન્ય, આજ્ઞા આશ્રિતપણું, દરેક સાધકે-અંતઃકરણથી મુક્ત થવાની જિજ્ઞાસા રાખનાર મુમુક્ષુએ, ભક્તિપ્રધાન દશા રાખવી, આ મૂક સંદેશ ભગવાનના ફિરસ્તા જેવા પૂ.જૂઠાભાઈ આપી ગયા છે, તેને વધાવી લઈએ. એ એમને અલૌકિક અંજલિ આપી ગણી શકાય. ૧૫. બોધિ - સમાધિ શ્રી સત્યપરાયણની પ્રેમગલિમાં કોઈ વ્યક્તિનો સમાવેશ ન હતો. Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૮ પૂ. શ્રી જૂઠાભાઈ તેના હૃદયના સિંહાસન પર કોઈને બેસવાનો અધિકાર તેણે આપ્યો ન હતો. કાયમ ત્યાં એક રાજનો જ લક્ષ, શ્રી રાજનું સ્થાન-ધ્યાન મનમંદિરમાં રહેતું. એને વિશ્વાસ હતો કે એ મને (અંતઘડીયે) સાચવી લેશે. કદાચ પગલાં મારાં લડથડતા હશે તો એ “પૂરણકામ” – હાથ ઝાલીને - મને દોરશે. મારાં મનભાવ્યા એ જ છે. મનને બીજું હવે રૂચતું નથી. જગતનો જૂઠો મોહ પ્રભુએ વિસરાવી દીધો હતો એટલે ભવોભવનો નાતો પાકો રાખવાના કોલકરાર કરી લીધા હતા કે તું સાહેબ - હું સેવક આ સંબંધમાં તમે ખામી ના લાવશો. “અમને અંત સમય ઉપકારી વ્હેલા આવજો રે, વસમી અંત સમયની વેળા, હારે ધાજો વ્હાલા વેલા. પ્રણત પાળનું પણ પહેલા પરખાવજો રે.” એવી એના અંતરની આરજુ ૫.કૃ.દેવને તારથી પહોંચાડી બે દિવસ ઉપરાઉપરી મુંબઈ ૫.કૃ.દેવને પધારવા-દર્શન દેવા તાર કરી તેડાવ્યા અને ભક્તાધિન ભગવાન એની પાસે આવી પહોંચ્યા. પૂ.શ્રી જૂઠાભાઈએ ચરણસ્પર્શ કર્યો. રોગ-શોક નષ્ટ થઈ નિર્ભયતા-આશ્રયમાં શાંતિ-વિરામ અનુભવ્યો. - આખી રાત પ.કૃ.દેવ સાથે પ્રેમગોષ્ટિ કર્યા પછી સત્યપરાયણે નેમ લીધી કે – “ના, હવે સઈ, નહીં બોલું, કોઈ સાથે નહીં બોલું, મેં તો ગાંઠ વાળી તે કોઈ પાસે નહીં ખોલું.” - શ્રી મકરંદ દવે એને આખી રાત નિરખીને શ્રી રાજને નયણામાં ગોપવી દીધા. એ જ છે મારા હૃદયકમળના વનનો એક ઉજાસ-ઉજાસ, જીવનરથની લગામ એના હાથમાં સોંપી દીધી, સંસારના સગપણ તોડી પ્રિય પ્રભુ સાથે પ્રેમ બાંધ્યો – સવારે શ્રી પ.કૃ.દેવ મુંબઈ સિધાવ્યા. સંસાર-મમતાની ગાંઠ કોઈ આડી આવે નહીં એવી રીતે એના ચરણમાં સઘળું ઓળઘોળ કરી દીધું. જાણવા યોગ્ય શ્રી રાજને જાણ્યા હવે બીજું જોવુંજાણવું ન હતું તેથી એણે આંખડી બંધ કરી દીધી. Page #60 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ પ.કૃ.દેવના હસ્તાક્ષરનો પત્ર કે ત ા મ ર ૧૬ ની બિnિ* જ મું, તને ? તે જ જાન લાખ4 . ર મ . જે 9;૨કે છે. જા મન ની શું જાળ ૨ ના m11 જાનને ૬at નો છે ખાક ખાવો અને જળના (લવ માં - (ા જ ર (તા૨ મે તો ખ તi Bરી dh(13 સંભવે તy 1 ૨ મુ ખી મ ના #જ ના ( રn ૨.૧ (૧. ૧ (1 + ઇ છે ના વ જે ૫ છી - ૬ જે | Aળ છે ઉં- મ ક મુઠ્ઠી ૧૧ - . i11 જ Y {1} વ. મૃ. ૫૬ જ મેળ - Cી ૬ ૨/મ તં ન કch. ને બ હ7 EAST INDIA POST CARD THE ADDRESS ONLY TO BE WRITTEN ON THIS SIDE. REPLY. rama Rui Mdemar Bahan ૨૪ U' ગલી મે ૧ + મ ની ૬+ાને જ ના છે જેમ કે 1 ૬ ( ૧ - Page #61 -------------------------------------------------------------------------- ________________ SO પૂ. શ્રી જૂઠાભાઈ પ.કૃ.દેવના હસ્તાક્ષરનો પત્ર anii un nu rin nog vinirain mir ni สุข เจา เจ 6.65 เ2.0 02 65จา446 3 s 6. - กิน นป ชาติ ชุด240 - ฯ ที่ เ% 4, 5, 5 หเ ๆ . 9ๆ เg -ca69. ฯ ฯc4 เH - **ดทเจา 124 คน 23, 5 , 6ml ( เทพ ( 4 43 44 9 8 449 4 265 0 0 (: M8ๆๆ 5. ต้น 49 : 1. เอกสาร 0 7.4 0.49 น. จน์ 32 - * - ต - & + 1 เ เเนําเ% 0 4 0 - 14.3 50 เhd- 4.4 ๆ) M.A.. . ใจ จา44 029 . ก .ท. วน 3 - 2 4.M. 90% OT INDIA POST CAR THE ADDRESS ONLY TO BE WRITTEN ON THIS SIDE % เจ7 ๆ เๆ ทยเรา เห็นๆ มาๆเเบ 23°3 เ? Page #62 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ ઉ૧ હૈયામાં શ્રી રાજનું રૂડું રૂપ રમતું હતું. હોઠે-મીઠું રાજ નામ ફરતું હતું. દિવસ છે કે રાત-મારગ છે કે આ ઘર કાંઈ એ તો જાણતા ન હતા. હૈયામાં હરિનો વાસ છે – ત્યાં ભક્તિની સાચી સુવાસ ભરી એ પરાભક્તિની દિવ્યમસ્તીમાં એ સ્થૂલ તનમાંથી નીકળી દિવ્ય શરીરથી શોભતા સિધાવ્યા. જયાં સ્વધામમાં પ્રભુ બેઠા છે ત્યાં જઈ પહોંચ્યા અને અલખ સમાધિમાં – પ્રેમ સમાધિમાં વિલીન થયા. પ.કૃ.દેવે - પોતાનું યોગક્ષેમકરનું બિરૂદ પાળ્યું. શ્રી કબીર સાહેબના શબ્દમાં કહીએ - “હરિજન મ્હારાં સૂઈ રહ્યાં, એની ચોકી કરે ભગવાન, દાસ કબીરની વિનતી, એને ચરણ કમળ વિશ્રામ.” મળે તો મને હરિજન મળજો રે. ૧૬. પૂ.શ્રી સત્યપરાયણના દેહાંત સમયની દશા વિષે-મિત્રનો પત્ર પૂ.શ્રી જૂઠાભાઈના દેહાંત સમયનું વર્ણન તેમના ધર્મમિત્ર શ્રી છગનલાલ બેચરભાઈએ પૂ.શ્રી અંબાલાલભાઈએ પૂછાવેલ તેથી પત્ર લખી દર્શાવ્યું છે. ૧. અમદાવાદથી સં.૧૯૪૬ અષાઢ સુદી પ્રિય ભાઈશ્રી, આપનો કાગળ આવ્યો તે પહોંચ્યો. જવાબમાં નીચે મુજબ નોટબુક મોકલી તે પહોંચી છે. કવિરાજ (પ.કૃ.દેવ) આવ્યા હતા. તેમને અત્રેથી તાર બે દિવસ સુધી લાગઠ કરીને મળવા સારૂં જૂઠાભાઈએ તેડાવ્યા હતા અને તેઓ ફક્ત એક જ રાત પ્રિય જૂઠાભાઈની પાસે રહી, પાછા બીજા દિવસે મુંબઈ સિધાવ્યા છે. પ્રિય જૂઠાભાઈને કવિરાજ વચ્ચે શું વાતચીત થઈ તેની મને ખબર નથી. કારણ હું તેમની પાસે ઝાઝો વખત રોકાયો નથી તેમજ પ્રિય જૂઠાભાઈને Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨ પૂ. શ્રી જૂઠાભાઈ પૂછતાં તેની તબિયત ઘણી નરમ હોવાથી તે બાબતનો જુદો ખુલાસો મળ્યો નથી માટે તે વિષે હું કાંઈ લખી શકતો નથી. તેઓ કોઈ સાથે બોલતાચાલતા નથી. તમને અવકાશ હોય તો મુલાકાત સારૂ આવી જશો. પ્રિય જૂઠાભાઈની તબિયત દિન-પ્રતિદિન ઘણી જ અશક્ત થઈ ગઈ છે. કવિરાજ જૂઠાભાઈને ત્યાં જ ઉતર્યા હતા. આપનો આવેલો પત્ર આજરોજ જૂઠાભાઈને મેં ધીમેધીમે વાંચી સંભળાવ્યો. તેઓએ બરાબર ધ્યાન દઈ સાંભળ્યું. એ બાબત તેમણે કાંઈ ઉત્તર આપ્યો નથી. લિ. અમદાવાદથી છગનલાલ બેચરદાસના પ્રણામ. ૨. અષાઢ સુદ ૯, ૧૯૪૬ સ્વસ્તિ શ્રી ખંભાત બંદર મહા શુભ સ્થાને પૂજ્યારાધે ભાઈ અંબાલાલ લાલચંદ, શ્રી ત્રિભોવનભાઈ તથા ભાઈ સુંદરજી વિ. અમદાવાદથી શા છગનલાલ બેચરદાસના જીહાર વાંચશો. વિ. તમારો એક કાગળ પહોંચ્યો છે તેમજ ભાઈ અંબાલાલનો આવ્યો તે પણ પહોંચ્યો છે, વળી કવીરાજના કાગળનો તરજુમો (વ. ૧૧૫) પ્રિય જૂઠાભાઈને હાથોહાથ ગઈકાલે રાત્રે આપ્યો હતો. વળી લખવાની ઘણી દીલગીરી સાથે અફસોસ છું અને કલમ ચાલતી નથી તો પણ લખ્યા વિના છૂટકો નથી માટે લખવાનું કે આપણો પ્રિયભાઈ જૂઠાલાલ આજરોજ સવારના સાડાદસ વાગતાના સુમારે દેવગત થયા છે, તે ઘણું માઠું થયું છે. આપની પ્રીતિના હક્કમાં ખરેખર ભંગાણ પડ્યું. વળી પ્રિયના જેવો સદ્ગુણી આ દુનિયામાં તો મળવો મુશ્કેલ. વળી તે ભાઈની મરતાં સુધીની સહણા (શ્રધ્ધા) ઘણી જ સારી વૃત્તિમાં હતી. આ બાબતની ખબર શતાવધાની કવીરાજને લખશો. વળી સદ્ગુણી જૂઠાલાલની નીતિ અને પ્રેમ આપણને કોઈ કાળે વિસરે તેમ નથી. તો આ પંચમ આરો ભગવંતે દુષમ કહ્યો છે, એ વાત સિધ્ધાંત છે, માટે પ્રિય જૂઠાલાલ તો નાની વયમાં તેમનું કાર્ય સાધ્ય કરી ગયા અને ધર્મ કરશે તે સુખી થશે. સદ્ગુણી જૂઠાલાલના ગુણ સંભારતાં કાગળમાં પાર આવે તેમ નથી, જે હૈયું ભરાઈ આવે છે, તેથી કલમ અટકાવું છું. Page #64 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠાભાઈ 93 કવિરાજનો કાગળ અત્રે કાર્ડ અફસોસીનું આવી ગયું છે. તેમાં અફસોસી સિવાય બીજું કાંઈ લખ્યું નથી. તમારો લખેલો પત્ર પ્રિયભાઈને મરણની આગલી રાત્રે એકાંતમાં વાંચી સંભળાવ્યો હતો, તેમણે ખુશી બતાવી હતી. વિશેષ આપનો પત્ર પ્રિય જૂઠાભાઈની દીલગીરી વિષેનો અફસોસ ભરેલ તે પહોંચ્યો છે. ૧૭. વિનય અંજલિ શ્રી સત્યપરાયણ સંતને (રાગ-સ્તવન : શ્રી યુગમંધર સાહીબા) શ્રી સત્યપરાયણ સંતને, વંદન કોટીક વાર કરૂં અવિનાશી પદ પામીયા, રાજસ્વરૂપમાં વિશ્રામ કર્યું..... શ્રી સત્ય (૨) શ્રી રાજનગરમાં રાજ પધાર્યા, સિંચી સુધારસ ધન્ય કર્યાં ખોળે બેઠાં બાળક થઈને, પ્રેમાશ્રુથી નયન ભર્યાં..... શ્રી સત્ય (૨) રાજધણી રૂડો શિર ધાર્યો, સફળ જીવનનાં કાર્ય કર્યાં રાજને રાજી રાખી હૈયે, અમૃતસાગર અવલોકી લીયા..... શ્રી સત્ય (૩) ધર્મમિત્ર શ્રી અંબાલાલભાઈ, મળીને બહુ ઉપકાર કર્યાં જુગ જૂનો સથવારો પરખી, પ્રેમબંધનથી બંધાઈ ગયા..... શ્રી સત્ય (૪) હૃદયે રમતાં રાજ બતાવ્યાં, મધુર વચને આવકાર દીધા વચનામૃતની પ્રસાદી ચખાડી, અમૃતપાનથી તૃપ્ત કર્યા..... શ્રી સત્ય (૫) રાજગુણ ગોઠડી વહાલી લાગી, મનમેળો કરી મન-મોહ્યાં ભક્તિનું સહિયારૂં ખાતું, રાખી રંગ જમાવી રહ્યા..... શ્રી સત્ય (૬) અંતિમ ઘડીએ આવી ઊભા છે, સદ્ગુરૂ રાજજી નયન જડ્યાં છેલ્લી આશા પૂરણ કીધી, ભવ સંતાપ બૂઝાઈ દીયા..... શ્રી સત્ય (૭) - ભાવપ્રભાશ્રી Page #65 -------------------------------------------------------------------------- ________________ Y પૂ. શ્રી જૂઠાભાઈ ૧૮. પૂ. ભાઈએ કરેલ કરૂણાની સ્તવના પરમ કારૂણ્યમૂર્તિ શ્રીમદ્ પરમ કૃપાળુ ભગવંત એ સંબંધનાં ઉહાપોહમાં પોતાના કરૂણાÁ દયનો પરિચય આપતાં અત્યંત અનંત કરૂણા જેને ઉર વસી છે, એ પરમ પુરૂષની વાણી દ્રવે છે. “કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતાં છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતાં જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃય રડે છે.” કરૂણાનિધાનની કરૂણાનો મહિમા ક્યા શબ્દોમાં કહ્યો જાય ! કરૂણામય ખેદનું ચિત્ર જે આલેખાયું છે, તે અવલોકતાં શું વિચારવું? અને શું કહેવું ? સિવાય કે : “અહો અહો ! શ્રી સદગુરુ, કરૂણાસિંધુ અપાર.” - હે કૃપાળુ ! તારી કૃપાને ઈચ્છું છું, તને ફરી ફરી ઈચ્છું છું, તું અનુગ્રહ કર. | શ્રી પરમકૃપાળુ દેવની જિન ભક્તિ શ્રીમાન તીર્થંકરદેવના ખરેખરા આ સાચા અનુયાયી ! વીતરાગપણામાં જી. જેની પરમ નિષ્ઠા, તે પ્રત્યે જે પરમ આદર અને અંતરંગ નિશ્ચય તેમ જ પરમ પ્રભાવ કેવાં અનન્ય અને ઉત્કૃષ્ટ છે. દિવ્ય તેમજ અલૌકિક છે. અદ્દભૂત તેમજ આશ્ચર્યકારક છે ! શ્રી જિન-વીતરાગ સર્વજ્ઞ પદનું અવલોકન, દ્રુપ દશાનો અનુભવ જ્યાં વર્તે છે, તે શ્રીમાન્ ૫.કુ.દેવનું પૂર્ણ ભક્તિમય સ્વરૂપાચરણ અને પરમોત્કૃષ્ટ સાધનામય અદૂભુત ગવેષણા, પરમાર્થ લય, અપૂર્વ તેમજ અતિ આશ્ચર્યકારક છે. વિદેહીપણે વિચરતા શ્રી જિન-વીતરાગની ઉપાસનામાં લીન આ પુરૂષને તે પરમ વીતરાગ પુરુષનું ચિંતન, સ્મરણ કેવું અલૌકિક વર્તે છે ! તે સ્વયં પ્રકાશે છે :- “આત્યંતર ભાન અવધૂત” | વિદેહીવતું, જિનકલ્પીવતું, સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાનસહિત, અવધૂતવત, વિદેહીવતું, જિનકલ્પીવત વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. - વ.પા.૮૨૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જૂઠભાઈ સ્મરણ સ્મારક – અમદાવાદ. પ.ફાદેવના નિર્વાણ બાદ શેઠશ્રી જેસિંગભાઈને પ.કૃ.દેવ પ્રત્યે અનન્ય પ્રેમ-ભક્તિ જાગૃત થઈ હતી. પ.કૃદેવની એકનિષ્ઠ ભક્તિમાં સમર્પણના ભાવ સાથે નાની ઉંમરે પૂ.શ્રી જૂઠાભાઈનો દેહ છૂટી જતાં તેમના સ્મરર્ણાર્થે શેઠ શ્રી જેસિંગભાઈએ સં. ૧૯૭૫માં અમદાવાદ, દિલ્હી દરવાજા બહાર, લાલ બંગલા તરીકે ઓળખાતું પથ્થરનું બે મજલાનું મોટું મકાન સેવા-પૂજાભક્તિ અર્થે સ્મારકરૂપે બંધાવ્યું. જે આજે શ્રીમદ્ રાજચંદ્ર ગુરૂમંદિર તરીકે ઓળખાય છે અને તેનું સંચાલન શ્રી સનાતન જૈન ધર્મ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - અગાસ તરફથી કરવામાં આવે છે. જેમાં નીચે મોટો હૉલ છે અને મેડા ઉપર ૫.કૃ.દેવ તથા પૂ.પ્રભુશ્રી લઘુરાજસ્વામિ તથા પૂ. બ્રહ્મચારીજીના ચિત્રપટોની સ્થાપના કરેલી છે. કારતક સુદ ૨ના પુન્યદિવસે પૂ.શ્રી જૂઠાભાઈનો જન્મ દિવસ હોવાથી આ ગુરૂમંદિરમાં શ્રી આત્મસિધ્ધિજીની ભક્તિ-પૂજા રખાય છે. સં. ૨૦૧૦માં કારતક સુદ બીજના દિવસે શ્રી નારંગીબેન અમોને પૂ.મોટા મહારાજ પુષ્પાશ્રીજી મ.સા. સાથે ત્યાં લઈ ગયા હતા. અમો પૂજામાં બેઠા હતા. ૫.કૃ.દેવની અપૂર્વ મુદ્રાના દર્શનથી તથા પૂ.શ્રી જૂઠાભાઈની કમળપુષ્પ જેવી કોમળ મુખમદ્રાના દર્શનથી બહુ ઉલ્લાસ. ભક્તિ વેદાયાં હતાં. હજુ આજે પણ તે ધન્ય ઘડી સ્મૃતિમાં રમે છે. - ભાવપ્રભાશ્રી Page #67 --------------------------------------------------------------------------  Page #68 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદમાં પૂ.શ્રી કાઠાભાઈની યાદમાં શ્રી જેસીંગભાઈ શેઠે બંધાવેલ મકાન જે શ્રીમદ્ રાજચંદ્ર ગુરૂમંદીર તરીકે જાણીતું છે. _ TTT TT II TIT IT IT is modateszi - ગરીબ કી રાહ H શિલાલેખ : આ મકાન સાઃ જેસીંગભાઈ ઊજમસીભાઈ મલીચંદ છીપાપોલવાલાયે સંવતઃ ૧૯૭૫ના આસો સુદ 2 સુકરવાર તારીખ 26 માહે સપટેમ્બર સને ૧૯૧૯ની સાલમાં બંધાવ્યું છે.