________________
પૂ. શ્રી જૂઠાભાઈ
93
કવિરાજનો કાગળ અત્રે કાર્ડ અફસોસીનું આવી ગયું છે. તેમાં અફસોસી સિવાય બીજું કાંઈ લખ્યું નથી. તમારો લખેલો પત્ર પ્રિયભાઈને મરણની આગલી રાત્રે એકાંતમાં વાંચી સંભળાવ્યો હતો, તેમણે ખુશી બતાવી હતી.
વિશેષ આપનો પત્ર પ્રિય જૂઠાભાઈની દીલગીરી વિષેનો અફસોસ ભરેલ તે પહોંચ્યો છે.
૧૭. વિનય અંજલિ શ્રી સત્યપરાયણ સંતને
(રાગ-સ્તવન : શ્રી યુગમંધર સાહીબા)
શ્રી સત્યપરાયણ સંતને, વંદન કોટીક વાર કરૂં અવિનાશી પદ પામીયા, રાજસ્વરૂપમાં વિશ્રામ કર્યું..... શ્રી સત્ય (૨) શ્રી રાજનગરમાં રાજ પધાર્યા, સિંચી સુધારસ ધન્ય કર્યાં ખોળે બેઠાં બાળક થઈને, પ્રેમાશ્રુથી નયન ભર્યાં..... શ્રી સત્ય (૨) રાજધણી રૂડો શિર ધાર્યો, સફળ જીવનનાં કાર્ય કર્યાં
રાજને રાજી રાખી હૈયે, અમૃતસાગર અવલોકી લીયા..... શ્રી સત્ય (૩) ધર્મમિત્ર શ્રી અંબાલાલભાઈ, મળીને બહુ ઉપકાર કર્યાં
જુગ જૂનો સથવારો પરખી, પ્રેમબંધનથી બંધાઈ ગયા..... શ્રી સત્ય (૪) હૃદયે રમતાં રાજ બતાવ્યાં, મધુર વચને આવકાર દીધા વચનામૃતની પ્રસાદી ચખાડી, અમૃતપાનથી તૃપ્ત કર્યા..... શ્રી સત્ય (૫) રાજગુણ ગોઠડી વહાલી લાગી, મનમેળો કરી મન-મોહ્યાં
ભક્તિનું સહિયારૂં ખાતું, રાખી રંગ જમાવી રહ્યા..... શ્રી સત્ય (૬)
અંતિમ ઘડીએ આવી ઊભા છે, સદ્ગુરૂ રાજજી નયન જડ્યાં છેલ્લી આશા પૂરણ કીધી, ભવ સંતાપ બૂઝાઈ દીયા..... શ્રી સત્ય (૭)
- ભાવપ્રભાશ્રી