________________
પૂ. શ્રી જૂઠાભાઈ
જાણવા મળે એવું છે. એવી આકાંક્ષા ઉત્પન્ન થઈ. જૂઠાભાઈએ પત્ર લખી એક ચિનગારી પેટાવી. બસ, એ જ દિવસથી ઉન્નતિના પગરણ મંડાયા. ફળ પાક્યું. રસ ચાખવાની સુભગ પળ આવી. એ જિજ્ઞાસાના બળે છગનલાલભાઈને ત્યાં પૂ.અંબાલાલભાઈ લગ્ન પ્રસંગે જતાં પૂ.શ્રી જૂઠાભાઈને ત્વરાથી મળ્યા, સ્નેહ ઉભરાયો.
આમ વાતમાં ને વાતમાં ખૂબીપૂર્વક પૂ.શ્રી જૂઠાભાઈએ એના દયમાં રમતા “રાજધણી” બતાવી દીધા. ગોપી પ્રેમ જગાડી દીધો. - પૂ.અંબાલાલભાઈએ ગાંઠ વાળી – આપણો બધાનો એક જ સ્વામી, એક જ નાથ. એ ધણીને મનમાં વરી લીધો. હવે એને છોડીશું નહીં. તેનું ઠેકાણું બતાવો. છૂપા કાં રાખો. કૃપાળુદેવની મુંબઈની રેવાશંકરભાઈની પેઢીનું સરનામું પૂ.શ્રી જૂઠાભાઈએ, પૂ.શ્રી અંબાલાલભાઈને આપ્યું. પછી તો મનડું ઝાલ્યું ન રહ્યું. પૂ.શ્રી જૂઠાભાઈએ પોતાના સ્નેહીજનને કહી દીધું – (૧) ગુરૂ વચનના અમૃત પ્યાલા ભરી ભરીને પી લે,
જુગ જુગનો તરસ્યો તું મનવા, આજે તૃપ્તિ કરી લે. અગમ પિયાલા પીયો મતવાલા,
ફિર વખત નહી આને ગા. | (૩) ભેદુ મળે તો વાતો કીજિયે
એ ગુપ્ત રસ Êયમાં સંઘરેલો તેને ઝીલનાર પૂ.અંબાલાલભાઈ મળ્યા ને જન્માંતરના ભેદ ખૂલ્યા. જૂઠાભાઈની સરળતાએ બંનેના ચિત્ત હરણ કર્યા. કેટલીક ધર્મ સંબંધી વાતચીત થઈ. ત્યાંથી જવા મન છૂટું પડતું ન હતું. અધૂરી વાતો હવે પછી કરીશું. એમ કહી રજા લીધી. લગ્ન પ્રસંગ પછી ફરીથી જૂઠાભાઈ પાસે ગયા. તેમણે કહ્યું કે આવો ધર્મનો પ્રતિબંધ હું ક્યાં કરું ? હું તો સપુરૂષનો દાસ છું. આ વચન સાંભળતાં પૂ.અંબાલાલભાઈના દયમાં ચોંટ લાગી કે અહો ! આનું કેવું નિર્માનીપણું – લઘુત્વપણું છે. આનો કેવો પુણ્યોદય કે સત્પરૂષ મળ્યા. આપણે ક્યાં છીએ ? એ રીતે પૂ.શ્રી જૂઠાભાઈના
- ઈજી
૭