________________
પૂ. શ્રી જૂઠાભાઈ
: મુમુક્ષુના પંથ પરમપદના અગ્રેસર પૂ.શ્રી સોભાગભાઈ :
તેઓશ્રી અમારી શાળાના પ્રાણ સમા લાગે છે. તેમણે કૃપા કરી શ્રી પ.કૃ.દેવની વ.૨૫૫ જેવી અદ્ભુત દશાના વચનામૃતો પૂ.અંબાલાલભાઈ જેવા પાત્ર સિવાય કોઈને ન વંચાવવાની પ.કૃ.દેવની આજ્ઞા હતી. તેવી ગુપ્ત ગંભીર આશયભરી વાતો પૂ.સોભાગભાઈ દ્વારા આપણને જાણવા મળી. જો ૬૦ પત્રો ને ૭૦ પત્તા ન મળ્યાં હોત તો અલભ્ય-દુર્લભ-સત્સંગની ઓળખ કેમ થાત ? અને પરમાત્માના અચિંત્ય મહીમાને ગાવા ભાગ્યશાળી ક્યાંથી બની શકત ? એ તો મુમુક્ષુના પરમપિતસ્વીએ મોટું મન રાખી, ઉદાર બની આ મહામૂલી રત્નત્રયીની સંપત્તિ આપી. આપણી સાથે ભેદ રાખ્યા વિના જ્ઞાનીઓની સનાતન કરૂણાવસ્થા કૃપાળુદેવના અંતરાત્મામાં પ્રદેશ પ્રદેશ સ્ફરી રહેલ કરૂણાને પ્રગટ લાવ્યા - કૃપાળુદેવને વિનંતી કરી કરીને, પ્રશ્નો પૂછી પૂછીને સ્ક્રય ખોલાવ્યું. શબ્દ દ્વારા કરૂણાબ્ધિ વહેતો થયો. એ વચનરસ પૂ.અંબાલાલભાઈને પ્રેરણા કરી સંગ્રહ કરાવ્યો, દ્ધયની માટલીમાં ભરાવ્યો અને ધવલ પત્ર પર સુવર્ણ અક્ષરથી અંકીત કરાવ્યો.
વળી તેમણે કૃ. દેવને લખ્યું છે કે આપ આહીં-સાયલા-પધારો, અમો બપૈયાની જેમ તલખીએ છીએ. આહીં આપને નિવરતી રેશે એમ વરતશું અને ખંભાતવાસીને આહીં તેડાવશું – બધી સવડ થઈ રેશે. આપને કદીકબે દિ-રેવું હશે તો ૪-દિ-રેશો એમ કરશું. અહા ! ખંભાતવાસીનું કેવું મહભાગ્ય. જ્યાં કૃપાળુદેવ ત્યાં સોભાગ્યભાઈ અને જ્યાં સોભાગ્યભાઈ
ત્યાં કૃપાળુદેવ હોય એવું અભેદ સ્વરૂપ, તેનું દર્શન મળ્યું. | ભવોભવના હિતેચ્છુ - રાજના સ્નેહીજને અમને પોતાના ગણ્યા - તેના અલૌકિક નિઃસ્વાર્થ પ્રેમને અમો શું બિરદાવીયે ? શું બદલો વાળીયે ? તેમની ઉપકારશીલતાનો શું આભાર માનીયે ?
વળી શ્રી પ.કૃ.દેવ રાજછાયામાં અગાસી ઉપર બિરાજ્યા હતા ત્યારે તેમની પાસે બેસેલ પૂ.શ્રી સોભાગભાઈને તથા પૂ.શ્રી ડુંગરશીભાઈને ગણધર પદવીથી નવાજ્યા હતા. એવા સમર્થધણીના શિષ્ય પણ સમર્થ હતા. વયે