________________
S
પૂ. શ્રી જૂઠાભાઈ
પ્રત્યેની ભક્તિની વિશેષ વાનગી સ્વરૂપે પૂ.શ્રી સત્યપરાયણના જીવનની ભક્તગાથા પુસ્તિકારૂપે પૂ.શ્રી દ્વારા લખવામાં આવી. તે વાંચતા-વિચારતાં અમોને તેનું પ્રકાશન કરવાની ઈચ્છા જાગૃત થઈ. અમારી ઈચ્છામાં પૂ.મ.સાહેબે સૂર પૂરાવી સંમત્તિ દર્શાવી.
આ પુસ્તિકા માટે પૂ.શ્રી જૂઠાભાઈએ પરમકૃપાળુદેવ પ્રત્યે લખેલા ભક્તિ પત્રો ક્યાંયથી મળી શક્યા નથી, પણ પ્રભુએ તેના જવાબ રૂપે લખેલા પત્ર-સુધાના માધ્યમથી, પૂ.શ્રી જૂઠાભાઈની કૃપાળુદેવ પ્રત્યે સંલગ્ન વૃત્તિ, અંતરીય જીવનનું જોડાણ, પ્રેમ નિતરતી ભાવના, સ્નેહ સરિતાનું સાગરમાં મિલન, વિ. ગુણાવૃત્તિનું પૂ.શ્રીએ જે દર્શન કરાવ્યું છે તેનું અત્રે આલેખન કરવામાં આવ્યું છે.
પૂ.શ્રી જૂઠાભાઈએ પ.કૃ.દેવ પ્રત્યે વીસેક પત્રો પાઠવેલ છે, કારણ કે સંવત ૧૯૪૪ થી ૧૯૪૬ સુધીનો બહુ જ ટૂંકા ગાળાનો પ.ફૂ.દેવ સાથે મર્યાદિત સમાગમ ટૂંકા આયુષ્યને કારણે રહ્યો હતો. વળી પ્રતિકૂળ સંજોગો, નાની વય, વ્યવહારિક પ્રવૃત્તિને કારણે પણ પત્રો થોડા પાઠવી શકાયા હતા. ત્રણ વર્ષમાં પ.કૃ.દેવશ્રીનો પ્રત્યક્ષ સમાગમ ૫ થી ૬ વખત, ઉપરાંત પત્રો દ્વારા પણ સત્તમાગમ પ્રાપ્ત કરી, અપૂર્વ-અલભ્ય એવી સત્સંગની મીઠી, શીતળ છાયા પ્રાપ્ત કરી હતી. અલ્પ સમયમાં પોતાની આત્મિક શક્તિ વડે પુરુષાર્થ ફોરવી ઘણાં કર્મોને હઠાવી દીધા હતાં. પ.કૃ.દેવશ્રીએ વ. ૭માં લખ્યું છે કે “કાર્ય સિધ્ધિ કરીને ચાલ્યો જા” તે રીતે પૂ.શ્રી જૂઠાભાઈ પ્રભુના આશ્રયમાં રહી કાર્ય સિધ્ધિ કરી સંતને શરણે ચાલ્યા ગયા. ફરીથી આ સંસાર ચક્રમાં ન આવવા જાણે પ્રતિજ્ઞા લીધી હતી.
આપણે પણ પૂ.શ્રી જૂઠાભાઈના પગલે ચાલી આજ્ઞાભક્તિરૂપ પુરુષાર્થ કરી એજ સ્વસ્થાનને પામીયે. આપણા આ પુરૂષાર્થમાં પૂ.ભાવપ્રભાશ્રીજી મ.સા. પ્રેરણારૂપ છે અને આ શાળાના પ.કૃ.દેવ સ્વયં ખેલૈયા છે એટલે જરૂર અમો સત્સંગીઓને ભવસમુદ્ર પાર કરાવશે.
“સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો” - પ.કૃ.દેવશ્રી