________________
પૂ. શ્રી જૂઠાભાઈ
વૃધ્ધ છતાં પુરૂષાર્થી-બળવાન હતા. તેમના સત્સંગમાં આવનારને પરમાત્મા તરફ ભક્તિની યુક્તિથી આકર્ષી લેતા.
આજે દેહથી તેઓ દૂર દેશમાં રહ્યા છતાં હજુ તે મુમુક્ષુના ઉપકારી, સરળ સ્વભાવી, મહાભાગ્યવંતા સંત સુભાગ્ય સર્વેની સંભાળ લઈ રહ્યા છે એવા પરચા પણ પ્રસંગે મળ્યા છે.
આજના ધર્મ પર્વ જેવા પવિત્ર દિવસે પુણ્ય શ્લોક પૂ.શ્રી સૌભાગ્યભાઈના વિશેષ ઉપકારની સ્મૃતિ થાય છે. શ્રી વચનામૃતજી ગ્રંથની પ્રથમાવૃત્તિની પ્રસાદી આપણને મળી છે. તેમાં પૂ.શ્રી સૌભાગ્યભાઈનો મહત્ ઉપકાર સંભારણા રૂપ છે. પૂ.શ્રી સૌભાગ્યભાઈએ પૂ.અંબાલાલભાઈને એકી સાથે સવાસો (૧૨૫) બોધ પત્રો આપ્યા. ત્યાર બાદ વ.૭૭૯, ૭૮૦, ૭૮૧ છેલ્લે આપ્યા અને તેમાં પ.કૃ.દેવે “શ્રી સોભાગને વિચા૨ને અર્થે આ કાગળ લખ્યો છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે.’' એ રીતે પૂ.સૌભાગ્યભાઈ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર બની આપણને તેમના અમૃતકુંભની રસ લહાણી કરી ભાગીદાર બનાવ્યા છે. એ અલૌકિક ઘટના અચ્છેરારૂપ બની છે. એટલે જ પરમકૃપાળુદેવે શ્રી સોભાગ્ય મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી એ શીખામણ દીધી છે. જયારથી પૂ.સૌભાગ્યભાઈને પ.કૃ.દેવનો સમાગમ થયો ત્યારથી અંબાલાલભાઈ સાથે ઓળખાણ થઈ ચૂકી હતી. અંતરની પ્રીતિ પ્રગટી હતી. એટલે પ્રથમવાર ૫.કૃ.દેવ ખંભાત પધાર્યા ત્યારે શ્રી મણિભાઈને સાથે મોકલ્યા હતા. તે પહેલા જણાવ્યું હતું કે અહીંથી તારે અંબાલાલ લાલચંદના ઘેર સાહેબજીની સાથે અમુક મિતિએ જવાનું છે. શ્રી પ.કૃ.દેવે પણ ખંભાત આવતાં પહેલાં અંબાલાલભાઈને લખ્યું છે – ‘હું અહીં સાયલા ચોક્કસ હિતકારીના આગ્રહથી આવ્યો છું.’
આમ પ્રભુના સંબંધથી ખંભાતવાસીને શરૂઆતથી એક પછી એક ધર્મ સ્નેહી, અંતરના સગા, પ્રભુ ભક્તોનું મિલન થતું ગયું અને ભક્તિરંગ જામતો રહ્યો એથી ૫રમાત્માના-મંગલ હ્રદય મંદિરના દ્વાર ખૂલ્યા. હરિને નિરખ્યા - બધાએ મળીને ગાયું -