________________
પૂ. શ્રી જૂઠાભાઈ
ભજન (રાગ - નંદકુંવર નાનો રે.....) સાહેબો સોહાગી રે, સખી સદ્ગુરૂ મળ્યા રે, મળતામાં મુજ પર કીધી મ્હેર, વચન પ્રકાશ્યું રે, વ્હાલે કરૂણા કરી રે, કહ્યા પછી પ્રીછી સરવે પેર.
સાહેબો ૧...
હિરજન મારાં આવીયા ને, હસી અમારી દેહ,
રોમ રોમ રંગ લાગી રહ્યો, જેમ વાદળ વરસે મેહ.
C
પ્રેમ રસ પાયો રે, આપ ઓળખાવ્યું રે,
ભૂલ ભાંગી ગઈ રે, પલકમાં કીધો પોતાનો દાસ. સાહેબો ૨...
આશિર્વાદ દીધો રે,
મૂક્યો કાંઈ મસ્તક ઉપર હાથ.
સાહેબો ૩...
પારસ તે પાયો રે, પ્રભુજીના નામનો રે,
નિરાંત નામે નિર્ભય થાય.
સાહેબો ૪...
શ્રી કબીર સાહેબ ભજનમાં હિરજનના ઉપકારને સંભારે છે. (રાગ - લાગો છો પ્યારા પ્યારા)
આ ભવમાં આભાર કેવો માનું હિરજન કેરો,
ભૂલું ભજન તો આગળ આવી, સંભારી આપે હિર સાર. હિરજન ૧...
હરિજન ૨...
એવા સ્તુતિ કરવા યોગ્ય, વાંદવા યોગ્ય-સ્મરણીય મૂર્તિ જેનો કરૂણાળુનમ્ર સ્વભાવ હતો તેની ઉપકૃતિના ગુણાનુવાદ સંભારી આજના મંગલ પ્રસંગે તે પૂજ્યપાદના પદકમળમાં અતિ ભક્તિભાવે નમસ્કાર કરીએ છીએ.
તે સ્મરણ કરવા યોગ્ય સત્પુરૂષ અમારા અંતરમાં ચિરસ્મરણીય રહો એ જ શ્રધ્ધા સહ અભ્યર્થના !
લી. ટ્રસ્ટીગણ
શ્રી સુબોધક પુસ્તકાલય
ખંભાત