________________
પૂ. શ્રી જૂઠાભાઈ
૨૧
આપેલ છે. ઉગરીબહેનના ભાઈ શ્રી કુંવરજીભાઈ મગનલાલ કૃપાળુદેવના પરિચિત હતા. તેથી સંવત ૧૯૪૭માં પ્રભુ કલોલ પધાર્યા હતા. ઉગરીબહેને પૂર્વભવમાં જૈન ધર્મ સેવ્યો હતો એટલે મનથી ઘણું ઘણું અનુમોદન, એ સત્ય ધર્મના આરાધકનું ગુણ કીર્તન કર્યું હતું, અને વીતરાગ ધર્મની પ્રભુ પ્રત્યે માગણી કરી હતી. તેના પ્રતાપે તેમને કૃપાળુદેવનો સત્યોગ અને અપૂર્વ સત્સંગ મળ્યો હતો. અને તે સત્સંગના યોગે સં.૧૯૫૭ સુધી સત્સંગ રાખી, શ્રી સુરેંદ્રનગરમાં પ્રભુસેવા ઉપાસી હતી. બાઈ માણસ છતાં વ્યવહારિક વિકટસંયોગોમાં પણ પરમાર્થભાવના જૂઠાભાઈના વિયોગ પછી દઢ રાખી શક્યા તે તો શ્રી પ.કૃ.ની જ અપાર દયાને પામીને ! ઉગરીબહેન *જેસિંગભાઈ શેઠને કહેતા, “હું તો અંબાલાલભાઈ તથા પૂ.ભાઈશ્રી વિગેરેના સત્સંગમાં તો જઈશ જ. અને ભવિષ્યમાં તમે પણ આ મા આવશો.” પુણ્યાત્મા ઉગરીબહેનને દેહ છોડવાના સમયની ખબર પડી ગઈ હતી, જ્ઞાન થઈ ગયું હતું અને છેવટ સુધી વીતરાગ ધર્મ આરાધ્યો હતો અને સદ્ગુરૂનું શરણું રાખ્યું હતું.
જૂઠાભાઈનું કુટુંબ ઉચ્ચભાવનાવાળું હતું. ત્રણેય ભાઈઓએ નીતિ અને તેની ઉપર ક્યારેય પગ દીધો ન હતો. સઘળાં કુટુંબમાં સંપની વૃદ્ધિ જણાતી, ભાઈઓ-ભાઈઓમાં તેમજ પિતરાઈઓમાં પરસ્પર પ્રીતિ જાળવતા હતા. સાત વ્યસનની ટેવ કોઈને ન હતી. જેસિંગભાઈ શેઠના ત્રણ કાકાઓ શ્રી લહેરાભાઈ વિ. પ.કૃ.દેવના પરિચયમાં પણ આવેલા હતા તેમની સાથે સહિયારી પેઢી હતી. છતાંય તેઓમાં સ્વાર્થ પરાયણતા ન હતી. પરમકૃપાળુની પરમ કૃપાથી અને જૂઠાભાઈના સંસ્કારથી પલ્લવિત થયેલ કુટુંબમાં જેસિંગભાઈ શેઠે તે સંસ્કાર કાયમ રાખ્યા અને અગાસ આશ્રમમાં પૂ.પ્રભુશ્રીજીની નિશ્રામાં પોતાનું આજીવન સમર્પિત કર્યુ હતું અને શ્રી પ.કૃ.દેવની આરસ-મુદ્રા જે હાલ ભોંયરામાં પ્રસ્થાપિત છે તે મુદ્રા શેઠશ્રી જેસિંગભાઈએ ખૂબજ ભક્તિભાવથી અને અંતરના ઉમળકાથી ભરાવી હતી.
*નોંધ : શ્રી અગાસ આશ્રમમાં રહી શ્રી નારંગીબહેન (જેસિંગભાઈ શેઠના પુત્રવધૂ) સાથે સત્સંગવાર્તા કરતાં તેમના મુખેથી સાંભળેલી આ વાત છે.