________________
૨૮
પૂ. શ્રી જૂઠાભાઈ
એવું છે. એ તારક નાવમાં બેસી મારે હવે ભવપાર જવાની ઈચ્છા છે.
એટલે વિનંતી પત્રો લખી પ..દેવને પોતાને ઘેર પધારવા આમંત્રણ આપે છે. પ્રભુ આમંત્રણ ન સ્વિકારી શકે તો મુંબઈ કૃ.દેવ પાસે જવા આજ્ઞા મંગાવે છે, તેના જવાબમાં નીચેનો પત્ર લખાયો છે.
અપ્રગટ પત્રો - ૧૫ (પરમકૃપાળુદેવના હસ્તાક્ષરમાંથી) ૧. કા.વ.૧૦ સોમ સં. ૧૯૪૪. મુંબઈથી
ચિ. ‘તમારૂં શુભ પત્ર મને મળ્યું હતું પરંતુ બાહ્યોપાધિને લીધે વખત મળતો નથી, એકાદ દિવસમાં બનશે તો પત્ર લખીશ, નહીં તો દોઢ અઠવાડિયા સુધી પત્તા સિવાય લખી શકું તેમ નથી. અહીંના હવા-પાણી અનુકૂળ આવે તેમ જણાતું હોય અને તમારાં કુટુંબિઓની પણ અનુકૂળતા હોય તો આવવામાં અડચણ નથી. મારો અહીં હજુ વધતી મુદત માટે વાસ છે. આરોગ્યતાના ખબર લખતા રહેશો. સમાધિમાં રહેશો.
| ચિ. કુંવરજીને પ્ર.વિ.-રા.ના પ્ર. અમદાવાદ, શાહ ચિમનલાલ મહાસુખ,
છીપાપોળ, જૂઠાભાઈને આપશો. ૨. મુંબઈથી અમદાવાદ સં.૧૯૪૪ | ચિ. તમારું પત્ર આજરોજે મળ્યું. બનતા સુધી ત્યાં ઉતરીશ. ન ઉતરી શકું તો તેને માટે ખેદ નહીં કરશો. અહીં હવે લગભગ બે-ચાર દાડા થશે. ધર્મધ્યાન વિવેક સમેત કરતા રહેશો. વિગત વિશેષ લખવાનું તમે દર્શાવ્યું છે તો વખત મેળવી તેમ કરશો. વિનયચંદભાઈને મળ્યા હશો. તેઓને મારા પ્રણામ.
૩. વવાણિયા, ૨૫ ઓગષ્ટ સને ૧૮૮૮ તમને ઘણાં પત્ર લખ્યાં પરંતુ જ્યારે ઉત્તર નથી ત્યારે હું ધારું છું કે