________________
પૂ. શ્રી જૂઠાભાઈ
૨૯
તંદુરસ્તીની વ્યવસ્થામાં કંઈ ભંગ થયો હશે કે કંઈ એવું ઉપાધિજન્ય કારણ હશે. માટે વિગતબંધી પત્ર લખશો. વળતી ટપાલે ઉત્તર.
૪. ભાદરવા વદી ૧૩ બુધ સં. ૧૯૪૪ - મુંબઈથી
કાલે પત્ર મલ્યો. સર્વ હકીકતથી વાકેફ થયો. હમણાં બહુ કરી ત્યાં રોકાવાની તો અનુકૂળતા આવે તેમ નથી. પ્રસંગ બનવા ઉપર સઘળી હકીકત લખીશ. ચિત્રપટ માટે હમણાં મુલતવશો. જે વિજ્ઞપ્તિ કરી છે તે ખાતે હું શું લખું ? તમે ક્યાં જાણતા નથી. (પ.કૃ.દેવના ચિત્રપટ માટે વિનંતી ચાલુ રાખી તેથી શ્રી પ.કૃ.દેવે ૧૯ વર્ષની વયનો ચિત્રપટ તેમને મોકલી આપ્યો. જુઓ વ. ૪૬)
૫. કારતક સુદ ૬ શુક્ર સં. ૧૯૪૫ - વવાણિયા
અતિ ભાવભૂષિત પતૃ મલ્યું. કાર્ય પ્રસંગથી વિલંબ થયો તો હરત નહીં. અઠવાડીયામાં એકવાર તો સહજ સમાચાર લખવા ધ્યાનમાં રાખશો એમ આશા છે. કારતક સુદ પૂનમ પહેલાં એ ભણીથી મુંબઈ જતી વેળા ત્યાં રોકાવું કે કેમ ?
એકાદ ગ્રંથ પ્રસિદ્ધ કરવા વિચાર હોય તો તે યોગ્ય છે કે કેમ ? તે દર્શાવશો. વિશેષ ભાવિ પર છે. હું સંપૂર્ણ આનંદમાં છું.
૬ . મોરબીથી અમદાવાદ કા.સુ.૧૨ સં. ૧૯૪૫
“સુજ્ઞ ભાઈ ! આનંદી પત્ર મને મળ્યો છે હું બનતા સુધી અહીંથી શુક્રવારની સવારની ટ્રેઈનમાં રવાને થઈ તેજ દિવસે સાંજે ત્યાં આવી પહોંચીશ. ત્યાં બહુ કરીને ચારેક રોજ રોકાઈ શકીશ.”
- લી.રા.ના.પ્રણામ મોક્ષમાળાની પ્રતો રવાને કરી દીધી હશે? અહીં આગળ તેની બહુ અગત્ય છે છતાં વિલંબ થયાનું કંઈ કારણ હશે. એમ સમજી મંગાવનારાઓને ધીરજ આપી છે. પર્યુષણ મહાપર્વ આવ્યાં છે. ધર્મધ્યાન કરવા મહાસતીજી આગળ પ્રબળ સભા એકઠી થતી હશે? તેથી મોક્ષમાળાનો ઉપયોગ કરાવવા