________________
પૂ. શ્રી જૂઠાભાઈ
૨૫
“સગુરુ અંજન નેત્ર, વિમળતા, પૂર્ણાનંદ હજુરે, મોક્ષ મહેલ ચડવા નિસરણી, સંકટ કષ્ટ નિવારે રે.” - મેળ. ૨ | દર્શન થતાં એકતારી કરી તે ભગવંતના આત્મતેજમાં ભળી ગયા. તેની જાત પલટી દીધી, દિશા બદલાઈ ગઈ. ધ્યાનરૂપે તે અતુલ, અતિશય, મહિમાના, મંદિર સરખા દિવ્ય પ્રકાશનું દર્શન થવા લાગ્યું.
“સદ્ગુરૂદેવજીએ કૃપા કરી ત્યારે આપ થયાં રે પ્રકાશ, દાસ ધીરો કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તુંહી તુંહી.”
જગત દિવાકર શ્રી નમિશ્વર સ્વામિ જો,
તુજ મુખ દીઠે, નાઠી ભૂલ અનાદિની રે. જો.” “રાગ ભયો દિલમેં - આ યોગે, રહે છિપાયા ના, છાના છૂના; ઘડી ઘડી, સાંભરે સાંઈ સલૂના. પદ્મપ્રભ જિન દિલસે ન વીસરે.” “નંદનવન જયું સુરકું વલ્લભ, હું મેરે મન તૂહી સુહાયો; ઓરતો ચિત્તળે ઉતારના, ઐસે સ્વામી સુપાસસે દિલ લગા.”
- પૂ. યશોવિજયજી મ.સા.
૭. પરમ કૃપાળુદેવના પૂ.શ્રી જૂઠાભાઈ પ્રત્યેના અપ્રગટ પત્રો-૧૫
શ્રી પરમ કૃ. દેવના સાક્ષાત ભગવત સ્વરૂપે દર્શન થયા બાદ પૂજ્યશ્રી જૂઠાભાઈને એ તારક ચરણના સત્સંગની ભૂખ ઉઘડી અને તેથી ક.દેવને એવા ભાવાર્થથી લખ્યું કે આપે તો મને પવિત્ર દર્શન આપ્યું.
‘જિન શાસન પંક્તિ તે ઠવી, મુજ આપ્યું સમકીત થાળ; હવે ભાણા ખડ ખડ કુણ ખમે, શીવ મોદક પિરસો રસાળ હો.”
1 - પૂ. યશોવિજયજી મ. હવે તો સત્સંગ એ જ સર્વ સુખનું મૂળ લાગે છે. શરીરનો રોગ તો એના સ્વભાવે છે, પણ આત્માનો (ભાવ) રોગ મટાડવા પરમ હિતૈષી ઔષધ આપનો સત્સમાગમ મને આપો. એ ઔષધથી જ જીવનમાં જીવતાં રહેવાય