________________
૧૬
પૂ. શ્રી જૂઠાભાઈ
રાજચંદ્ર પ્રભુ નામ સ્થાપીયું, રવિ શશી ગુણ પ્રભાવી, સમ્યફ રત્નત્રયને ભાવિ, વીતરાગ માર્ગ રખવાળી રે. શિવસુખ
| શુભ મંગળ..... (૩). “રા” ઉચ્ચારે રાગ ટળે, વળી દ્વેષ ટળે “જ” શબ્દથી, થતી “ચંદ્ર” વદે શીતળતા, શાસન જયોત પ્રભાવી ૨. શિવસુખ
શુભ મંગળ..... (૪) આ કળિકાળે વીતરાગ શાસન, દુર્લભ બોધિ પામીયું, વિરાધકવૃત્તિનું બળ જામ્યું, જન્મથી દુષમતા ટાળી રે. શિવસુખ
શુભ મંગળ..... (૫) દુર્લભ બોધિને બોધિત કરવા, વિરાધકતા ટળવા, બળ દુષમપણાનું દળવા, પ્રગટ્યા પ્રભુ પ્રભાવશાળી રે. શિવસુખ
શુભ મંગળ..... (૬) આજ દિવસ શુભ સર્વ જનોને, મંગળ મુમુક્ષુ મનને, પામો સમ્યકત્વ રતનને, રાજ મુદ્રા દ્ધયે નિહાળી રે. શિવસુખ
| શુભ મંગળ..... (૭) શુકરાજ ચરણે મણીએ લીધી, આશ્રયભક્તિ સાચી રે, જો કે તેવી શક્તિ નહીં પણ ભક્તિ મુજને વહાલી રે. શિવસુખ
શુભ મંગળ..... (2)
- પૂ. બાપુજી શેઠ